બુદ્ધિશાળી હોવાની સાથે સ્વભાવે કંજૂસ હોય છે ઓગસ્ટ મહિનામાં જન્મેલ લોકો, જાણો તેમના વિષે બીજી વાતો
ઓગસ્ટ મહિનામાં જન્મ લેવા વાળા લોકો સ્વભાવથી કંજૂસ હોય છે. તેનો આ સ્વભાવ તેઓને ધનવાન બનાવે છે. આ મહિનામાં જન્મ લેવા વાળા બુદ્ધિશાળી હોય છે. તેની બુદ્ધીના બળ ઉપર જ તે સમાજમાં તેમની એક અલગ જ અસર ઉભી કરે છે.
ઓગસ્ટ મહિનો કેલેન્ડરનો આઠમો મહિનો હોય છે. આ મહીને ઉત્તર ભારતમાં જોરદાર વરસાદના દ્રશ્ય જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્રના માનવા મુજબ, જે લોકોનો જન્મ ઓગસ્ટ મહિનામાં થાય છે, તે વ્યક્તિના સ્વભાવમાં કેટલાક વિશેષ ગ્રહોની અસર જોવા મળે છે. ઓગસ્ટ મહિનામાં જન્મેલા લોકો ઉપર સૂર્ય ગ્રહની અસર જોવા મળે છે. તેની રાશી સિંહ હોય છે. આ મહિનામાં જન્મેલા લોકોની દરેક કાર્યમાં આગેવાની જોવા મળે છે.
મિથુન અને કન્યા રાશીના લોકો તેમના સારા મિત્ર હોય છે. ઓગસ્ટ મહિનામાં જન્મેલા લોકોને પ્રશાસનિક નોકરીમાં વહેલી તકે સફળતા મળી જાય છે. કોઈ પણ વાતને તેમની તરફથી ફેરવીને કરતા તેમને ઘણું સારું આવડે છે. તેમની ચાલાકી તેમની વાણી ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે. આવો જાણીએ ઓગસ્ટ મહિનામાં જન્મ લેવા વાળા લોકોમાં બીજી કઈ કઈ વિશેષતા જોવા મળે છે.
ઓગસ્ટ મહિનામાં જન્મ લેવા વાળા સ્વભાવથી કંજૂસ હોય છે. તેમનો એ સ્વભાવ તેને ધનવાન બનાવે છે. આ મહિનામાં જન્મ લેવા વાળા બુદ્ધિશાળી હોય છે. તેમની બુદ્ધિના બળ ઉપર જ તે સમાજમાં તેમની એક અલગ છાપ ઉભી કરે છે. સમાજના ભલા માટે કામમાં તેમની ઘણી સક્રિયતા જોવા મળે છે. ભલાઈના કામમાં તેમનો સ્વાર્થ છુપાયેલો હોય છે.
તમે વધુ લોકો સાથે મિત્રતા કરવામાં વિશ્વાસ નથી રાખતા. તમારા પસંદગીના મિત્ર હોય છે. એ વાત નકારી નથી શકાતી કે તમારામાં ગજબની પ્રતિભા છુપાયેલી હોય છે. તમે કળા, સાહિત્ય અને જુદી જુદી રચનાત્મક વિદ્યાઓમાં તમે તમારી અલગ ઓળખ ઉભી કરો છો. તમારી અંદર સોંદર્ય બોધ કમાલનો છે. તમે તમારી મરજીના માલિક છો. તમે સ્પષ્ટવાદી હો છો. ઘણી વખત એ ટેવ તમને મુશ્કેલીમાં મૂકી દે છે.
આર્થિક બાબતોમાં તમે ઘણા અલગ હો છો. તમારો અર્થ પ્રધાન દ્રષ્ટિકોણ છે. તમે તમારી કોડી કોડીનો હિસાબ રાખો છો. જ્યાં સુધી પ્રેમની બાબત છે, તો તમે સંબંધમાં ઘણા વધુ મહત્વ નથી આપતા. ક્યારે ક્યારે તો સંબંધોથી વધુ પૈસા તમારા માટે પ્રિય બની જાય છે.
જો તેમના લકી નંબરની વાત કરીએ તો 2,5 અને 9 નંબર તેમના માટે ભાગ્યશાળી માનવામાં આવે છે. તે સ્લેટી, ગોલ્ડન અને રેડ રંગ માટે લકી માનવામાં આવે છે. તે રવિવાર અને શુક્રવાર તેમના માટે શુભ દિવસ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આરોગ્ય માટે માણેક, ભાગ્યોદય માટે મૂંગા અને જો ચામડીના રોગ કે ગુપ્ત રોગ પરેશાન કરી રહ્યા હોય તો પુખરાજ ધારણ કરવો જોઈએ.
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.