ફિલ્મો અને સીરીયલમાં નથી આવતા છતાં મહિને લાખો કમાય છે મુકેશ ખન્ના, જાણો તેમની ચકિત કરી દેનારી વાતો.
હિન્દી સિનેમા અને નાના પડદાના ખુબ જ પ્રસિદ્ધ અભિનેતા મુકેશ ખન્નાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ અને ખાસ ઓળખ ઉભી કરી છે. નાના પડદા ઉપર તેમણે ઘણું ઉત્તમ કામ કર્યું છે, અને બોલીવુડમાં પણ તેમના કામને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું છે. મુકેશ ખન્નાનો જન્મ 23 જુલાઈ 1958 ના રોજ મુંબઈમાં થયો હતો.
મુકેશ ખન્નાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પણ તેનાથી વધુ તેમને નાના પડદા ઉપર પસંદ કરવામાં આવ્યા છે. તે નાના પડદાના સૌથી સફળ કલાકારો માંથી એક છે. ક્યારેક નાના પડદા ઉપર તે ભીષ્મ પિતામહ બન્યા તો ક્યારેક શક્તિમાન બનીને દરેકને પોતાના ફેન બનાવી લીધા. શક્તિમાન બનવાની સાથે જ તે ભારતના પહેલા સુપરહીરો પણ કહેવાયા.
મુકેશ ખન્નાએ વર્ષ 1988 થી લઈને વર્ષ 1990 સુધી ચાલેલ પ્રસિદ્ધ અને લોકપ્રિય સિરિયલ મહાભારતમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવી હતી. તેમનું એ પાત્ર ઘણું લોકપ્રિય થયું હતું અને આજે પણ ઘણા લોકો તેમને એ પાત્રને લીધે જ ઓળખે છે. પછી પાછળથી મુકેશ ખન્નાએ વર્ષ 1997 થી લઈને વર્ષ 2005 સુધી સીરીયલ શક્તિમાનમાં શક્તિમાન બનીને ઘર ઘરમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. ખાસ કરીને બાળકોને શક્તિમાન ખુબ પસંદ આવ્યા હતા.
મુકેશ ખન્નાએ આ સીરીયલો ઉપરાંત બીજા ટેલીવિઝન શો અને ફિલ્મોમાં પણ કામ કર્યું અને ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત કરી. મુકેશે શક્તિમાન સીરીયલ ઉપરાંત શક્તિમાન નામની ફિલ્મમાં પણ કામ કર્યું છે. તે ડાટા, રાજા, તહલકા, સોગંધ, નઝર, ગુડ્ડુ, સહીત ઘણી ફિલ્મોમાં દેખાયા છે.
મુકેશ ખન્નાની નેટવર્થ : વાત મુકેશ ખન્નાની કમાણી અને સંપત્તિની કરીએ તો મીડિયા રીપોર્ટસમાં જણાવવામાં આવ્યું છે કે, દર મહિને મુકેશ ખન્ના 25 લાખ રૂપિયાની કમાણી કરી લે છે, અને તે હિસાબે આખા વર્ષમાં તેમની કમાણી 3 કરોડ રૂપિયા થઇ જાય છે. અને તેમની નેટવર્થની વાત કરીએ તો મુકેશ ખન્ના કુલ 22 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.
જણાવી દઈએ કે, મુકેશ હાલમાં એમકે ફિલ્મસના ફાઉન્ડર અને ડાયરેક્ટરના રૂપમાં કામ કરી રહ્યા છે. આ પહેલા તે ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી, ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે પણ કામ કરી ચુક્યા છે. હાલના દિવસોમાં મુકેશ ખન્ના ફિલ્મો અને ટીવી સીરીયલથી દુર છે. સોશિયલ મીડિયા ઉપર તે ઘણા સક્રિય રહે છે અને હંમેશા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટથી તે સમાચારોનો ભાગ બની જાય છે.
મુકેશ ખન્નાના અંગત જીવનની વાત કરીએ તો ક્યારેય તેમનું નામ કોઈ સાથે નથી જોડાયું. 63 વર્ષની ઉંમરમાં પણ અભિનેતા કુંવારા છે. લગ્નને લઈને તે કહી ચુક્યા છે કે, લગ્ન હંમેશા ભાગ્યથી થાય છે અને તમે તેમાં કાંઈ નથી કરી શકતા. અફેયર્સ સાથે એવું નથી હોતું. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, ભીષ્મ પિતામહની જેમ તેમણે આજીવન કું વારા રહેવાનો કોઈ સંકલ્પ નથી લીધો.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.