બુધવાર, જૂન 7, 2023
Homeધર્મશિવજીને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસમાં આ ઉપાયો અજમાવી જુઓ, મનપસંદ ફળ...

શિવજીને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસમાં આ ઉપાયો અજમાવી જુઓ, મનપસંદ ફળ મળશે.


શ્રાવણ માસમાં અપનાવો આ જરૂરી ઉપાય, દુર થશે તમામ પ્રકારની અડચણો.

શ્રાવણ માસમાં ભગવાન શંકરને પ્રસન્ન કરી પોતાની મનોકામના પૂરી કરવા માટે શ્રદ્ધાળુઓ ન જાણે કેટ કેટલા જતન કરે છે. પણ પ્રભુના સૌથી પ્રિય મહિનામાં તેમને પ્રસન્ન કરવા માટે ખુબ જ સામાન્ય ઉપાય પણ રહેલા છે, જે વિધિ પૂર્વક કરીને તન, મન અને ધનની અડચણો દુર કરી શકાય છે. આવો તમને તે ઉપાય વિષે જણાવીએ.

શ્રાવણ માસમાં રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી મંદિર કે ઘરમાં જ ભગવાન શિવનો જળાભિષેક કરો. સાથે જ ‘ऊं नम: शिवाय’ મંત્રના મનમાં જાપ કરો.

શ્રાવણ માસમાં દરરોજ ઘર કે આસપાસ લાગેલા બીલીપત્રના ઝાડ માંથી 21 પાંદડા ઉપર ચંદનથી ‘ऊं नम: शिवाय’ લખીને શિવલિંગ ઉપર અર્પણ કરો.

શ્રાવણ માસમાં રોજ શિવલિંગ ઉપર કેસર વાળું દૂધ ચડાવવાથી છોકરા હોય કે છોકરી બંનેના લગ્નની અડચણો દુર થઇ જશે.

ઘરમાં જો નકારાત્મક શક્તિઓથી બચવું છે તો શ્રાવણ માસમાં રોજ સવારે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરી ધૂપ પ્રગટાવો.

શ્રાવણ માસમાં ગરીબોને ભોજન કરાવવું જોઈએ, તેનાથી પણ ભોલેનાથ પ્રસન્ન થાય છે. તેનાથી ઘરમાં અન્નની અછત નથી રહેતી. પિતૃને પણ શાંતિ મળે છે.

તમારી કમાણી વધારવા માટે શ્રાવણ માસમાં કોઈ પણ દિવસે ઘરમાં પારદ શિવલિંગની સ્થાપના કરી વિધિ પૂર્વક પૂજા કરો. ऐं ह्रीं श्रीं ऊं नम: शिवाय: श्रीं ह्रीं ऐं’ મંત્રના 108 વખત જાપ કરો અને સાથે બીલીપત્ર ચડાવો.

બીલીપત્રના ત્રણ પાંદડા ઉપર લાલ ચંદનથી ક્રમશઃ ऐं, ह्री, श्रीं લખો અને તેને શિવલિંગ પર ચડાવો. આ રીતે 108 મું બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવ્યા પછી તેને કાઢીને ઘરમાં પૂજા વાળા સ્થાન ઉપર રાખીને તેની રોજ પૂજા કરો.

આ મહીને ઘઉંના લોટ માંથી 11 શિવલિંગ બનાવો. દરેક શિવલિંગનો શિવ મહિમ્ન સ્ત્રોતથી 11 વખત જળાભિષેક કરો.

શ્રાવણ માસના સોમવારે પાણીમાં દૂધ અને કાળા તલ ભેળવીને શિવલિંગનો અભિષેક કરવાથી બીમારીઓ દુર થાય છે. ભગવાનના અભિષેક માટે તાંબાના વાસણ સિવાય કોઈ પણ ધાતુનો ઉપયોગ કરી શકાય છે.

શ્રાવણ માસમાં નદી કે તળાવમાં જઈને માછલીઓને લોટની ગોળીઓ ખવરાવો. તે દરમિયાન મનમાં ભગવાન શિવનું ધ્યાન કરતા કરતા જાપ કરો. મનપસંદ ફળ મળશે.

આ માહિતી એબીપી લાઈવ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular