શુક્રવાર, ઓગસ્ટ 12, 2022
Homeવિશેષઆ કારણે મુકેશ ભાઈએ જિયોના ફોનનું લોન્ચિંગ આગળ લંબાવ્યું, જાણો હવે ક્યારે...

આ કારણે મુકેશ ભાઈએ જિયોના ફોનનું લોન્ચિંગ આગળ લંબાવ્યું, જાણો હવે ક્યારે આવશે સસ્તો ફોન?


ભારતના સૌથી સસ્તા ફોન JioPhone Next નું લોન્ચિંગ લંબાવ્યું, જાણો શું છે કારણ અને ક્યારે છે નવી લોન્ચ ડેટ?

રિલાયન્સ જિયોનો પહેલો સ્માર્ટફોન JioPhone Next હવે 10 સપ્ટેમ્બરના બદલે દિવાળી પહેલા લોન્ચ થશે. Jio ના એક નિવેદન અનુસાર, ઘણા સમયથી જેની રહ્યા જોઈ રહ્યા હતા તે અફોર્ડેબલ સ્માર્ટફોન હાલમાં તેના ટ્રાયલ સ્ટેજમાં છે, અને દિવાળી પહેલા બજારમાં આવવાની અપેક્ષા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ અગાઉ કહ્યું હતું કે, જિયોફોન નેક્સ્ટ 10 સપ્ટેમ્બરથી બજારમાં ઉપલબ્ધ થશે. Jio અને Google ભેગા મળીને આ ફોન બનાવી રહ્યા છે. જેથી આ સ્માર્ટફોન ભારતના ગરીબ લોકો સુધી પણ પહોંચી શકે.

જિયોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “બંને કંપનીએ ગ્રાહકોના એક નાના જૂથ સાથે જિયોફોન નેક્સ્ટનું પરીક્ષણ શરૂ કર્યું છે અને દિવાળીના તહેવાર દરમિયાન તેને વધુ વ્યાપકપણે ઉપલબ્ધ કરાવવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છે.” નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, વધારે સમય મળવા પર કંપની સેમીકન્ડક્ટરની અછતનો પણ સારી રીતે સામનો કરી શકશે.

JioPhone Next માં શું ખાસ છે? નિવેદન અનુસાર, આ વધારાનો સમય “વર્તમાન ઉદ્યોગ વ્યાપી, સેમિકન્ડક્ટર્સની વૈશ્વિક અછતને ઓછી કરવામાં પણ મદદ કરશે.” જિયો અને ગૂગલે જાહેરાત કરી છે કે, તેઓએ ભારત માટે બનાવાયેલ સૌથી વધારે રાહ જોવાઈ રહેલા સ્માર્ટફોન JioPhone નેક્સ્ટને રજૂ કરવાની દિશામાં “નોંધપાત્ર પ્રગતિ” કરી છે. બંને કંપનીઓ સાથે મળીને આ ફોન બનાવી રહી છે. JioPhone Next કસ્ટમાઇઝ્ડ એન્ડ્રોઇડ અને પ્લે સ્ટોર ઓપરેટિંગ સિસ્ટમ સાથેનો પોતાની રીતનો પહેલો હેન્ડસેટ છે.

આ છે ખાસ ફીચર : કંપનીનો દાવો છે કે JioPhone નેક્સ્ટ ડિવાઇસ અને ઓપરેટિંગ સિસ્ટમના પ્રીમીયમ કેટેગરી ફોન સાથે સંકળાયેલ ફીચર્સ જેવા કે વોઇસ-ફર્સ્ટ ફીચર્સ, શાનદાર કેમેરા અનુભવ વગેરેથી સજ્જ હોવાની અપેક્ષા છે. તે વપરાશકર્તાઓને તેમની પોતાની ભાષામાં ફોનને નેવિગેટ કરવા, શાનદાર કેમેરા અનુભવ અને નવીનતમ એન્ડ્રોઈડ ફીચર અને સુરક્ષા અપડેટ્સની સુધી પહોંચવા માટે સક્ષમ બનાવશે.

JioPhone Next ને ગૂગલ આસિસ્ટન્ટ કોઈ પણ ઓન-સ્ક્રીન ટેક્સ્ટ માટે ઓટોમેટિક રીડ-લાઉડ અને ભાષાંતર, ભારત-કેન્દ્રિત ફિલ્ટર સાથેના સ્માર્ટ કેમેરા અને બીજી ઘણી બધી આકર્ષક સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યો છે.

2G ફીચર ફોન યુઝર્સને 4G સક્ષમ ફોનમાં અપગ્રેડ કરવાનો વિકલ્પ આપવાના હેતુથી આ સસ્તા ફોનની જાહેરાત કરવામાં આવી હતી. મુકેશ અંબાણીએ ગુરુવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44 મી વાર્ષિક સામાન્ય સભામાં JioPhone Next ની જાહેરાત કરી હતી.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular