પરિવાર કે મિત્રો સાથે રજા પસાર કરવાનું વિચારી રહ્યા છો, તો અમદાવાદમાં આવેલા આ વોટર અને થીમ પાર્કો બેસ્ટ ઓપશન છે.
અમદાવાદ એ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે. અહિયાં હજુ પણ ઈતિહાસમાં ડૂબેલા ઘણા સ્મારક રહેલા છે, જે પર્યટકોને અમદાવાદ આવવા માટે આકર્ષિત કરે છે. પણ આ ઐતિહાસિક સ્મારકો ઉપરાંત અહિયાં યુવાનો, બાળકો માટે પણ ઘણા મજાના અને આકર્ષક સ્થળો રહેલા છે.
અમદાવાદમાં એવા ઘણા ટોપ ક્લાસ વોટર પાર્ક છે, જ્યાં તમે તમારા કુટુંબ, મિત્ર કે પાર્ટનર સાથે રજાઓની મજા કરવા માટે જઈ શકો છો. આ વોટર પાર્કોમાં રાઇડ્સ જ નહિ પણ ટોપ ક્લાસની ગેમિંગ, સ્પોર્ટ્સ, પીકનીકની સુવિધા અને રિસોર્ટની પણ સુવિધા આપવામાં આવે છે. આ લેખમાં અમે તમને અમદાવાદના સૌથી પ્રસિદ્ધ વોટર પાર્કો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, તો આવો જાણીએ.
શંકુસ વોટર પાર્ક, અમદાવાદ : શંકુસ વોટર પાર્ક, જેને મહેસાણા વોટર પાર્ક પણ કહેવામાં આવે છે. અહીંયા થીમ પાર્ક લગભગ 75 એકરમાં ફેલાયેલું છે અને ઘણું સુંદર છે. આ પાર્કમાં જીપ જૈપ, જુમ, એક્વા શટલ, વેટ ડિસ્કો અને લેઝી રીવર વગેરેની સાથે બીજી પણ મજાની અને ક્રેઝી રાઇડ્સ છે.
જો તમે ફેમીલી સાથે વીકેંડ આઉટીંગનો પ્લાન બનાવી રહ્યા છો, તો તેનાથી ઉત્તમ વોટર પાર્ક તમને અમદાવાદમાં નહિ મળે. આ પાર્કની અંદર પર્યટકો માટે બીચનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. અહિયાં તમે વોટર રાઇડ્સની સાથે સાથે વોટર સ્પોર્ટ્સ, ધ લેગુન અને વ્હાટ-એ-કોસ્ટર વગેરે ગતિવિધિઓનો પણ આનંદ ઉઠાવી શકો છો.
સ્થળ – અમદાવાદ મહેસાણા હાઈવે, અમદાવાદ
સમય – સવારે 11:00 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી, દરરોજ
પ્રવેશ ફી – 500 (સોમવાર-શુક્રવાર) 600 (શનિ-રવિ)
મનિયર વંડરલેંડ, અમદાવાદ : અમદાવાદ શહેરની ઘણું નજીક આવેલું આ એક મજાનું થીમ પાર્ક છે, જ્યાં તમે તમારા આખા કુટુંબ સાથે પીકનીક માટે જઈ શકો છો. આ પાર્ક બે ભાગોમાં વહેંચાયેલું છે, એક વંડરલેંડ અને બીજુ સ્નો પાર્ક. વંડરલેંડ પાર્કમાં તમે ઘણી મજાની રાઇડ્સનો આનંદ ઉઠાવી શકો છો જેમ કે તમે અહિયાં જીપ લાઈન, ડેઝર્ટ બાઈક, ટ્રાફિક આઈલેંડ, એક્વા બોલ વગેરે રાઇડ્સ કે એક્ટીવીટી કરી શકો છો. અને સ્નો પાર્કમાં તમે સ્નો સાથે જોડાયેલી ઘણી એક્ટીવીટી કરી શકો છો.
સ્થળ – સરખેજ સાણંદ હાઈવે, અમદાવાદ
સમય – સવારે 10:00 વાગ્યેથી – રાત્રે 8:30 વાગ્યા સુધી, દરરોજ
પ્રવેશ ફી – 180 (બાળકો માટે) 220 (પુખ્ત માટે) (માત્ર પ્રવેશ ફી – રાઈડ માટે દરેક વ્યક્તિ માટે વધારાની ફી લેવામાં આવે છે.)
સ્પ્લેશ વોટર પાર્ક (સ્પ્લેશ ધ ફન વર્લ્ડ), અમદાવાદ : સ્પ્લેશ વોટર પાર્ક અમદાવાદના સૌથી મોટા વોટરપાર્ક માંથી એક છે જે 12 એકરમાં ફેલાયેલુ છે. આ પાર્કમાં લગભગ 25 થી વધુ મજાની પાણીની રાઇડ્સ અને સ્લાઈડ અને સૌથી લોકપ્રિય લહેર પુલ છે, જે હવે અમદાવાદના લોકો વચ્ચે પસંદગીનું સ્થાન બની ગયું છે. અહિયાં બાળકો માટે એક અલગ વોટર પાર્કનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. અહિયાં વોટર પાર્ક સાથે થીમ પાર્ક પણ છે. તે ઉપરાંત, તમે ઘણી ઉત્તમ વોટર રાઇડ્સનો પણ આનંદ ઉઠાવી શકો છો. તે ઉપરાંત અહિયાં ખાવા પીવાની પણ વ્યવસ્થા છે.
સ્થાન – સરખેજ-સાણંદ રોડ, ગ્રામ તેલવ-કોલેટ રોડ, અમદાવાદ
સમય – 10:00 વાગ્યાથી સાંજે 07:00 વાગ્યા સુધી, દરરોજ
પ્રવેશ ફી – 4 ફૂટ 6 ઇંચથી ઉપરના લોકો માટે 600 (ભોજન વગર) 750 (ભોજન સાથે)
4 ફૂટ 6 ઇંચથી નાના બાળકો માટે 500 (ભોજન વગર) 600 (ભોજન સાથે)
2 ફૂટ 9 ઇંચથી નાના બાળકો માટે – ફ્રી (ભોજન સાથે અથવા ભોજન વગર)
તિરુપતિ રુશીવન એડવેંચર પાર્ક, અમદાવાદ : જો તમે અમદાવાદ ફરવા આવો છો અને તમે તમારા બાળકો સાથે અહિયાં ફરવાનું વિચારી રહ્યા છો, તો તિરુપતિ રુશીવન એડવેંચર પાર્ક તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. અમદાવાદ પાસે આવેલા આ પાર્કને બેસ્ટ પીકનીક સ્પોટ કહેવામાં આવે છે. અહિયાં બાળકો માટે રાઇડ્સ ઉપરાંત ફરવા માટે પણ ઘણું બધું છે.
સાબરમતીના કાંઠા ઉપર આવેલા આ પાર્કમાં બાળકો માટે ઘણી બધી મજાની સવારી, તીરંદાજી વગેરે જેવી ઘણી ગતિવિધિઓ સામેલ છે. અહિયાં બાળકો માટે અલગથી એક જંગલ સફારી અને એક 6D થીએટર પણ આવેલું છે. ઉનાળા દરમિયાન અહિયાં વોટર પાર્ક પણ ખુલ્લું રહે છે. આ પાર્કમાં મનોરંજન ઉપરાંત અહિયાં દુનિયાની સાત અજાયબીની કૃતિઓ પણ રાખવામાં આવેલી છે.
સ્થાન – સાબરમતીના કિનારે આવેલું છે.
સમય – સવારે 8 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી ખૂલું રહે છે.
પ્રવેશ ફી – પ્રવેશ ફી પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા છે, તો અહિયાં વોટર પાર્કની ફી 300 રૂપિયા છે. અહિયાં તમે તમારા સમગ્ર કુટુંબ સાથે જઈ શકો છો અને ઘણી મજાની વસ્તુનો આનંદ ઉઠાવી શકો છો.
(પ્રવેશ ફી અને સમયમાં તેમજ રાઇડ્સની ફી માં ફેરફાર હોઈ શકે છે.)
જો તમને આ પોસ્ટ સારી લાગી હોય તો તમારા મિત્રો, સંબંધિઓને ફેસબુક ઉપર શેર જરૂર કરજો જેથી તેઓ પણ આ બાબતથી વાકેફ થઇ શકે અને આવા પ્રકારના બીજા આર્ટિકલ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.
આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.