4 વખત નિષ્ફ્ળ થયા પછી પણ હાર ન માની, લગ્ન પછી પણ તૈયારી શરુ રાખી અને બની ગઈ IAS Officer.
હંમેશા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે ઈંટરનેટને કારણે લોકોનું ધ્યાન ભટકે છે, પણ આઈએએસ અધિકારી સંજીતા મોહપાત્રાએ (IAS Officer Sanjita Mohapatra) ઈંટરનેટની મદદ લઈને તૈયારી કરી અને યુપીએસસી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી. સંજીતા માટે આ સફર એટલી સરળ ન હતી અને તેમણે ચાર વખત નિષ્ફળ થયા પછી પણ પ્રયત્ન શરૂ રાખ્યા અને યુપીએસસી પરીક્ષા પાસ કરી.
આઈઆઈટી કાનપુરમાં કર્યું બીટેક : એક રીપોર્ટ મુજબ, સંજીતા મોહપાત્રાનો જન્મ ઓડીશાના રાઉરકેલામાં થયો હતો. તેમણે પોતાનો શરુઆતનો અભ્યાસ પણ ત્યાંથી કર્યો. ત્યાર પછી તેમણે આઈઆઈટી કાનપુરથી મિકેનિકલ એન્જીનીયરીંગમાં બીટેકની ડીગ્રી પ્રાપ્ત કરી.
યુપીએસસીમાં સતત 3 વખત થઇ હતી નિષ્ફળ : સંજીતા મોહપાત્રાએ નાનપણથી જ આઈએએસ બનવાનું સપનું જોયું હતું, એટલા માટે તેમણે બીટેક કર્યા પછી ત્રણ વખત યુપીએસસી પરીક્ષા આપી, પણ તૈયારીની અછતને કારણે ત્રણે પ્રયત્નમાં તે પ્રિલિમ્સ પરીક્ષા પણ પાસ ન કરી શકી.
જોઈન કરી લીધી સરકારી નોકરી : યુપીએસસી પરીક્ષામાં સતત ત્રણ વખત નિષ્ફળતા મળ્યા પછી સંજીતા મોહપાત્રાએ અન્ય સરકારી નોકરી જોઈન કરી લીધી. પણ તેમણે યુપીએસસી પરીક્ષાની તૈયારી ચાલુ જ રાખી. થોડા સમય પછી તેમને લાગ્યું કે, નોકરીની સાથે તૈયારી શક્ય નથી અને તેમણે નોકરી છોડવાનો નિર્ણય લીધો.
લગ્ન પછી બદલાઈ ગયું જીવન : યુપીએસસીની તૈયારી દરમિયાન જ સંજીતા મોહપાત્રાના લગ્ન થઇ ગયા અને ત્યાર પછી તેમના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું, પણ તેમણે પરીક્ષાની તૈયારી ચાલુ રાખી. સાસરીયા વાળાના સહકારથી સંજીતાએ ચોથી વખત યુપીએસસીની પરીક્ષા આપી, પણ આ વખતે પણ સફળતા ન મળી.
જો કે આ વખતે તેમણે છેલ્લા પ્રયત્નો કરતા સારું પ્રદર્શન કર્યું હતું અને પ્રિલિમ્સ ક્લીયર કરી લીધી હતી. ત્યાર પછી તેમણે દિવસ રાત મહેનત કરી અને વર્ષ 2019 માં તેમણે પાંચમી વખત પ્રયત્ન કર્યો. આ વખતે તેમણે સફળતા પ્રાપ્ત કરી અને ઓલ ઇન્ડિયામાં 10 મો રેંક મળ્યો.
ઈંટરનેટની મદદથી કરી તૈયારી : સંજીતા મોહપાત્રાએ જણાવ્યું હતું કે તેમને સારી રીતે માર્ગદર્શન મળી શક્યું ન હતું, એટલા માટે તેમણે ઈંટરનેટની મદદ લીધી અને તૈયારી કરી. તેમજ સંજીતાએ સૌથી વધુ NCERT પુસ્તકો ઉપર ફોકસ કર્યું અને સમાચાર પત્રો નિયમિત રીતે વાંચતી હતી. ઓપ્શનલ વિષય સોશિયોલોજી માટે તેમણે થોડા દિવસો માટે કોચિંગ પણ લીધું હતું, પણ બીજી તૈયારીઓ માટે તેમણે સેલ્ફ સ્ટડી કરી. તેની સાથે જ તૈયારીઓ માટે તેમણે એજ્યુકેશન એપ્સની પણ મદદ લીધી.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.