ગુરુ ગ્રહની ઉંધી ચાલથી આ રાશિના લોકોને થશે લાભ જ લાભ, આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળી શકે છે
આ સમયે દેવગુરુ ઉંધી ચાલ ચાલી રહ્યા છે. જ્યોતિષમાં દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, શિક્ષક, સંતાન, મોટા ભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, ધન, દાન, પુણ્ય અને બુદ્ધી વગેરેના કારક કહેવામાં આવ્યા છે. જ્યોતિષમાં બૃહસ્પતિ ગ્રહ 27 નક્ષત્રોમાં પુનર્વસુ, વિશાખા અને પુરવા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી હોય છે.
દેવગુરુ બૃહસ્પતિના શુભ હોવા ઉપર વ્યક્તિને તમામ પ્રકારના સુખનો અનુભવ થાય છે અને વ્યક્તિ સફળતા અને સત્યના માર્ગ ઉપર ચાલે છે. દેવગુરુ બૃહસ્પતિ 14 સપ્ટેમ્બર સુધી કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં રહેશે. એટલે તે આજથી 41 દિવસ સુધી દેવગુરુ બૃહસ્પતિ ઉલટી ચાલ ચાલશે. આવો જાણીએ દેવગુરુ બૃહસ્પતિ કઈ રાશિઓનો ભાગ્યોદય કરશે.
વૃશ્ચિક રાશિ :
ધન લાભ થવાના યોગ ઉભા થઇ રહ્યા છે, જેથી આર્થીક પક્ષ મજબુત બનશે.
નોકરી અને વેપારમાં પ્રગતિના યોગ ઉભા થઇ રહ્યા છે.
મહેનત કરવાથી કાર્યોમાં સફળતા જરૂર પ્રાપ્ત થશે.
કુટુંબના સભ્યો સાથે સમય પસાર કરો.
નવું વાહન કે મકાન ખરીદી શકો છો.
દાંપત્ય જીવનમાં સુખનો અનુભવ કરશો.
ધનુ રાશિ :
આર્થીક સમસ્યાઓ માંથી છુટકારો મળી શકે છે.
માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધીના યોગ ઉભા થઇ રહ્યા છે.
ધન લાભ થશે.
ધીરજથી કામ લેવાથી સફળતા જરૂર પ્રાપ્ત કરશો.
કાર્યક્ષેત્રમાં બધા તમારી પ્રશંસા કરશે.
વેપારમાં લાભ થશે.
જીવનસાથી સાથે સમય પસાર કરો.
મીન રાશિ :
શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ આશીર્વાદથી ઓછો નથી.
દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરશો.
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં જોડાવાની તક પ્રાપ્ત થશે.
આરોગ્ય સંબંધિત સમસ્યાઓ માંથી છુટકારો મળી શકે છે.
માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધીના યોગ ઉભા થઇ રહ્યા છે.
આર્થિક પક્ષ મજબુત રહેશે.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતીઓ ઉપર અમે એ દાવો નથી કરતા કે તે સંપૂર્ણ રીતે સાચી અને સચોટ છે. તે અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.)
આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.