શુક્રવાર, જૂન 2, 2023
Homeવિશેષઅંબાણીના જીયોફોન નેક્સ્ટના ફીચર્સ થયા લીક : 5.5 ઇંચની એચડી ડિસ્પ્લે સાથે...

અંબાણીના જીયોફોન નેક્સ્ટના ફીચર્સ થયા લીક : 5.5 ઇંચની એચડી ડિસ્પ્લે સાથે એંડ્રોયડનું આ વર્ઝન મળશે.


માત્ર આટલા રૂપિયામાં મળશે મુકેશ ભઈનો jio phone next, જાણો તેના તમામ ફીચર્સ અને સ્પેસિફિકેશન.

રિલાયન્સના જીયોફોન નેક્સ્ટને (jio phone next) લઈને નવી ડીટેલ સામે આવી છે. નવા રીપોર્ટસ મુજબ, ફોનમાં 5.5 ઇંચની એચડી ડિસ્પ્લે મળશે. અને તે સ્માર્ટફોન એંડ્રોયડ 11 ગો એડીશન ઉપર કામ કરશે. તેમાં બે સ્ટોરેજ ઓપ્શન મળી શકે છે. તે 4G VoLTE કનેક્ટિવિટીને સપોર્ટ કરશે. 10 સપ્ટેમ્બરના રોજ આ ફોનની કિંમત સામે આવશે. અને તેનું વેચાણ પણ ત્યારે શરુ કરવામાં આવશે.

જીયોફોન નેક્સ્ટની કિંમત (અનુમાનિત) : ટીપ્સટર યોગેશના જણાવ્યા મુજબ, જીયોફોન નેક્સ્ટની કિંમત 3,499 રૂપિયા હશે. આ ફોનનું વેચાણ 10 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવશે. જૂની લીક્સમાં જણાવવામાં આવ્યું હતું કે, આ ફોનની કિંમત 50 ડોલરથી ઓછી રહેશે. ભારતમાં તેની કિંમત 4000 રૂપિયાથી ઓછી રહેશે.

જીયોફોન નેક્સ્ટ સ્પેસિફિકેશન (અનુમાનીત) : ફોન ગુગલના એંડ્રોયડ 10 (ગો એડીશન) ઓપરેટીંગ સીસ્ટમ ઉપર રન કરશે. ફોનમાં 5.5 ઇંચ એચડી ડિસ્પ્લે મળશે. તેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન QM215 પ્રોસેસરની સાથે 2 GB કે 3 GB રેમનો વિકલ્પ મળશે. ફોનમાં 16 GB કે 32 GB eMMC 4.5 ઈંટરનલ સ્ટોરેજ મળી શકે છે. તેમાં 13 મેગાપીક્સલ પ્રાઈમરી અને 8 મેગાપીસ્ક્લ સેલ્ફી કેમેરો મળી શકે છે. તે 4G VoLTE સાથે ડુઅલ સીમ સપોર્ટ મળશે. તેની બેટરી 2,500 mAh ની હોઈ શકે છે.

91 મોબાઈલ્સ મુજબ ફીચર્સ :

ફોનની ડિસ્પ્લે : ફોનમાં 5.5 ઇંચની HD LED ડિસ્પ્લે મળશે. તેનું રેઝોલ્યુશન 720 x 1600 પીક્સલ છે. તે સંપૂર્ણ રીતે ટચસ્ક્રીન ડિસ્પ્લે છે, જે મલ્ટી ટચ અને મલ્ટી કલર્સને સપોર્ટ કરે છે. ફોનનો આસપેક્ટ રેશિયો 18:9 છે. તેની પીક્સલ ઉપર ઇંચ ડેનસીટી 319 ppi છે. ફોટો જોઇને તે જાણી શકાય છે કે તેમાં થ્રી સાઈડ સ્મોલ બેઝલ મળશે.

પ્રોસેસર, રેમ અને સ્ટોરેજ : ફોનમાં 1.4 GHz નું ક્વાડ કોર પ્રોસેસર મળશે. અને ફોનનું ઓનબોર્ડ સ્ટોરેજ 16 GB છે. ફોનમાં 128 GB નું માઈક્રો SD કાર્ડ પણ ઇન્સ્ટોલ કરી શકાશે. આ રીતે ફોનનું કુલ સ્ટોરેજ 144 GB થઇ જશે.

ફોનનો કેમેરો : ફોનના ફોટાથી એ સ્પષ્ટ થઇ ગયું છે કે તેમાં રીયર અને ફ્રન્ટ બંને કેમેરા મળશે. બંને જ સિંગલ કેમેરા રહેશે. 91 મોબાઈલ્સ દ્વારા શેર કરવામાં આવેલા સ્પેસિફિકેશન મુજબ તેમાં 5 મેગાપીક્સલનો રીયર કેમેરો મળશે. તેનાથી 2592 x 1944 પીક્સલ રેઝોલ્યુશનના ફોટા કેપ્ચર કરી શકાશે. ઉત્તમ ફોટોગ્રાફી માટે તેમાં LED ફ્લેશ પણ મળશે. ફોન ડીજીટલ ઝૂમને સપોર્ટ કરશે. અને સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 2 મેગાપીક્સલનો કેમેરો મળશે.

બેટરી અને ઓએસ : ફોનમાં 3000 mAh ની રીમુવેબલ લીથીયમ બેટરી મળશે. અને ચાર્જીંગ માટે નોર્મલ USB પોર્ટસ મળશે. બેટરીનું બેકઅપ શું રહેશે, તેના વિષે કોઈ જાણકારી શેર નથી કરવામાં આવી. એટલા પાવરની બેટરીથી ફોનને 12 થી 15 કલાક સુધી સરળતાથી ચલાવી શકાય છે. તે સ્માર્ટફોન ગુગલના એંડ્રોયડ 1 – ઓપરેટીંગ સીસ્ટમ ઉપર રન કરશે.

નેટવર્ક અને કનેક્ટિવિટી : ફોનમાં ડ્યુઅલ નેનો સીમ સ્લોટ મળશે. તે 4G, 4G VoLTE, 3G, 2G નેટવર્કને સપોર્ટ કરશે. તેમાં Wi-Fi 802.11,મોબાઈલ હોટસ્પોટ, બ્લુટુથ, GPS અને USB કનેક્ટિવિટી મળશે. ફોનમાં 3.5 mm ઓડિયો જેક સાથે લાઉડસ્પીકર પણ મળશે. જો કે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેંસર નહિ મળે. એટલે ફોનની પાછળના ભાગમાં જે જીયો લોગો આપવામાં આવ્યો છે, ત્યાં કોઈ સ્કેનર નથી.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular