આપણે બધા શ્રીકૃષ્ણનો જન્મોત્સવ રાત્રે ઉજવીએ છીએ, પણ આ એક માત્ર મંદિરમાં તેને દિવસે ઉજવવામાં આવે છે.
30 ઓગસ્ટના રોજ એટલે કે આજે ભારતમાં ધામ ધૂમ પૂર્વક ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી હિંદુઓના મુખ્ય તહેવારો માંથી એક છે. હિંદુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમી ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. આ વખતે આ શુભ પ્રસંગ 30 ઓગસ્ટના રોજ આવી રહ્યો છે. શ્રાવણ માસના વદ પખવાડિયાની આઠમ તિથીના રોજ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો.
આમ તો આખા દેશ અને દુનિયામાં અલગ અલગ જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસ મથુરા, ગોકુલ અને વ્રજવાસીઓ માટે વધુ મહત્વનો હોય છે. દરેક જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ રાત્રે થાય છે. પણ આજે અમે તમને એક એવી જગ્યા વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જ્યાં ભગવાનનો શ્રીકૃષ્ણનો જન્મોત્સવ દિવસે જ ઉજવી લેવામાં આવે છે. આ કારણે અહિંયાની કૃષ્ણ જન્માષ્ટમી બીજી જગ્યાની સરખામણીમાં અલગ અને વિશેષ બની જાય છે.
આ વાત છે વ્રજના એક મંદિરની. ભગવાન શ્રીકૃષ્ણને હંમેશાથી જ વ્રજ વ્હાલું રહ્યું છે. રાધાજી વ્રજના જ હતા. અને વ્રજમાં એક એવું મંદિર છે જ્યાં કૃષ્ણ જન્મોત્સવ રાત્રે નહિ પણ દિવસે ઉજવવામાં આવે છે. વૃંદાવનના રાધારમણ મંદિરમાં દર વર્ષે આવું જ થાય છે. તેની પાછળનું કારણ ઠા. રાધારમણલાલજુનું સવારે પ્રગટ થયાનું માનવામાં આવે છે. આ મંદિરમાં દિવસેજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉજવવી યોગ્ય માનવામાં આવે છે.
અહીં સવારે ભગવાનનો વિધિવત સવામણ દૂધ, દહીં, ઘી, મધ, સાકર, ગંગા-યમુના જળ અને જડીબુટ્ટીઓથી મહાભિષેક થાય છે. સવારે 10 વાગ્યાથી શ્રીકૃષ્ણના શૃંગારનું કામ શરુ થઇ જાય છે. કહેવામાં આવે છે કે આજથી લગભગ 477 વર્ષ પહેલા ઠા. રાધારમણલાલજુ શાલીગ્રામ શીલામાંથી વૈશાખ સુદ પુનમના રોજ સવારના સમયે પ્રગટ થયા હતા. મંદિરમાં સેવા આપતા વૈષ્ણવાચાર્ય અભિષેક ગૌસ્વામી જણાવે છે કે, આચાર્ય ગોપાલ ભટ્ટની ઈચ્છા શાલીગ્રામ શીલામાં જ ગોવિંદદેવજીનું મુખ, ગોપીનાથજીનું વક્ષસ્થળ અને મદનમોહનજીના ચરણાવિંદના દર્શનની હતી.
કહેવામાં આવે છે કે ભગવાન નૃસિંહદેવના પ્રાગટ્ય દિવસ ઉપર ગોપાલ ભટ્ટ ગૌસ્વામીએ તેમના આરાધ્ય સમક્ષ આ પ્રકારની ઈચ્છા વ્યક્તિ કરી હતી. ગોપાલ ભટ્ટને તેમની સાધના અને ભક્તિનું ફળ મળ્યું અને પછી વૈશાખ સુદ પુનમની સવારે શાલીગ્રામ શીલા માંથી ઠા. રાધારમણલાલજુનું પ્રાગટ્ય થયું. ત્યાર પછીથી આ સ્થાન ઉપર દિવસે જ જન્માષ્ટમી ઉજવવામાં આવી રહી છે. તેની શરુઆત પોતે ગોપાલ ભટ્ટ ગૌસ્વામીના હાથે થઇ હતી અને આજ સુધી સદીઓથી એવું જ થતું આવી રહ્યું છે.
477 વર્ષથી સળગી રહ્યો છે અગ્નિ : મંદિરની આ પરંપરા ઉપરાંત મંદિરને અન્ય એક ખાસિયત તેને સૌથી વિશેષ અને ચમત્કારી બનાવે છે. ખાસ કરીને છેલ્લા 477 વર્ષથી અહિયાં સતત એક ભઠ્ઠી સળગી રહી છે. વિગ્રહ સ્થાપના દરમિયાન થયેલા હવન માંથી ઉત્પન થયેલો અગ્નિ આજ સુધી સળગી રહ્યો છે અને આ કોઈ ચમત્કારથી ઓછું નથી. મંદિરમાં ક્યારે પણ માચીસનો ઉપયોગ નથી કરવામાં આવતો. આ મંદિરની રસોઈ સહીત અનેક કાર્ય આ અગ્નિથી જ પૂર્ણ થાય છે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.