શુક્રવાર, ઓગસ્ટ 12, 2022
Homeધર્મશિવલિંગ ઉપર ભૂલથી પણ ન ચડાવો આ 6 વસ્તુઓ, માનવામાં આવે છે...

શિવલિંગ ઉપર ભૂલથી પણ ન ચડાવો આ 6 વસ્તુઓ, માનવામાં આવે છે અશુભ.


શ્રાવણમાં શિવજીની પૂજા કરતી વખતે ના કરશો આ ભૂલ, શિવજી થઈ શકે છે નારાજ.

શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત છે. આ આખા મહીને ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસોમાં શિવલિંગ ઉપર બીલીપત્ર, ધતુરો, ચંદન અને ચોખા ચડાવવાથી શંકર ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. તેમજ અમુક વસ્તુઓ એવી છે જે ભોલેનાથને અર્પણ કરવાની મનાઈ છે. એવું કહેવામાં આવે છે કે, શિવલિંગ ઉપર તે વસ્તુ ચડાવવાથી શંકર ભગવાન નારાજ થઇ શકે છે. આવો જાણીએ કઈ છે તે વસ્તુઓ?

હળદર – ઘણા દેવી-દેવતાઓની પૂજા પાઠમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. પણ શિવપૂજામાં હળદર નથી ચડાવવામાં આવતી. શાસ્ત્રો મુજબ, શિવલિંગ પૌરૂષનું પ્રતિક છે અને હળદરને સોંદર્ય પ્રસાધનની વસ્તુ માનવામાં આવે છે. હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુ અને સૌભાગ્ય સાથે પણ છે. એટલા માટે તે ભગવાન શિવને નથી ચડતી. શંકર ભગવાનને હળદર અર્પણ કરવાથી ચંદ્ર નબળો પડવા લાગે છે.

કંકુ કે સિંદુર – મહિલાઓ પતિના લાંબા આયુષ્યની કામના માટે સેંથામાં સિંદુર લગાવે છે. ઘણા લોકો તેને ભગવાન શિવને પણ અર્પણ કરે છે, જયારે શિવ પુરાણમાં તેમ કરવાની મનાઈ છે. શિવ પુરાણમાં મહાદેવને વિના શક બતાવવામાં આવ્યા છે, એ કારણે સિંદુર કે કુમકુમથી ભગવાન શિવની પૂજા નથી કરવામાં આવતી.

તુલસીના પાંદડા – પવિત્ર તુલસીનો ઉપયોગ ઘણા દેવી દેવતાઓની પૂજામાં ખાસ કરીને કરવામાં આવે છે. પણ શ્રાવણ માસ કે ભગવાન શિવની પૂજામાં તેનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે. પૌરાણીક કથાઓ મુજબ ભગવાન શિવે તુલસીના પતિ જાલંધરનો વ ધકર્યો હતો, જેનાથી ક્રોધિત થઇને તુલસીએ ભગવાન શિવને તેમના દૈવીય ગુણો વાળા પાંદડાથી વંચિત કરી દીધા હતા.

લાલ અને કેતકીના ફૂલ – મહાદેવની પૂજામાં લાલ ફૂલ ક્યારે પણ નથી ચડાવવામાં આવતા. એક કથા મુજબ ખોટું બોલવાને કારણે ભોલેનાથે કેતકીના ફૂલને શ્રાપ આપતા કહ્યું હતું કે, શિવલિંગ ઉપર કે શિવ પૂજામાં ક્યારે પણ કેતકીના ફૂલ અર્પણ નહિ કરવામાં આવે.

નારીયેળ પાણી – નારીયેળને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે તેનાથી શિવજીનો અભિષેક ક્યારે પણ નહીં કરવો જોઈએ. શિવલિંગ ઉપર ચડાવવામાં આવતી વસ્તુ ગ્રહણ કરવી પ્રતિબંધિત માનવામાં આવે છે. એટલા માટે પણ શિવ ઉપર નારીયેળનું પાણી ચડાવવાની મનાઈ છે.

શંખ – ભગવાન શિવે શંખચુડ નામના અસુરનો વ ધકર્યો હતો અમે શંખને તે અસુરનું પ્રતિક માનવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એટલા માટે વિષ્ણુ ભગવાનની પૂજા તો શંખથી થાય છે પણ ભગવાન શિવની નહિ. મહાદેવને ક્યારે પણ શંખથી જળ અર્પણ ન કરવું જોઈએ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular