માં ગંગાએ મંદિરમાં પ્રવેશીને કર્યો હનુમાનજીનો જળાભિષેક, દૂર દૂરથી લોકો જોવા માટે આવ્યા.
પ્રયાગરાજમાં આવેલા હનુમાન મંદિરમાં એવો ચમત્કાર થયો જેણે બધાને ચકિત કરી દીધા. આ મદિરમાં માં ગંગાએ પહેલી વખત પ્રવેશ કર્યો અને ગર્ભગૃહમાં આવેલી હનુમાનજીની મૂર્તિને સ્પર્શ કર્યો. આ ચમત્કાર જોઈ મંદિરમાં રહેલા દરેક વ્યક્તિ ખુશ થઇ ગયા. અને જેવી લોકોને આ વાતની જાણ થઇ તો દુર દુરથી લોકો આ ભવ્ય દ્રશ્યના દર્શન કરવા માટે મંદિર પહોંચી ગયા.
સમાચાર મુજબ ગુરુવારે બપોરે ત્રિવેણી બંધ પાસે ‘બડે હનુમાન મંદિર’ ના ગર્ભગૃહમાં માં ગંગાએ પ્રવેશ કર્યો. માં ગંગાનું પાણી ઘણી ઝડપથી ગર્ભગૃહની અંદર આવ્યું. મંદિરમાં રહેલા લોકો આ દ્રશ્ય જોઈ ખુશ થઇ ગયા અને જોર જોરથી માં ગંગા અને હનુમાનજીના નારા લગાવવા લાગ્યા.
માં ગંગાના મંદિરની અંદર આવ્યા પછી અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગીરી પણ અહિયાં આવી પહોંચ્યા. તેમણે વૈદિક મંત્રોચ્ચાર સાથે માં ગંગાની પૂજા કરી. ત્યાર પછી માં ગંગાની આરતી ઉતારવામાં આવી. અને જોત જોતામાં સાંજ સુધીમાં તો મંદિર પરિસરમાં કમરથી ઉપર સુધી ગંગા વહેવા લાગી.
ગંગાજીનું હર હર મહાદેવના ગગનભેદી ઉદ્ઘોષ સાથે સ્વાગત કરવામાં આવ્યું. આ અદ્દભુત દ્રશ્ય જોવા માટે મંદિરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવી ગયા અને મંદિરમાં ભીડ જામી ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે પ્રયાગરાજમાં ગંગાના જળસ્તરમાં વૃદ્ધી સતત ચાલુ છે. જેના કારણે ગંગાનું પાણી મંદિરની અંદર પણ આવી ગયું. ગંગાજીનું પાણી એટલા પ્રમાણમાં આવ્યું કે સુતેલા હનુમાનજી સપૂર્ણ રીતે ઢંકાઈ ગયા.
મંદિર બંધ કરવામાં આવ્યું : ગંગાનું જળસ્તર વધતું જોઈ લોકોએ પહેલાથી જ એ વાતનો અંદાજ લગાવી લોધો હતો કે એક બે દિવસમાં ગંગાજી મંદિરમાં પ્રવેશ કરી શકે છે. લોકો બસ એ અદ્દભુત દ્રશ્યની રાહ જોઈ રહ્યા હતા. અને સતત મંદિરની અંદર પાણીનું સ્તર વધવાને કારણે થોડી વાર પછી મંદિરને બંધ કરી દેવામાં આવ્યું. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અને પાણી ઓછું થાય ત્યારે ફરી મંદિર ખોલવામાં આવશે. નાના વિગ્રહને નજીકમાં આવેલા શ્રીરામજાનકી મંદિરમાં સ્થાપિત કરી તેમની નિયમિત પૂજા, આરતી અને શૃંગાર કરવામાં આવશે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગીરીએ જણાવ્યું કે, માં ગંગા સર્વપ્રથમ મંદિરના મુખ્ય દ્વાર ઉપર આવીને રોકાય છે.
તે દરમિયાન મંદિરના પુજારીઓ દ્વારા તેમની આરતી ઉતારવામાં આવે છે. ત્યાર પછી માં ગંગા મંદિરની અંદર પ્રવેશ કરે છે. મંદિરની અંદર માં ગંગાના પ્રવેશ કર્યા પછી પુજારી દ્વારા મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. તેની સાથે સાથે તેમણે જણાવ્યું કે આજે ગુરુવારના દિવસે માં ગંગાએ હનુમાનજીનો જળાભિષેક કર્યો છે જે શુભ સંકેત છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.