બુધવાર, જૂન 7, 2023
Homeધર્મશું તમે જાણો છો શ્રીકૃષ્ણની સાસરી વિષે? અહીં જાણો તેની સાથે જોડાયેલી...

શું તમે જાણો છો શ્રીકૃષ્ણની સાસરી વિષે? અહીં જાણો તેની સાથે જોડાયેલી રોચક વાતો.


ક્યાં છે શ્રીકૃષ્ણનું સાસરિયું? જ્યાં જન્માષ્ટમી ઉપર થાય છે મથુરા વૃંદાવન જેવી ધૂમ.

જન્માષ્ટમીનું નામ સાંભળતા જ લોકોના મગજમાં ભગવાન શ્રીકૃષ્ણનું સાસરિયું ફરવા લાગે છે. કુદરકોટને શ્રીકૃષ્ણનું સાસરિયું માનવામાં આવે છે. કુદરકોટનું નામ પહેલા કુંદનપુર હતું. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા દેવી રુકમણીના હરણ પછી તેમના ભાઈએ અહિયાં હા થીઓના પ ગ નીચે લોકોને ક ચડી નાખ્યા હતા. આ ઘટના પછી તેનું નામ કુદરકોટ પડી ગયું. લોકોનું કહેવું છે કે, અહિયાં બનેલા મંદિરની એક ખાસ અને અલગ ઓળખ છે.

કેમ કૃષ્ણએ કરવું પડ્યું દેવી રુકમણીનું હરણ?

શ્રીકૃષ્ણના જન્મોત્સવના અવસર પર મથુરા અને વૃંદાવનમાં ધામધૂમથી જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. અને શ્રીકૃષ્ણના સાસરીવાળા પણ આ દિવસે પાછા નથી પડતા. કુદરકોટમાં પણ આ પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. પોતાના પ્રિય જમાઈનો જન્મદિવસ ઉજવવાને કારણે જ આ સ્થળને ખાસ ઓળખ મળી છે.

ઉત્તર પ્રદેશના ઔરૈયા જીલ્લાનું કુદરકોટ ગામ શ્રીકૃષ્ણના સાસરીયા તરીકે ઓળખાય છે. પૌરાણીક માન્યતાઓ મુજબ, ઔરૈયાનું કુદરકોટ ગામ દ્વાપરયુગના સમયે કુંદનપુર નામથી ઓળખવામાં આવતુ હતું. કુંદનપુર દેવી રુકમણીના પિતા રાજા ભીષ્મકની રાજધાની હતી અને રુકમણી અહિયાં માતા ગૌરીની પૂજા કરવા દરરોજ આ મંદિરે આવતા હતા.

પિતા ભીષ્મક દ્વારા શ્રીકૃષ્ણ સાથે રુકમણીના લગ્ન કરાવવાની વાત દેવી રુકમણીના ભાઈ રૂક્મીથી સહન ન થઇ. તેણે પોતાના સાળા શિશુપાલ સાથે રુકમણીના લગ્ન નક્કી કરી દીધા. દેવી રુકમણી શ્રીકૃષ્ણને ઘણી વ્હાલી હતી. એક દિવસ જ્યારે રુકમણી આ મંદિરમાં પૂજા કરવા આવ્યા ત્યારે શ્રીકૃષ્ણએ તેમનું હરણ કરી લીધું. તે સમયે માતા ગૌરી પણ આ મંદિર માંથી અદ્રશ્ય થઇ ગયા હતા. ત્યારથી આ મંદિરને અલોપા દેવી મંદિરના નામથી ઓળખવામાં આવે છે, અને કુદરકોટ ભગવાન શ્રીકૃષ્ણના સાસરીયાના નામથી પ્રસિદ્ધ થઇ ગયું.

અહિયાંના લોકો ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં જન્માષ્ટમીનું પર્વ ખુબ જ ધામધૂમ પૂર્વક ઉજવે છે. અહીં નજીકમાં ભગવાન શંકરનું મંદિર પણ આવેલું છે જેને ભયાનક નાથના નામથી ઓળખવામાં આવે છે. ભયાનક નાથ તરીકે ભગવાન શિવનું પ્રાચીન મંદિર પણ પોતાની અલગ શોભા પાથરી રહ્યું છે. 15 ઓગસ્ટ, 2018 ના રોજ ત્રણ સાધુઓનીહ ત્યાપછી કુદરકોટ ઘણું ચર્ચામાં રહ્યું હતું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular