રક્ષાબંધન 2021 : જાણો શુભ મુહૂર્ત, શુભ યોગ અને ગ્રહોની સ્થિતિનું જ્યોતિષીય વિશ્લેષણ.
રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે રવિવાર, 22 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધનનો તહેવાર શ્રવણ નક્ષત્રમાં ઉજવવામાં આવે છે, પણ આ વખતે તે શ્રાવણ પુનમ ઉપર ઘનિષ્ઠા નક્ષત્ર સાથે ઉજવવામાં આવશે. શોભન યોગ પણ આ તહેવારને વિશેષ બનાવી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રીઓનું માનવું છે કે, રક્ષાબંધન ઉપર આ વખતે વર્ષો પછી એક મહાસંયોગ પણ ઉભો થઇ રહ્યો છે.
જ્યોતિષીઓના માનવા મુજબ, રક્ષાબંધનનો તહેવાર રાજયોગમાં આવશે. રક્ષાબંધન ઉપર આ વખતે ભદ્રાનો પડછાયો નહિ રહે જેના લીધે બહેનો આખો દિવસ ભાઈને રાખડી બાંધી શકશે. તે દરમિયાન કુંભ રાશીમાં ગુરુની ચાલ વક્રી રહેશે અને તેની સાથે ચંદ્ર પણ ત્યાં હાજર રહેશે.
ગુરુ અને ચંદ્રની આ જોડીથી રક્ષાબંધન ઉપર ગજકેસરી યોગ ઉભા થઇ રહ્યા છે. ગજકેસરી યોગથી માણસની મહત્વાકાંક્ષાઓ પૂરી થાય છે. ધન, સંપત્તિ, મકાન, વાહન જેવા સુખોની પ્રાપ્તિ થાય છે. ગજકેસરી યોગથી રાજસી સુખ અને સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ પણ થાય છે.
ગજકેસરી યોગથી કોને નહિ થાય લાભ? કુંડળીમાં જયારે ચંદ્ર અને ગુરુ કેન્દ્રમાં એક બીજાની તરફ દ્રષ્ટિ કરી બેઠા હોય તો ગજકેસરી યોગ ઉભો થાય છે. આ યોગ લોકોને ભાગ્યશાળી બનાવે છે. પણ જો કુંડળીમાં ગુરુ કે ચંદ્ર નબળા હોય તો આ યોગનો લાભ નથી મળી શકતો.
તે ઉપરાંત, રક્ષાબંધન ઉપર સિંહ રાશીમાં સૂર્ય, મંગળ અને બુધ ગ્રહ એક સાથે બિરાજમાન રહેશે. સિંહ રાશીના સ્વામી સૂર્ય છે. આ રાશીમાં મિત્ર મંગળ પણ તેમની સાથે રહેશે. જયારે શુક્ર કન્યા રાશિમાં રહેશે. ગ્રહોનો આવો યોગ ઘણો શુભ અને ફળદાયક રહેવાનો છે.
જ્યોતિષીઓના માનવા મુજબ રક્ષાબંધન ઉપર ગ્રહોનો આવો દુર્લભ સંયોગ 474 વર્ષ પછી ઉભો થઇ રહ્યો છે. આ પહેલા 11 ઓગસ્ટ 1547 ના રોજ ગ્રહોની આવી સ્થિતિ ઉભી થઇ હતી, જયારે ઘનિષ્ઠા નક્ષત્રમાં રક્ષાબંધન ઉજવવામાં આવી હતી અને સૂર્ય, મંગળ અને બુધ એક સાથે એવી સ્થિતિમાં આવ્યા હતા.
તે સમયે શુક્ર, બુધના સ્વામિત્વ વાળી રાશી મિથુનમાં બિરાજમાન હતા. જયારે આ વર્ષે શુક્ર બુધના સ્વામિત્વ વાળી રાશી કન્યામાં રહેશે. જ્યોતિષીઓના માનવા મુજબ રક્ષાબંધન ઉપર આવા સંયોગ ભાઈ બહેન માટે અત્યંત લાભદાયક અને કલ્યાણકારી રહેશે. જયારે ખરીદી માટે રાજયોગ પણ ઘણો શુભ માનવામાં આવે છે.
રાખડી બાંધવાના શુભ મુહુર્ત : રક્ષાબંધન ઉપર આ વખતે રાખડી બાંધવા માટે 12 કલાક 13 મિનીટનો શુભ સમયગાળો રહેશે. તમે સવારે 5:50 થી લઈને સાંજે 6:03 સુધી કોઈ પણ સમયે રક્ષાબંધન ઉજવી શકો છો. અને ભદ્રા કાળ 23 ઓગસ્ટની સવારે 5 વાગીને 34 મિનીટથી 6 વાગીને 12 મિનીટ સુધી રહેશે.
આ દિવસે શોભન યોગ સવારે 10 વાગીને 34 મિનીટ સુધી રહેશે અને ઘનિષ્ઠા નક્ષત્ર સાંજે 7 વાગીને 40 મિનીટ સુધી રહેશે. એવું કહેવામાં આવે છે કે, ઘનિષ્ઠા નક્ષત્રમાં જન્મેલા લોકોના ભાઈ બહેનોના સંબંધ ઘણા વિશેષ હોય છે. એટલા માટે રક્ષાબંધન ઉપર ઘનિષ્ઠા નક્ષત્રને વિશેષ માનવામાં આવી રહ્યો છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.