નડિયાદ17 કલાક પહેલા
- લિંક કોપી કરો
ખેડા જિલ્લાના નડિયાદમાંથી બાળકોને વેચવાનું રેકેટ ઝડપાયું છે. જેમાં મુખ્ય આરોપી સહિત બાળકની માતા સહિત ચાર મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે આરોપીને નડિયાદ કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં ચારેયને 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આ કેસમાં પોલીસે માયાબેન લાલજીભાઈ ડાબલા, મોનિકાબેન મહેશ શાહ, પુષ્પાબેન સંદીપ પટેલીયા અને બાળકની માતા રાધિકાબેન રાહુલ ગેડમની ધરપકડ કરી હતી. જેમાં મુખ્ય આરોપી માયાબેન આણંદમાં સરોગસી સેન્ટરમાં કામ કરતા હતા, પરંતુ કામ અચાનક બંધ થયા બાદ તેમણે બાળકો વેચવાની ગેરકાયદે પ્રવૃત્તિઓ શરૂ કરી હતી.
વધુ સમાચાર છે …
.