આઈએએસ અધિકારીનો શાકભાજી વેચતો ફોટો વાયુ વેગે થયો શેર, જાણો શું છે ઘટના?
ઉત્તર પ્રદેશના એક આઈએએસ અધિકારીનો શાકભાજી વેચતો ફોટો શેર થઇ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે શાકભાજી વેચી રહેલા આઈએએસ અધિકારીનું નામ અખિલેશ મિશ્રા છે અને તે હાલના દિવસોમાં ટ્રાન્સપોર્ટ વિભાગના સ્પેશિયલ સેક્રેટરી છે. ફોટો શેર થયા પછી આઈએએસ અખિલેશ મિશ્રાએ ફેસબુક ઉપર આ બાબતમાં સ્પષ્ટતા કરી છે.
શેર થઇ રહેલા ફોટામાં આઈએએસ અખિલેશ મિશ્રા શાકભાજી વેચતા દેખાઈ રહ્યા છે. તેમણે આ ફોટો પોતે ફેસબુક પોસ્ટ દ્વારા પોતાના એફબીના મિત્રો સાથે શેર કર્યો હતો. જોકે હવે આ ફોટો ફેસબુક પોસ્ટ ઉપર નથી દેખાઈ રહ્યો, પણ તે ટ્વીટર ઉપર ઘણો શેર થઇ રહ્યો છે.
આ ફોટામાં આઈએએસ અખિલેશ મિશ્રા કોઈ બજારમાં એક શાકભાજીના સ્ટોલ ઉપર બેઠા છે, જ્યાંથી તે શાકભાજી વેચતા દેખાઈ રહ્યા છે. આ ફોટાને ટ્વીટર ઉપર શેર કરતા લોકોએ જાત જાતની પ્રતિક્રિયા આપી. એ પ્રતિક્રિયાઓ પછી આઈએએસ અખિલેશ મિશ્રાએ ફેસબુક પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી છે.
આઈએએસ અખિલેશ મિશ્રાએ જણાવ્યું કે, હું કાલે સરકારી કાર્યાલય પ્રયાગરાજ ગયો હતો, પાછા આવતી વખતે એક સ્થળ ઉપર શાકભાજી જોવા માટે રોકાઈ ગયો. શાકભાજી વેચનાર એક વૃદ્ધ મહિલા હતી, જેમણે મને વિનંતી કરી કે હું તેમની શાકભાજીનું ધ્યાન રાખું, તે થોડી વારમાં જ પાછી આવી જશે. કદાચ તેમનો બાળક દુર જતો રહ્યો હતો.
આઈએએસ અખિલેશ મિશ્રાએ આગળ લખ્યું, હું એમ જ તેમના સ્ટોલ ઉપર બેસી ગયો અને તેવામાં કોઈ ગ્રાહક અને તે શાકભાજી વેચવા વાળી મહિલા આવી ગયા. મારા એક પરમ મિત્રએ મારો ફોટો પાડી અને મજાક કરતા મારા જ ફોનથી રાત્રે ફેસબુક પર પોસ્ટ કરી દીધો, જેને મેં પોતે આજે મોડેથી જોયો.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.