દેવોના દેવ મહાદેવને બીલીપત્ર ખુબ ગમે છે એ તો તમે જાણો છો, પણ શું તેની પાછળનું કારણ તમને ખબર છે?
સનાતન ધર્મના અનુયાયીઓ માટે શ્રાવણ મહિનો શ્રદ્ધા અને ભક્તિનો મહિનો હોય છે. તેઓ આ આખા મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે અને એ તમામ પ્રયત્ન કરે છે કે જેના દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય. ભગવાન શિવને તમામ દેવતાઓમાં સૌથી જલ્દી પ્રસન્ન થતા દેવતા માનવામાં આવે છે.
કેટલીક વસ્તુ તેમને વધુ પ્રિય છે જે અર્પણ કરવા માત્રથી તેઓ પોતાના ભક્તોના બધા દુઃખ હરી લે છે. આ વસ્તુઓ માંથી એક વસ્તુ છે બીલીપત્ર. પણ શું તમને ખબર છે કે, ભગવાન શિવને બીલીપત્ર આટલા પ્રિય કેમ છે? આવો આજે આ લેખમાં તેની જાણકારી મેળવીએ. તેની સાથે જ અમે તમને આ લેખમાં એ પણ જણાવવાના છીએ કે, મહાદેવ ઉપર બીલીપત્ર ચડાવવા સાથે જોડાયેલા નિયમ કયા છે?
કેમ પ્રિય છે મહાદેવને બીલીપત્ર?
જે રીતે તમારા મનમાં બીલીપત્ર મહાદેવને કેમ પ્રિય હોય છે તેના પ્રત્યે જીજ્ઞાસા જાગી હશે. બસ એજ રીતે માતા પાર્વતીની અંદર પણ એ વાતની જીજ્ઞાસા હતી કે ખરેખર મહાદેવને બીલીપત્ર આટલા પ્રિય કેમ છે? તેથી પ્રભુએ પોતે માતા પાર્વતીની જીજ્ઞાસાને શાંત કરતા તેમને જણાવ્યું હતું કે, બીલીપત્ર તેમને એટલા માટે પ્રિય છે? કેમ કે તેના ત્રણે પાંદડા ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ સમાન છે.
બીલીપત્રને ભગવાન શિવે પોતાની જટા સમાન ગણાવ્યા છે. તેમણે માતા પાર્વતીને જણાવ્યું કે બીલીનું ઝાડ પૃથ્વીલોક ઉપર દેવલોકમાં રહેલા કલ્પવૃક્ષ સમાન છે. તે ઉપરાંત માતા મહાલક્ષ્મીએ શૈલ પર્વત ઉપર બીલીપત્રના વૃક્ષનું રૂપ ધારણ કર્યું હતું, એ કારણથી પણ બીલીપત્રના પાંદડા ભગવાન મહાદેવને અતિ પ્રિય છે.
એક બીજી માન્યતા મુજબ બીલીપત્રની ઉત્પત્તિ માતા પાર્વતીના માથા ઉપરથી મદાર પર્વત ઉપર પડેલા પરસેવા માંથી થઇ છે. તે ઉપરાંત માન્યતા છે કે, બીલીપત્રના વૃક્ષના મૂળમાં ગિરજા, થડમાં મહેશ્વરી, ડાળીમાં દક્ષાયણી, પાંદડામાં પાર્વતી અને ફૂલમાં ગૌરીનો વાસ છે. આ બધા કારણો સર મહાદેવને બીલીપત્ર ઘણું પ્રિય છે.
સામાન્ય માન્યતા એ પણ છે કે, બીલીપત્રમાં મુખ્ય ભાગમાં તમામ તીર્થોનો વાસ છે, તેથી મહાદેવને બીલીપત્ર અર્પણ કરવાથી તમામ તીર્થ સ્થળોની યાત્રાનું ફળ પ્રાપ્ત થઇ જાય છે. આવો જાણીએ કે ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવા સાથે જોડાયેલા જરૂરી નિયમ કયા છે?
મહાદેવને બીલીપત્ર અર્પણ કરતી વખતે ધ્યાન રાખો આ બાબતો :
ભગવાન શિવ ઉપર હંમેશા તે બીલીપત્ર અર્પણ કરવા જોઈએ જેના ત્રણ પાંદડા એક સાથે જોડાયેલા હોય.
ભગવાન શિવને અર્પણ કરવામાં આવતા બીલીપત્ર ક્યારે પણ તૂટેલા ન હોય અને સાથે જ તેમાં કોઈ પણ પ્રકારના કોઈ છિદ્ર પણ ન હોવા જોઈએ.
બીલીપત્ર સોમવારના દિવસે તોડવા ઉપર પ્રતિબંધ માનવામાં આવે છે. તેથી જો તમે સોમવારના દિવસે ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવા માગો છો, તો તેના એક દિવસ પહેલા જ બીલીપત્ર તોડીને રાખી લો.
બીલીપત્ર ક્યારેય પણ અપવિત્ર નથી થતા. તમે મહાદેવને અર્પણ કરેલા બીલીપત્ર ફરી વખત ધોઈને પાછા તે બીલીપત્ર અર્પણ કરી શકો છો. સમાન ફળ પ્રાપ્ત થશે.
ભગવાન શિવને જયારે પણ બીલીપત્ર અર્પણ કરો તો ધ્યાન રાખો કે, જે તરફ બીલીપત્રની ચીકણી સપાટી હોય, તે તરફથી મહાદેવની ઉપર બીલીપત્ર મુકવામાં આવે છે.
શિવલિંગ ઉપર બીલીપત્ર હંમેશા જળાભિષેક કરીને અર્પણ કરો.
શિવલિંગ ઉપર બીલીપત્ર હંમેશા અનામિકા, મધ્યમાં અને અંગુઠાનો ઉપયોગ કરીને અર્પણ કરવા જોઈએ.
આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.