અમદાવાદ2 કલાક પહેલા
- લિંક કોપી કરો
ગુજરાતમાં રાજ્ય કક્ષાના શિક્ષક દિવસ કાર્યક્રમનું આયોજન અમદાવાદના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ, શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગના સચિવ અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાજ્યના 30 શ્રેષ્ઠ શિક્ષકોનું રાજ્યપાલ-મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં દરેક શિક્ષકને 51 હજાર રૂપિયાની રકમ પણ ભેટ તરીકે આપવામાં આવી હતી.
મીડિયાને સંબોધતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે રાજ્યભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે. સાંસદો અને ધારાસભ્યોની હાજરીમાં વિવિધ જિલ્લાઓમાં શિક્ષક દિનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 30 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે એનાયત કરવામાં આવ્યા હતા.
વધુ સમાચાર છે …
.