આ રીતે ઘરમાં કરો ગણપતિની મૂર્તિની સ્થાપના, નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવેલી આ વાસ્તુ ટીપ્સનું રાખો ખાસ ધ્યાન.
દર વર્ષે ભાદરવા માસના સુદ પખવાડિયાની ચોથથી આખા દેશમાં ગણેશોત્સવની શરુઆત થાય છે. આ તહેવારની ખાસ વાત એ છે કે તેને 11 દિવસ સુધી ઉજવવામાં આવે છે. દેશના નાના મોટા દરેક શહેર અને ગામમાં દરેક જગ્યાએ ગણેશ મંડપ લગાવવામાં આવે છે. એટલું જ નહિ, ઘણા લોકો ઘરમાં પણ આ દિવસે ગણપતિ મૂર્તિની સ્થાપના કરે છે. પણ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે ઘરે ગણપતિ સ્થાપના કેવી રીતે કરવી જોઈએ?
વાસ્તુ શાસ્ત્રમાં ઘરે ગણપતિ સ્થાપના સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો જણાવવામાં આવી છે, જેની ઉપર વાસ્તુ નિષ્ણાંત અને એસ્ટ્રોલોજર રિદ્ધી બહલ સાથે વાત કરવામાં આવી. રિદ્ધીજી જણાવે છે કે, જયારે આપણા ઘરમાં કોઈ ગેસ્ટ આવે છે, તો આપણે તેમની પસંદ અને નાપસંદની પુરતી કાળજી રાખીએ છીએ. ગણેશ ઉત્સવમાં તો સાક્ષાત ભગવાન જ આપણા ગેસ્ટ બનીને આવે છે, તો તે વખતે તેમને શું પસંદ છે તે બાબતોનું ધ્યાન રાખવાથી તમને તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
રિદ્ધીજીએ વાસ્તુ ટીપ્સ પણ જણાવી છે, જેને ગણપતિ સ્થાપના વખતે ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જાની સાથે સાથે સુખ સમૃદ્ધીનો પણ પ્રવેશ થાય છે.
ડેકોરેશન માટે વાસ્તુ ટીપ્સ : ગણપતિની મૂર્તિની સ્થાપના સાથે જોડાયેલું સૌથી પહેલું સ્ટેપ છે કે તમે તમારા ઘરમાં તેમની સ્થાપના માટે એક યોગ્ય સ્થાન તૈયાર કરો. મોટાભાગે લોકો ગણપતિની મૂર્તિની સ્થાપના કરતા પહેલા ઘરની સજાવટ કરે છે.
રિદ્ધીજી કહે છે કે, સજાવટમાં અસલી ફૂલનો જ ઉપયોગ કરો. જરૂરી નથી કે તમે ઘણા બધા ફૂલ સજાવટમાં લગાવી દો. ભલે તમે ગણપતિની મૂર્તિ ઉપર એક ફૂલ જ ચડાવો, પણ તે અસલી હોવું જોઈએ. પ્લાસ્ટિકના ફૂલનો ક્યારેય પણ ઉપયોગ ન કરો. તેનાથી નેગેટીવ એનર્જીનો ઘરમાં પ્રવેશ થાય છે. સજાવટ માટે તમે કેળાના પાંદડા અને આસોપાલવના પાંદડાનો પણ ઉપયોગ કરી શકો છો.
વાસ્તુ શાસ્ત્રમાં કેળાના પાંદડા અને આસોપાલવના પાંદડાને શુભ માનવામાં આવે છે. બંને જ પાંદડા પૂજ્ય અને પવિત્ર માનવામાં આવે છે. જ્યાં કેળાના પાંદડામાં દેવગુરુ બૃહસ્પતીનો વાસ હોય છે, અને આસોપાલવના પાંદડા ઘરના તમામ વાસ્તુ દોષ દુર કરી દે છે.
આવી હોવી જોઈએ ગણપતિની મૂર્તિ : આજકાલ બજારમાં ગણપતિજીની ઘણા પ્રકારની મૂર્તિઓ તમને મળી જશે. ઇકો ફ્રેન્ડલીના નામ ઉપર ફૂલ, પત્તા, કાગળ વગેરે સાથે જ ચોકલેટ, દાળ અને લાડુની મૂર્તિઓ પણ બની રહી છે. ધાર્મિક દ્રષ્ટિએ ગણપતિની મૂર્તિ કેવી હોવી જોઈએ તેના વિષે રિદ્ધિજી જણાવે છે કે, શુદ્ધ માટી માંથી બનેલી મૂર્તિની જ સ્થાપના કરો. તે પણ ઇકો ફ્રેન્ડલી હોય છે અને પાણીમાં સરળતાથી ઓગળી જાય છે. નદી કાંઠાની માટી માંથી બનેલી મૂર્તિ ઘરમાં ધન ધાન્ય લઈને આવે છે.
એટલું જ નહિ, ઘણા લોકો તે વાત ઉપર પણ વધુ ધ્યાન આપે છે કે ગણેશ મૂર્તિનો રંગ કેવો હોવો જોઈએ, અને તે કેવા પ્રકારની બનેલી હોવી જોઈએ? તેની ઉપર રિદ્ધીજી જણાવે છે કે, વાસ્તુ શાસ્ત્રમાં એવું કોઈ વર્ણન નથી કરવામાં આવ્યું કે ગણપતિ મૂર્તિ કેવા રંગની હોય કે પછી તેનો આકાર પ્રકાર વિશેષ હોય.
ભગવાન ગણેશનું વાહન ઉંદર છે, જો મૂર્તિમાં ઉંદર હોય છે તો તે સારી વાત છે અને જો નથી હોતી તો તેમાં કોઈ વાંધો નથી. ગણેશજી બેઠા છે ઈભા થયેલા છે, દરેક પ્રકારની મૂર્તિની સ્થાપના ઘરે કરી શકાય છે. પણ એ વાતનું ધ્યાન રાખો કે મૂર્તિ પૂરી હોય. માત્ર ગણપતિજીનું મોઢું ન હોય, એવી મૂર્તિને અધુરી માનવામાં આવે છે અને તે શો પીસ તો હોઈ જ શકે છે, પણ તેની પૂજા પણ નથી કરી શકાતી.
આ દિશામાં કરો ગણપતિની મૂર્તિની સ્થાપના : વાસ્તુની ગણતરીએ પૂજા પાઠ કરવા માટે ઉત્તર-પૂર્વ દિશાને સૌથી શુભ માનવામાં આવે છે. જો તમે આ દિશામાં પૂજા પાઠની વ્યવસ્થા ન કરી શકો, તો તમારે પૂર્વ દિશા પસંદ કરવી જોઈએ.
રિદ્ધીજી જણાવે છે, પૂર્વ દિશાને ઉગતા સૂર્યની દિશા માનવામાં આવે છે, એટલા માટે પૂજા પાઠ માટે આ દિશા પણ શુભ છે. તે ઉપરાંત તમે ઉત્તર દિશાને પણ પૂજા કે પૂજા સંબંધિત કોઈ પણ કાર્ય માટે પસંદ કરી શકો છો. જો ગણપતિની મૂર્તિની સ્થાપના દક્ષિણ-પશ્ચિમ દિશામાં ક્યારે પણ ન કરો. દક્ષિણ દિશામાં પણ મૂર્તિની સ્થાપના ન કરો. જો કોઈ પણ વ્યવસ્થા ન થઇ શકે તો ઉત્તર-પશ્ચિમ દિશામાં તમે મૂર્તિની સ્થાપના કરી શકો છો.
પૂજા દરમિયાન રાખો આ બાબતોનું ધ્યાન :
મૂર્તિની સ્થાપના એવી રીતે કરો કે જયારે તમે પૂજા માટે બેસો તો તમારો ચહેરો ઉત્તર-પૂર્વ તરફ હોય.
ગણપતિજીની આરતી તેમના ચરણોથી શરુ કરો અને પછી નાભીની આરતી કરો, પછી છેલ્લે તેમના મુખની આરતી થવી જોઈએ.
સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખો. રોજ તાજા ફૂલ ગણપતિજી ઉપર ચડાવો.
જ્યાં તમે મૂર્તિ રાખી છે ત્યાં અંધારું જરાપણ ન હોવું જોઈએ. જો તમે અખંડ દીવો પ્રગટાવી નથી શકતા, તો તમારે પ્રકાશની એવી વ્યવસ્થા કરવી જોઈએ કે દર વખતે મૂર્તિની આસ પાસ અજવાળું રહે.
ગણેશ ઉત્સવની તમને બધાને શુભકામનાઓ. આશા રાખીએ કે તમે પણ આ ઉત્સવ ઉજવવાની તૈયારીઓ શરુ કરી દીધી હશે. તેથી વાસ્તુ નિષ્ણાંત રિદ્ધિ બહલ દ્વારા જણાવવામાં આવેલી આ ટીપ્સ તમને ઘણી કામ લાગશે.
જો તમને આ આર્ટિકલ સારો લાગ્યો હોય તો તમારા મિત્રો, સંબંધિઓને ફેસબુક ઉપર જરૂર શેર કરશો જેથી તે પણ આ બાબતથી વાકેફ થઇ શકે. અને આવા પ્રકારના બીજા આર્ટિકલ વાંચવા માટે અમારી જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.
આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.