પરણેલી મહિલાઓ શ્રાવણ મહિનામાં જરૂર કરો આ 6 કામ, મહાદેવ અને દેવી પાર્વતી થશે પ્રસન્ન, આપશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ.
શ્રાવણ માસ ભગવાન શિવની સાથે સાથે દેવી પાર્વતીની આરાધનાનો સમય કહેવાય છે. આ મહિનામાં માતા પાર્વતી અને મહાદેવની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂરી થઇ શકે છે. ધર્મ ગ્રંથોમાં આ માસને શ્રાવણ માસ કહેવામાં આવે છે જેનો અર્થ છે ધર્મ પ્રવચન સાંભળવા માટેનો મહિનો છે. એટલા માટે આ માસમાં ભગવાન શિવની કથાઓ કરવામાં આવે છે.
માન્યતા છે કે, જો પરણિત મહિલાઓ શ્રાવણ માસમાં રોજ 6 વિશેષ કામ કરે તો માતા પાર્વતી અત્યંત ખુશ થાય છે અને મહિલાઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ તે 6 કામ વિષે.
(1) રોજ સવારે સ્નાન કર્યા પછી શિવલિંગ ઉપર જળ ચડાવો. શ્રાવણ માસમાં આ નિયમનું પાલન કરવાથી મહાદેવ અને માં પાર્વતી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. આ કામ મહિલાઓ ઉપરાંત પુરુષ પણ કરી શકે છે.
(2) બંગડીઓને શૃંગારનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. શ્રાવણ માસ હરિયાળીથી ભરેલો હોય છે, તેથી આ મહિનામાં મહિલાઓએ લીલા રંગની બંગડીઓ પહેરવી જોઈએ. તેનાથી માં ગૌરી અત્યંત પ્રસન્ન થાય છે.
(3) શ્રાવણ માસમાં મહિલાઓએ સુહાગનો સામાન માતાને ચડાવવો જોઈએ અને દાન પણ કરવું જોઈએ. તેનાથી માતા ખુશ થાય છે અને અખંડ સૌભાગ્ય આપવાની સાથે પતિના દીર્ઘાયુના આશીર્વાદ આપે છે.
(4) શ્રાવણ માસમાં મહેંદી લગાવવી પણ ઘણું શુભ માનવામાં આવે છે. મહેંદી સુહાગની નિશાની છે. એટલા માટે આ માસમાં એક વખત મહેંદી જરૂર લગાવો. હરિયાળી તીજ ઉપર મહેંદી લગાવવાનું વિશેષ મહત્વ છે.
(5) મહાદેવને ભોલેનાથ પણ કહેવામાં આવે છે, કેમ કે તે ઘણા જલ્દી પ્રસન્ન થાય છે. અને શ્રાવણ માસમાં તેમને પ્રસન્ન કરવા વધુ સરળ હોય છે. મહાદેવની પ્રસન્નતા જોઈને માતા ગૌરી પણ અત્યંત ખુશ થાય છે. એટલા માટે શ્રાવણ માસમાં મહિલાઓએ મહાદેવના ભજન કરવા જોઈએ, તેનાથી તેને શિવ અને ગૌરી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે.
(6) શ્રાવણ માસમાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દુર રહેવું જોઈએ. આ મહીનો આનંદનો મહિનો હોય છે. તેમાં મહાદેવ અને માતાનું ધ્યાન કરવું જોઈએ જો ગુસ્સો આવે તો ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરો. તેનાથી ગુસ્સો શાંત થઇ જશે.
આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.