જો તમને સપનામાં વારંવાર સાપ દેખાય છે તો આ ઉપાય કરી શકે છે તમારી મદદ, જાણો તેનાથી છુટકારો મેળવવા શું કરવું?
સપના માનવ જીવનનો એક અભિન્ન ભાગ છે, દુનિયામાં દરેક માણસને સપના આવે છે, પણ જે જન્મજાત આંધળા હોય છે માત્ર તે લોકો સપનાથી વંચિત રહી જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં માનવ સપનાનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે. એ સપના પાછળ ઘણા કારણ હોય છે, ક્યારેક ક્યારેક તો એક જ સપનું આપણને ઘણી વખત આવી ચુક્યું હોય છે. તેથી જ્યોતિષ શાસ્ત્રના માનવા મુજબ દરેક સપના આપણને કોઈને કોઈ સંકેત આપે છે.
ઘણા લોકોને સપનામાં વારંવાર સાપ જોવા મળે છે, તો બની શકે છે કે તમને પણ સપનામાં સાપ દેખાતા હોય. જો એવું છે, તો શાસ્ત્ર મુજબ તે તમારા માટે શુભ સંકેત નથી. આવો આજે આપણે તે ઉપાયો વિષે જાણીએ, જે કરી લીધા પછી તમને સપનામાં ક્યારેય પણ સાપના દર્શન નહિ થાય. આ ઉપાયોથી મળશે નાગના સપનાથી છુટકારો.
જો તમને પણ સપનામાં અવાર નવાર સાપ જોવા મળે છે તો તમારા માટે શુભ સંકેત નથી, એવામાં જરૂરી છે કે તમે તે સપનાથી વહેલામાં વહેલી તકે છુટકારો મેળવો.
તેના માટે ચાંદીનો નાગ બનાવડાવો. સાથે જ એક સ્વસ્તિક બનાવડાવો.
હવે આ ચાંદીના નાગને એક થાળીમાં રાખી દો અને સ્વસ્તિકને બીજી થાળીમાં રાખો. હવે તેની પૂજા કરો. પૂજા કરતી વખતે ચાંદીના નાગને કાચું દૂધ ચડાવો. અને સ્વસ્તિક ઉપર બીલીપત્ર ચડાવો.
હવે બંને થાળને સામે રાખીને ‘ऊॅं नागेंद्रहराय नमः’ ના જાપ કરો.
ત્યાર પછી ચાંદીના સાપને કોઈ મંદિરમાં જઈને શિવલિંગ ઉપર અર્પણ કરી દો.
સાથે જ સ્વસ્તિકને ગળામાં પહેરી લો.
જો તમે આ ઉપાય નાગપંચમીના દિવસે કરો છો તો તે ઘણું શુભ માનવામાં આવે છે.
નાગપંચમી ઉપર કરો આ પૂજા : જો તમે નાગના સપનાથી છુટકારો મેળવવા માંગો છો, તો આવનારી 13 ઓગસ્ટ તમારા માટે ઘણી જ શુભ સાબિત થઇ શકે છે. કેમ કે 13 ઓગસ્ટના રોજ નાગપંચમી આવી રહી છે. આ દિવસ તમે વ્રત રાખીને સાથે પૂજા પણ કરી શકો છો. તે દરમિયાન અષ્ટ નાગોની પૂજા કરવામાં આવે છે. તેના માટે તમારે ચતુર્થીના દિવસે જ ભોજન કરવાનું રહેશે અને ત્યાર પછી પાંચમના આખા દિવસે વ્રત રાખીને સાંજે પારણા કરવાના રહેશે.
હવે તમે જો નાગ દેવતાની પૂજા કરવા માંગો છો, તો તેના માટે નાગ દેવતાની મૂર્તિ કે ફોટાને એક ચોકી ઉપર રાખી દો. હવે તેની ઉપર હળદર, કંકુ, ચોખા અને ફૂલ ચડાવો. કાચા દૂધમાં ઘી અને સાકર ભેળવીને નાગ દેવતાને ચડાવો, આરતી કરો અને પછી કથા સાંભળો.
આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.