હાથીઓના રક્ષણ માટે અહિયાં બનાવવામાં આવ્યા નવા કાયદા, ફિલ્મોમાં નહિ કરી શકે તેમનો ઉપયોગ.
શ્રીલંકાએ દેશ માટે નવો પશુ સંરક્ષણ કાયદો રજુ કર્યો છે. આ કાયદા હેઠળ હાથીઓને લઈને તમામ પ્રકારના નવા નિયમ લાવવામાં આવ્યા છે. આ કાયદા મુજબ, પાળેલા હાથીઓ પાસે હવે પોતાનું બાયોમેટ્રિક ઓળખપત્ર રહેશે. તે ઉપરાંત હાથી ઉપર સવાર થયેલા લોકો ડા રુનહિ પી શકે. આ નિર્ણય હાથીઓની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે.
શ્રીલંકામાં ઘણા લોકો પોતાનો માન મોભો દેખાડવા માટે હાથીઓનો ઉપયોગ પાળેલા જાનવર તરીકે કરી રહ્યા છે. અને છેલ્લા કેટલાક સમયથી હાથીઓ ઉપર ક્રુ રતાના કેસોમાં વધારો જોવા મળે છે. સત્તાવાર આંકડાઓ મુજબ શ્રીલંકામાં 200 પાળેલા હાથી છે જયારે 7500 જંગલી હાથી છે.
આ નવા કાયદા હેઠળ બધા માલિકોને એ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે તેમના હાથીઓના ફોટો ઓળખપત્ર હોવા જોઈએ, અને તેની ઉપર ડીએનએ સ્ટેમ્પ પણ હોવો જોઈએ. તે ઉપરાંત ફિલ્મોમાં પણ હાથીઓના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સરકાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ફિલ્મોમાં હાથીઓનો ઉપયોગ થઇ શકે છે.
આ કાયદા હેઠળ હાથી હવે દિવસમાં ચાર કલાકથી વધુ કામ નહિ કરી શકે. તે ઉપરાંત હાથી પાસે રાત્રે કામ કરાવવા ઉપર પ્રતિબંધ રહેશે. હાથીઓના બચ્ચાનો હવે કામ માટે ઉપયોગ નહિ કરી શકાય. અહીં સુધી કે સાંસ્કૃતિક સ્પર્ધાઓ માટે પણ તેનો ઉપયોગ નહિ કરી શકાય.
હાથીઓના બચ્ચાને તેની માં થી અલગ નહિ કરવાની વાત પણ જણાવવામાં આવી છે. આ કાયદો આવ્યા પછી પર્યટન ઉદ્યોગ ઉપર પણ ઘણી અસર પડી શકે છે. આ કાયદા મુજબ હવે હાથી ઉપર એક વખતમાં ચાર લોકોથી વધુ સવારી નહિ કરી શકે. માલિકોએ દર છ મહિનામાં પોતાના જાનવરોને મેડીકલ ચેકઅપ માટે મોકલવાના રહેશે.
નવા કાયદા મુજબ હાથીના માલિકે એ સુનિશ્ચિત કરવું પડશે કે, કોઈ પણ વ્યક્તિ હાથી ઉપર બેસીને ડર ગકે ડા રુનું સેવન ન કરે. જે લોકો નવા કાયદાનું ઉલ્લંઘન કરશે, તેના હાથીને રાજ્ય સરકારની દેખરેખમાં લઇ જવામાં આવશે અને હાથીઓના માલિકને ત્રણ વર્ષની જેલની સજા ભોગવવી પડશે.
શ્રીલંકામાં જંગલી હાથીઓને પકડવા એક ગુનાહિત પ્રવૃત્તિ છે, જેના માટે મો તની સજા આપવામાં આવી શકે છે, પણ એવા કેસ ઘણા દુર્લભ છે. પશુ અધિકાર કાર્યકર્તાઓની સાથે સાથે હાથી નિષ્ણાંતોનું કહેવું છે કે, છેલ્લા 15 વર્ષમાં રાષ્ટ્રીય વન્યજીવ પાર્કોમાંથી 40 થી વધુ હાથીના બચ્ચા ચોરી થઇ ગયા છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.