ગુરુવાર, જૂન 1, 2023
Homeધર્મતમામ સમસ્યાઓ થશે દુર, રક્ષાબંધનના દિવસે કરી લો આ ઉપાય. |

તમામ સમસ્યાઓ થશે દુર, રક્ષાબંધનના દિવસે કરી લો આ ઉપાય. |


રક્ષાબંધનના આ ઉપાય કરી શકે છે તમારા જીવનમાં આવતી સમસ્યાઓને દૂર, જાણો કયા ઉપાય કરવા?

હિંદુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર ખુબ જ પવિત્ર અને વિશેષ માનવામાં આવે છે. આ પર્વ દર વર્ષે શ્રાવણ માસની પુનમ તિથીના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પવિત્ર તહેવાર 22 ઓગસ્ટ 2021, રવિવારના રોજ આવી રહ્યો છે. તેથી દરેક ઘરમાં તેની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા ઉપર રાખડી બાંધીને તેની લાંબી ઉંમર અને સુખી જીવનની કામના કરે છે. તો ભાઈ પણ પોતાની બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ બહેનોએ ભદ્રા અને રાહુ કાળમાં ક્યારે પણ ભાઈઓને રાખડી બાંધવી જોઈએ નહિ. જોકે આ વખતે રક્ષાબંધનના દિવસે ભદ્રા કાળ નથી લાગી રહ્યો. અને જો તમે આ વિશેષ પર્વ ઉપર જ્યોતિષ મુજબ કેટલાક ઉપાય કરો છો તો તેનાથી ભાઈ બહેનના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દુર થઇ જશે. આવો જાણીએ આ ઉપાયો વિષે.

જો તમે આર્થીક સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો તો રક્ષાબંધનના દિવસે ભાઈ પોતાની બહેનના હાથે એક ગુલાબી રંગના કપડામાં ચોખા, સોપારી અને એક રૂપિયાનો સિક્કો લઇ લે. અને તે કપડાને પોતાની તિજોરીમાં રાખી લે. શાસ્ત્ર મુજબ આ ઉપાય કરવાથી તમારા જીવન માંથી આર્થિક સમસ્યા વહેલી તકે દુર થઇ જશે.

આ વિશેષ પર્વ ઉપર જો બહેનો ઈચ્છે તો પોતાના ભાઈની ઉપરથી નજર દોષને પણ દુર કરી શકે છે. તેના માટે બહેનો ફટકડી લે અને તેને સાત વખત પોતાના ભાઈની ઉપરથી ઉતારી લે. હવે આ ફટકડીને કોઈ સળગતા ચુલામાં સળગાવી દે. જો ચૂલો નથી તો તેને તમે કોઈ ચારરસ્તા ઉપર ફેંકી આવો. પણ ધ્યાન રાખો કે એમ કરતી વખતે કોઈ પણ તમને ટોકે નહિ.

જો જીવનમાં ઘણી તકલીફો એક સાથે આવી ગઈ છે તો તમે દેવતાઓને પણ રાખડી બાંધો. એમ કરવાથી તમારી તમામ તકલીફો દુર થશે. આ દિવસે સૌથી પહેલા તમે ભગવાન ગણેશજીને રાખડી બાંધો. એમ કરવાથી ભાઈ બહેન વચ્ચે ચાલી રહેલા મતભેદ દુર થઇ જાય છે. હનુમાનજીને રાખડી બાંધવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવે છે.

ચંદ્રદોષ માંથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ પુનમના દિવસે ચંદ્રદેવની પૂજા કરો. એમ કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે ऊॅं सोमेश्वराय नमः ના જાપ કરવા જોઈએ. એમ કરવાથી તમારી તમામ તકલીફો દુર થઇ જશે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular