બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeધર્મશ્રીગણેશને અર્પણ કરો આ 5 વસ્તુઓ, તેનાથી ઘરમાં બની રહેશે સુખ-સમૃદ્ધિ અને...

શ્રીગણેશને અર્પણ કરો આ 5 વસ્તુઓ, તેનાથી ઘરમાં બની રહેશે સુખ-સમૃદ્ધિ અને દૂર થશે પૈસાની તંગી.


આ વર્ષે ગણેશોત્સવ દરમિયાન ગણપતિના આશીર્વાદ મેળવવા માટે તેમને અર્પણ કરો આ 5 વસ્તુઓ.

ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચોથથી ચૌદશ તિથી સુધી ગણેશોત્સવ ઉજવાય છે. આ 10 દિવસોમાં દરરોજ ભગવાન શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે અને વિવિધ ઉપાયોથી ભગવાન પ્રસન્ન થાય છે. આ વખતે આ ગણેશોત્સવ 10 સપ્ટેમ્બરથી શરૂ થયો છે જે 19 સપ્ટેમ્બર સુધી ઉજવાશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો આ 10 દિવસો દરમિયાન ભગવાન શ્રીગણેશને કેટલીક વિશેષ વસ્તુઓ અર્પણ કરવામાં આવે તો તેમની કૃપા જળવાઈ રહે છે, સાથે જ સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. એવો તે વસ્તુઓ વિશે જાણીએ.

દુર્વા : ભગવાન શ્રીગણેશની પૂજામાં દુર્વા વિશેષ રૂપથી અર્પણ કરવામાં આવે છે. ભગવાન શ્રીગણેશની પૂજા દુર્વા વિના શક્ય નથી. તેની સાથે જોડાયેલી ઘણી કથાઓ આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ જોવા મળે છે. કોઈપણ ભક્ત જે ભગવાન શ્રીગણેશને દુર્વા અર્પણ કરે છે, તેમની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ રહે છે.

મોદક કે લાડુ : ભગવાન શ્રીગણેશની પૂજા હોય અને ભોગ (થાળ) ની વાત ન આવે તે શક્ય નથી. આમ તો ભગવાન શ્રીગણેશને ભોગમાં કોઈપણ વાનગી અર્પણ કરી શકાય છે, પરંતુ મોદક અને લાડુ તેમને ખાસ પ્રિય છે. ભગવાન શ્રીગણેશ મોદક અને લાડુ અર્પણ કરવાથી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે. જો તે શક્ય ન હોય તો ભગવાન શ્રીગણેશને ગોળ પણ અર્પણ કરી શકાય છે.

હળદર : હિંદુ ધર્મમાં હળદરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેનો ઉપયોગ પૂજા વગેરેમાં થાય છે. ભગવાન શ્રીગણેશને હળદરની ગાંઠ ખાસ કરીને અર્પણ કરવામાં આવે છે. તેને હરિદ્રા પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન શ્રીગણેશને હળદર ચડાવવાથી મુશ્કેલીઓ ટળી જાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

સોપારી : ભગવાન શ્રીગણેશની પૂજામાં સોપારી પણ મૂકવામાં આવે છે. કેટલીકવાર, જો ગણેશજીની મૂર્તિ અથવા ફોટો ન હોય તો સોપારીને ભગવાન ગણેશનું સ્વરૂપ માનીને પૂજા કરવામાં આવે છે.

નાળિયેળ : તેને શ્રીફળ પણ કહેવાય છે. શ્રી એટલે લક્ષ્મી. ભગવાન શ્રીગણેશને નારિયેળ અર્પણ કરવાથી પૈસાની અછત નથી રહેતી અને પરિવારમાં ખુશીઓ જળવાઈ રહે છે. જો ધનની અછત હોય તો ભગવાન શ્રીગણેશને નારિયેળ અર્પણ કરવું જોઈએ.

આ માહિતી એશિયા નેટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular