શનિવાર, જૂન 3, 2023
Homeવિશેષઆવવાનો છે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ, જાણો તારીખ, પૂજાની યોગ્ય વિધિ અને શુભ...

આવવાનો છે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ, જાણો તારીખ, પૂજાની યોગ્ય વિધિ અને શુભ મુહુર્ત.


કૃષ્ણ જન્માષ્ટમી 2021 : આ રીતે ઉજવો ગીતાનું જ્ઞાન આપવાવાળા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ, જાણો પૂજાની વિધિ.

સનાતન ધર્મના અનુયાયીઓ દ્વારા ઉજવવામાં આવતા મુખ્ય તહેવાર રક્ષાબંધન પછી હવે જન્માષ્ટમીનું પર્વ નજીક છે. શ્રાવણ મહિનાની વદ આઠમને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે અડધી રાત્રે ભગવાનનો જન્મ થયો હતો. આ વર્ષે આ પર્વ 30 ઓગસ્ટ 2021, સોમવારના રોજ ઉજવવામાં આવશે. આ પ્રસંગે આખા દેશમાં ધામધૂમ પૂર્વક ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. આ દિવસે મંદિરોમાં સુશોભન થાય છે અને ઘરમાં પણ પારણા શણગારી, પંજરીનો ભોગ ચડાવીને ભગવાનની પૂજા કરવામાં આવે છે.

જન્માષ્ટમી ઉપર પૂજાના શુભ મુહુર્ત : આઠમ તિથી 29 ઓગસ્ટની રાત્રે 11:25 થી 30 ઓગસ્ટની રાત્રે 01:59 સુધી રહેશે. અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉપર પૂજા માટે શુભ મુહુર્ત 30 ઓગસ્ટની રાત્રે 11:59 થી મોડી રાત 12:44 મિનીટ સુધી રહેશે. પૂજા માટે સમયગાળો માત્ર 45 મિનીટ રહેશે. આ પ્રસંગ માટે ભગવાનને નવા વસ્ત્ર પહેરાવીને, તેમનો શણગાર કરવામાં આવે છે અને પારણું શણગારીને ભગવાનને પારણે ઝુલાવવામાં આવે છે.

જન્માષ્ટમી પૂજાની વિધિ : એક ચોકી ઉપર લાલ કપડું પાથરીને ભગવાન કૃષ્ણની મૂર્તિને કોઈ થાળી જેવા વાસણમાં રાખો. ભગવાન સામે ધૂપ દીવા પ્રગટાવો અને પ્રાર્થના કરો કે મહેરબાની કરીને અહિયાં પધારીને પૂજા ગ્રહણ કરો. ત્યાર પછી ભગવાનની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવો, પછી ગંગાજળથી સ્નાન કરાવો.

ભગવાન શ્રીકૃષ્ણને નવા કપડા પહેરાવીને તેમનો આખો શૃંગાર કરો. ત્યાર પછી ફરીથી ધૂપ દીવાથી તેમની આરતી કરો. તેમને અષ્ટગંધ ચંદન કે કંકુ અને ચોખાથી તિલક લગાવો. ભગવાનને માખણ, સાકર, પંજીરીનો ભોગ ચડાવો. ભગવાનને તુલસી જરૂર ચડાવો અને ગંગાજળ પણ અર્પણ કરો. ભગવાનની આરાધના કરો, તેમને પ્રણામ કરો. છેલ્લે ફૂલ અને ચોખા ચડાવીને તેમનો પૂજામાં આવવા અને પૂજા સ્વીકારવા માટે આભાર માનો.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular