શુક્રવાર, ઓગસ્ટ 12, 2022
Homeધર્મગુજરાતમાં આવેલું છે 800 વર્ષ જૂનું શિવાલય, અહીં મંદિરમાં સૂર્યના કિરણો કરે...

ગુજરાતમાં આવેલું છે 800 વર્ષ જૂનું શિવાલય, અહીં મંદિરમાં સૂર્યના કિરણો કરે છે શિવજીનો અભિષેક.


7 ફૂટના શિવલિંગવાળા આ મંદિરનો ઉપરનો ભાગ હંમેશા રહે છે ખુલ્લો, શિવજીએ ભક્તને સપનામાં જણાવ્યું હતું તેનું કારણ.

દક્ષીણ ગુજરાતના વલસાડ જીલ્લામાં વાંકી નદીના કાંઠે વસેલું છે અબ્રામા ગામ. અહિયાં બિરાજમાન છે પ્રાચીન અલૌકિક તડકેશ્વર મહાદેવ. ભોલેનાથના આ મંદિર ઉપર શિખરનું નિર્માણ શક્ય નથી, એટલા માટે સૂર્યના કિરણો સીધા શિવલિંગનો અભિષેક કરે છે.

1994 માં થયો હતો જીર્ણોદ્ધાર : 1994 માં મંદિરનો જીર્ણોદ્ધાર કરી 20 ફૂટની ગોળાકાર આકૃતિમાં ખુલ્લા શિખરનું નિર્માણ કરવામાં આવ્યું. શિવ ભક્ત-ઉપાસક દરેક સમયે અહિયાં દર્શન કરી ધર્મલાભ પ્રાપ્ત કરવા આવે છે. પવિત્ર શ્રાવણ માસ અને મહાશિવરાત્રી ઉપર અહિયાં વિશાળ મેળો ભરાય છે.

800 વર્ષ જુના આ અલૌકિક મંદિર વિષે ઉલ્લેખ મળે છે કે, એક ગોવાળે જોયું કે તેની ગાય દરરોજ ઝુંડથી અલગ થઈને ગાઢ જંગલમાં જઈને એક જગ્યાએ ઉભી રહીને પોતાની જાતે દૂધની ધારા પ્રવાહિત કરે છે. ગોવાળે અબ્રામાં ગામ જઈને ગામ લોકોને પોતાની સફેદ ગાય દ્વારા ગાઢ જંગલમાં એક પવિત્ર સ્થળ ઉપર પોતાની જાતે દુગ્ધાભિષેક કરવાની વાત જણાવી. શિવ ભક્ત અને ગામ લોકોએ ત્યાં જઈને જોયું તો પવિત્ર સ્થળના ગર્ભમાં એક પાવન શીલા બિરાજમાન હતી.

પછી શિવ ભક્ત ગોવાળે દરરોજ ગાઢ જંગલમાં જઈને શીલા અભિષેક પૂજા શરુ કરી દીધી. ગોવાળની અતુટ શ્રદ્ધા ઉપર શિવજી પ્રસન્ન થયા. શિવજી એ ગોવાળના સપનામાં આવ્યા અને આદેશ આપ્યો કે, ઘનઘોર વનમાં આવીને તારી સેવાથી હું પ્રસન્ન છું. હવે મને અહિયાંથી દુર બીજા કોઈ પવિત્ર સ્થળ ઉપર લઇ જઈને સ્થાપિત કરો. પછી ગોવાળે ગામ લોકોને સપનામાં મળેલા આદેશની વાત જણાવી.

ક્યારેય બની ન શક્યું શિખર : ગોવાળની વાત સાંભળીને બધા શિવ ભક્ત અને ગામ લોકો વનમાં ગયા. પાવન સ્થળ ઉપર ગોવાળની દેખરેખમાં ખોદકામ કરવામાં આવ્યું તો તે શીલા સાત ફૂટના શિવલિંગના રૂપમાં નીકળી. પછી ગામ લોકોએ પાવન શીલાની વર્તમાન તડકેશ્વર મંદિરમાં વિધિ પૂર્વક પ્રાણ પ્રતિષ્ઠિત કર્યા. સાથે જ ચારે તરફ દીવાલ બનાવી ઉપર છાપરું નાખ્યું. ગામ લોકોએ જોયું કે, થોડા જ સમયમાં તે છાપરું સ્વયં જ ઓગળીને સ્વાહા થઇ ગયું.

એવું વારંવાર થતું ગયું અને ગામ લોકો વારંવાર પ્રયત્ન કરતા રહ્યા. પછી ભગવાને ફરી ગોવાળને સપનામાં જણાવ્યું કે, હું તડકેશ્વર મહાદેવ છું. મારી ઉપર કોઈ છાપરાનું આવરણ ન બનાવો. પછી ગામ લોકોએ શિવજીના આદેશને શીરોમાન્ય રાખી મંદિર બનાવરાવ્યું પણ શિખર વાળો ભાગ ખુલ્લો રાખ્યો જેથી સૂર્યના કિરણો હંમેશા શિવલિંગ ઉપર અભિષેક કરે છે, જે શિવજીને પ્રિય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular