જાણો કયારે છે નાગ પંચમી? અને તે કયો યોગ છે જેની તમામ રાશિઓ પર થશે સારી-ખરાબ અસર.
નાગ પંચમી ઉપર આ વર્ષે દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. રાહુ કેતુ અને કાલ સર્પ દોષ સાથે જોડાયેલો આ મહાસંયોગ 108 વર્ષ પછી ઉભો થઇ રહ્યો છે. જ્યોતિષીઓ મુજબ, નાગ પંચમી ઉપર આ વખતે યોગ ઉત્તરા અને હસ્ત નક્ષત્રનો મહાસંયોગ બની રહ્યો છે. આ દિવસે કાલ સર્પ દોષ માંથી મુક્તિ માટે પરીગણિત અને શિન નામના નક્ષત્ર પણ બની રહ્યા છે. જેની અસરથી મેષ, વૃષભ, કર્ક અને મકર રાશિના લોકોને ધન લાભ મળવાની સંભાવના વધશે.
નાગ પંચમી આ વર્ષે શુક્રવાર, 13 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આવો તમને જણાવીએ કે નાગ પંચમી ઉપર ઉભા થઇ રહેલા આ દુર્લભ સંયોગ તમામ રાશિઓ ઉપર કેવી અસર કરશે.
મેષ – મેષ રાશિના લોકો માટે ધન લાભના યોગ ઉભા થશે. સંતાન પક્ષની પ્રગતિ થશે. લાંબા સમયથી ચાલતી ચિંતાઓનો ઉકેલ નીકળશે. આ રાશિના લોકો નાગ પંચમી ઉપર અનંત નાગની પૂજા કરે.
વૃષભ – આર્થિક સ્થિતિ નબળી રહેશે. સંપત્તિનો પણ લાભ થઇ શકે છે. નવા કામની શરુઆત થઇ શકે છે. વૃષભ રાશિના લોકો નાગ પંચમી ઉપર કુલીગ નાગની પૂજા કરે.
મિથુન – મિથુન રાશિના લોકોએ આરોગ્યનું ધ્યાન રાખવું પડશે. કુટુંબમાં વાદ વિવાદ થઇ શકે છે. નાગ પંચમી ઉપર આ રાશિના લોકોએ વાસુકી નાગની પૂજા કરવી જોઈએ.
કર્ક – કર્ક રાશિ વાળાને નોકરીમાં નવી તકો મળશે. વેપારમાં લાભ થવાની સંભાવના છે. ખોટા વિવાદોથી દુર રહો. શંખપાલ નાગની પૂજા કરવાથી આ રાશિના લોકોને લાભ થશે.
સિંહ – સિંહ રાશિના લોકો માનસિક રીતે મજબુતીનો અનુભવ કરશે. તમારા અટકેલા કામ પુરા થશે. સંપત્તિના લાભ પણ થઇ શકે છે. આ દિવસે તમારે પદ્મ નાગની પૂજા કરવી જોઈએ.
કન્યા – કન્યા રાશિ વાળા માટે નાના પ્રવાસના યોગ છે. કારકિર્દીના લાભ થઇ શકે છે. ધન લાભના પણ યોગ ઉભા થઇ રહ્યા છે. આ રાશિના લોકોએ મહાપદ્મ નાગની પૂજા કરવાથી ફાયદો થશે.
તુલા – તુલા રાશિ વાળા પોતાના આરોગ્યનું વિશેષ ધ્યાન રાખે. કોઈ પણ પ્રકારના વહેમમાં ન રહે. શિવજીને જળ અર્પણ કરે. સાથે જ તક્ષક નાગની પૂજા જરૂર કરે.
વૃશ્ચિક – વૃશ્ચિક રાશિ વાળા પોતાની જવાબદારીથી ભાગશે. બિનજરૂરી તણાવ લઇ શકે છે. આમ તો જીવનસાથીને લાભના યોગ છે. તેમણે નાગ પંચમી ઉપર કર્કોટગ નાગની પૂજા કરવી જોઈએ.
ધનુ – કારકિર્દીમાં થોડા ફેરફાર આવી શકે છે. કુટુંબમાં વ્યસ્તતા રહેશે. ધનની સ્થિતિમાં સુધારો આવી શકે છે. આ રાશિના લોકો શંખચૂર્ણ નાગની પૂજા કરે.
મકર – માનસિક તણાવ દુર થશે. ધનની સ્થિતિ સારી રહેશે. કારકિર્દીમાં પરિવર્તનની સ્થિતિ છે. મકર રાશિના લોકોએ નાગ પંચમી ઉપર ઘા તક નાગની પૂજા કરવી જોઈએ.
કુંભ – કુંભ રાશિના લોકોએ આરોગ્યનું ધ્યાન રાખવું પડશે. ખોટી ચિંતાઓથી દુર રહો. શિવજીને જળ અર્પણ કરો. સાથે જ વિષધર નાગની પૂજા જરૂર કરો.
મીન – મીન રાશિ વાળાના નોકરીમાં ફેરફારના યોગ છે. નાનો પ્રવાસ થઇ શકે છે. શિક્ષણની બાબતોમાં સફળતા મળશે. આ રાશિના લોકોએ શેષનાગની પૂજા કરવી જોઈએ.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.