કરોડોના બંગલામાં ફ્રી માં રહેવાની તક, રોકાવા પર સામેથી તમને હજારો રૂપિયા આપશે, જાણો રોચક કારણ.
દરેક વ્યક્તિ એવા વૈભવી ઘરમાં રહેવા માંગે છે જેમાં સ્વિમિંગ પૂલ, જિમ, હોટ ટબ અને વર્લ્ડ ક્લાસ ઇન્ટિરિયર હોય. પરંતુ જરા કલ્પના કરો કે જો તમને આવા ઘરમાં મફતમાં રહેવાનું કહેવામાં આવે, અને એટલું જ નહિ પણ ત્યાં રહેવા માટે પૈસા પણ મળે તો શું થાય? હા, એક કંપની વૈભવી હવેલી (Luxury Mansion) માં મફતમાં રહેવાની તક પણ આપી રહી છે, અને ત્યાં 3 રાત પસાર માટે 50 હજાર રૂપિયા પણ આપી રહી છે.
શાનદાર છે હવેલી : એવા લોકો કે જેઓ કો-રો-ના લોકડાઉનને કારણે મહિનાઓ સુધી ઘરમાં કેદ છે, તેમના માટે આ સુવર્ણ તક છે. તેઓ યુકેની આ હવેલીમાં ખૂબ જ આરામદાયક રજાઓ મફતમાં પસાર કરી શકે છે.
રોકાણના બદલામાં 50 હજાર રૂપિયા મળશે : ધ સનના અહેવાલ મુજબ, આ ભવ્ય હવેલીમાં 3 રાત રહેવા માટે વ્યક્તિને 500 પાઉન્ડ (50 હજાર રૂપિયા) મળશે. આ હવેલીનું નામ મનોર હાઉસ છે, જેનો અંદરનો ભાગ ખૂબ જ સુંદર છે.
પૂલ અને હોટ ટબનો મફતમાં ઉપયોગ કરી શકાય છે : આ ઘરમાં રહેનાર વ્યક્તિને સ્વિમિંગ પૂલ અને હોટ ટબનો ઉપયોગ કરવાની સુવિધા પણ મફતમાં મળશે. રોયલ બેડરૂમમાં રહેવાની તક મળશે. આ હવેલીમાં 8 બેડરૂમ છે.
આ કારણે અહીં રહેવાના પૈસા મળી રહ્યા છે : ખરેખર, આ પૈસા આ હવેલીનું ટેસ્ટ લેવા માટે આપવામાં આવી રહ્યા છે. આ હવેલીમાં રહેનાર વ્યક્તિએ માય હોમ મૂવ કન્વેઇંગ કંપનીને પોતાનો પ્રતિભાવ આપવો પડશે. તેના માટે વ્યક્તિએ 21 થી 23 સપ્ટેમ્બર વચ્ચે આ હવેલીમાં રોકાવું પડશે.
ખરીદદારોની મદદ માટે ફીડબેક લઇ રહ્યા છે : કંપની કોઈ એવા વ્યક્તિ પાસેથી ફીડબેક લેવા માંગે છે, જે શક્ય તેટલું લક્ઝરી મેળવવામાં વિશ્વાસ રાખે છે. કંપનીના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર દેવ મલ્લે કહે છે કે, “નવું ઘર ખરીદવું એ કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી ખરીદીમાંથી એક હોય છે. આવી સ્થિતિમાં, ખરીદનારને એવી વ્યક્તિની સલાહ અથવા માર્ગદર્શનની જરૂર હોય છે, જેના પર તે વિશ્વાસ કરી શકે. મેન્શન ટેસ્ટર તેમને આ કામમાં ઘણી મદદ કરી શકે છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.