બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeવિશેષઅવકાશમાંથી આવેલા પથ્થરોનું થઈ રહ્યું છે પ્રદર્શન, જોવા માટે લોકોની જામી રહી...

અવકાશમાંથી આવેલા પથ્થરોનું થઈ રહ્યું છે પ્રદર્શન, જોવા માટે લોકોની જામી રહી છે ભીડ, જાણો ક્યાં?


અહી મંગળ ગ્રહ પરથી આવેલા અત્યાર સુધીના સૌથી મોટા ઉલ્કાપિંડને પ્રદર્શનમાં મુકવામાં આવ્યો છે, જાણો તેની અજાણી વાતો.

મંગળ ગ્રહ ઉપરથી પડેલો એક પથ્થર હવે પ્રદર્શન માટે રાખવામાં આવ્યો છે. તે મંગળ પરથી ધરતી ઉપર આવેલો ઈતિહાસનો સૌથી મોટો ઉલ્કાપિંડ છે. તેનું વજન 14.5 કી.ગ્રા. છે. તે પહેલી વખત લોકોને જોવા માટે ફ્રાંસમાં આવેલા બેથેલના માયન મિનરલ એંડ જેમ મ્યુઝિયમમાં 1 સપ્ટેમ્બરથી રાખવામાં આવ્યો છે. આ મ્યુઝીયમમાં અવકાશમાંથી આવેલા લગભગ 6000 પથ્થર રાખવામાં આવ્યા છે. જેમાં ચંદ્ર પરથી લાવવામાં આવેલો સૌથી જુનો અને મોટો પથ્થર પણ છે. આ પથ્થર જ્વાળામુખી ફાટવાથી બન્યો હતો.

હાલ અમે મંગળ ગ્રહ ઉપરથી ધરતી ઉપર પડેલા 14.5 કી.ગ્રા. ના પથ્થરની વાત કરી રહ્યા છીએ. તે મંગળ ગ્રહની ચારેય તરફ ફેલાયેલા પથ્થરના બેલ્ટ માંથી નીકળેલા મોટા એસ્ટેરોયડનો ભાગ હતો. યુનિવર્સીટી ઓફ ન્યુ મેક્સિકોમાં આવેલ ઇન્સ્ટીટયુટ ઓફ મેટીયોરીટીક્સના નિર્દેશક કાર્લ એજીએ જણાવ્યું કે, મંગળ ગ્રહના પથ્થર ધરતી ઉપર પડી શકે છે. તે મંગળ ગ્રહ ઉપર થતી અથડામણથી નીકળતી તીવ્ર ઉર્જાને કારણે અવકાશમાં ઉછળી જાય છે, જે ધીમે ધીમે ધરતી તરફ આવે છે. ઘણા તો અવકાશમાં અનંત યાત્રા કરતા રહે છે.

કાર્લ એજીએ જણાવ્યું કે પ્રદર્શનમાં રાખવામાં આવેલા તોઉદેની 002 (Taoudenni 002) પથ્થર ઉપર એક કટ પણ નથી લગાવવામાં આવ્યો. સામાન્ય રીતે પત્થરોને શોધવા વાળા લોકો તેને તોડી નાખે છે. કેમ કે તેને કોઈ કિંમતી વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે. મંગળ ગ્રહ ઉપરથી ધરતી ઉપર અત્યાર સુધી પડેલા પત્થરોમાંથી 100 થી 150 પત્થરોના દસ્તાવેજ હાજર છે. તેને અલગ અલગ સ્થળ ઉપર સુરક્ષિત રાખવામાં આવ્યા છે. તેમાંથી ઘણા માયન મિનરલ એંડ જેમ મ્યુઝીયમમાં રાખવામાં આવ્યા છે.

જયારે પણ મંગળ ગ્રહની સપાટી સાથે કોઈ મોટો એસ્ટેરોયડ કે પથ્થર અથડાય છે, ત્યારે ત્યાં થતા વિસ્ફોટથી પત્થરોના નાના નાના ટુકડા અવકાશમાં ઉછળી જાય છે. તે અવકાશમાં ફરતા ફરતા ધરતીની કક્ષાની નજીક આવી જાય છે. ધરતીની કક્ષાની નજીક આવવાથી ગુરુત્વાકર્ષણને કારણે તે ઝડપથી ધરતી ઉપર પડી જાય છે. મોટાભાગે તો સમુદ્રમાં ખોવાઈ જાય છે પણ કેટલાક જમીન ઉપર એવા સ્થાનો ઉપર પડે છે જેને લોકો જમા કરી લે છે.

માલીમાં આવેલ મીઠાની ખાણમાં સ્થાનીક ઉલ્લાપીંડ હંટરે તોઉદેની 002 (Taoudenni 002) ને શોધ્યો હતો. જેણે ઉલ્લાપીંડના મોટા ડીલર ડેરિલ પીટને વેચી દીધો હતો. ડેરિલ પીટ પાસેથી તે પથ્થર આ મ્યુઝીયમમાં આવી ગયો. કાર્લ જણાવે છે કે, આ ઉલ્લાપીંડ પડવાની ઘટનાને કોઈએ જોઈ નથી. કેમ કે તે સ્થાન ઉપર એવા દ્રશ્યો ઓછા જોવા મળે છે. તે ઓછામાં ઓછા 100 વર્ષ પહેલા ક્યારેક પડ્યો હશે. કેમ કે ત્યાર પછી આ વિસ્તારમાં ઉલ્લાપીંડ પડતા જોવા મળ્યા નથી.

ડેરિલે કાર્લ એજીને પહેલા આ પથ્થરનો એક નાનો એવો ટુકડો મોકલ્યો હતો. જેથી તેની ઉત્પતિ વિષે જાણી શકે. કાર્લ એજીએ જયારે આ ટુકડાની તપાસ કરાવી તો તેને રસાયણોથી જાણવા મળ્યું કે તે મંગળ ગ્રહ માંથી આવ્યો છે. તેમાં શેર્ગોટાઈટ મળ્યું છે, જે મંગળ ગ્રહના ઉલ્લાપીંડનું મુખ્ય રસાયણ છે. તેના ઓલીવાઈન, પાઈરોજીન અને શોક-ટ્રાન્સફોર્મડ ફેલ્ડસ્પાર છે. તે મંગળ ગ્રહ ઉપર થતી અથડામણથી નીકળે છે.

તોઉદેની 002 (Taoudenni 002) ના રાસાયણિક મિશ્રણથી એ પણ જાણી શકાયું કે, તે કેવી રીતે અને ક્યારે બન્યો હતો? કાર્લ એજીનું માનવું છે કે તે આશરે 100 મીલીયન વર્ષ એટલે 10 કરોડ વર્ષ પહેલા મંગળ ગ્રહ ઉપર કોઈ જ્વાળામુખી વિસ્ફોટ સમયે બન્યો હતો. જે ધીમે ધીમે ઠંડો થઇ ગયો, ત્યાર પછી કોઈ એસ્ટેરોયડના અથડાવાને કારણે જ મંગળ ગ્રહથી ઉછળીને અવકાશમાં તરતો તરતો ધરતી ઉપર આવી પહોંચ્યો.

કાર્લ જણાવે છે કે, તેનાથી પણ મોટા પથ્થર ધરતી ઉપર છુપાયેલા હશે, જેના વિષે આપણને ખબર નથી. બની શકે છે કે સહારાના રણના ઊંડાણમાં દબાઈ ગયા હોય કે પછી એન્ટાર્કટિકાના બરફની અંદર કે કોઈ સમુદ્રના ઊંડાણમાં હોય. બની શકે છે કે આપણે જે પથ્થરની પાસેથી રોજ પસાર થતા હોઈએ તે મંગળ પરથી આવ્યા હોય, પણ સામાન્ય લોકો ઓળખી નહિ શકે એટલા માટે શોધી પણ નથી શકતા.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular