શનિવાર, જૂન 3, 2023
Homeવિશેષઆ કારણે લાંબા સમયથી ફિલ્મોથી દુર રહી ઈશા દેઓલ, અભિનેત્રીએ કારકિર્દીને લઈને...

આ કારણે લાંબા સમયથી ફિલ્મોથી દુર રહી ઈશા દેઓલ, અભિનેત્રીએ કારકિર્દીને લઈને કર્યો આ ખલાસો.


2011 પછી ફરીથી ફિલ્મી પડદા ઉપર આ ફિલ્મથી પાછી આવી રહી છે ધર્મેન્દ્ર અને હેમા માલિનીની લાડકી ઈશા દેઓલ.

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની લાડકી ઈશા દેઓલ 2000 ના દશકમાં બોલીવુડમાં સક્રિય હતી. વર્ષ 2002 માં તેમણે ‘કોઈ મેરે દિલ સે પૂછે’ ફિલ્મથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરુઆત કરી હતી. પણ 2011 પછી તે મોટા પડદાથી દુર થઇ ગઈ. હાલમાં જ ઈશાએ તે વિષય ઉપર ખુલીને વાત કરી કે, ખરેખર કેમ તે 10 વર્ષ સુધી બોલીવુડથી દુર રહી હતી? ઈશા દેઓલ હવે અજય દેવગનની વેબ સીરીઝ ‘રુદ્ર – ધ એજ ઓફ ડાર્કનેસ’ થી કમબેક કરી રહી છે. તો આવો જાણીએ ઈશા દેઓલ સાથે જોડાયેલી વાતો.

બોલીવુડ અભિનેત્રી ઈશા દેઓલ અંગત જીવનની સાથે પોતાની ફિલ્મી કારકિર્દીને લઈને ઘણી સમાચારોમાં રહે છે. ગયા મહીને તે પોતાની શોર્ટ ફિલ્મ ‘એક દુઆ’ ને લઈને ચર્ચામાં હતી. તે લાંબા સમય પછી કોઈ ફિલ્મમાં દેખાઈ છે.

ઈશાએ વર્ષ 2011 પછી ફિલ્મોથી દુર થવા ઉપર એક ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું કે, તે પોતાના અંગત જીવનમાં વ્યસ્ત થઇ ગઈ હતી. ઈશા દેઓલે જણાવ્યું કે, તે મારી પરિસ્થિતિ હતી. હું ભરત તખ્તાની (અભિનેત્રીના પતિ) સાથે ઘર વસાવવા માંગતી હતી અને એક કુટુંબની શરુઆત કરવા માંગતી હતી. હું બસ પ્રેમમાં પડી ગઈ અને ખુશ રહેતી હતી. પછી હું કુટુંબના રસ્તા ઉપર ગઈ, અને જયારે મારા બાળકો ઘણા નાના હતા, તો દરેક બાબત ઉપર યોગ્ય ધ્યાન આપવું પડતું હતું. તમારે યોગ્ય સમય ઉપર યોગ્ય વસ્તુ કરવાની હોય છે. તેમાં હું લાગી ગઈ હતી. એટલું જ નહિ અભિનેત્રીના જણાવ્યા મુજબ એક મહિલા માટે પોતાને સેટલ કરવી અને કુટુંબ બનાવવું સૌથી જરૂરી કામ હોય છે.

તે ઉપરાંત ઈશા દેઓલે પોતાની કારકિર્દીને લઈને બીજા પણ ઘણા ખુલાસા કર્યા. હાલમાં ઓટીટી પ્લેટફોર્મ ઉપર ફિલ્મ ફેસ્ટીવલ ચાલ્યું, જેની હેઠળ શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી. ઈશા દેઓલની ડેબ્યુ હોમ પ્રોડક્શન ફિલ્મ ‘એક દુઆ’ પણ ફેસ્ટીવલ હેઠળ સીધી વુટ સિલેક્ટ ઉપર રીલીઝ કરવામાં આવી. ‘એક દુઆ’ ભ્રુણહ ત્યા વિરુદ્ધ સંદેશ આપવા વળી એક માર્મિક કહાની છે.

ફિલ્મમાં ઈશા દેઓલે પોતે મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મનું નિર્દેશન રાજકમલ મુખર્જીએ કર્યું છે. જે ઈશા સાથે પહેલા એક શોર્ટ ફિલ્મ ‘કેકવોક’ બનાવી ચુક્યા છે. એક દુઆની સ્ટોરી મુંબઈની રહેવાસી આબિદાની છે. પતિ સુલેમાન ટેક્સી ચલાવે છે. એસી વાળી પ્રાઈવેટ ટેક્સીઓનું ચલણ વધવાથી સુલેમાનની કમાણી ઉપર અસર થઇ. કુટુંબ આર્થિક તંગી માંથી પસાર થઇ રહ્યું છે. દેવાને લઈને ભરણપોષણ થઇ રહ્યું છે. બંનેને એક દીકરો છે, જે સ્કુલમાં ભણે છે. ઘરમાં એક દીકરી પણ જોવા મળે છે, જોકે આબિદાને છોડીને તેની ઉપર કોઈનું ધ્યાન જ નથી રહેતું, અને દીકરી દુઆને આબિદા ખુબ પ્રેમ કરે છે.

અને વાત ઈશાની આગામી પ્રોજેક્ટની કરીએ તો તે વેબ સીરીઝ રુદ્રથી પાછી ફરી રહી છે. તેના પાછા ફરવાને લઈને ઈશાએ જણાવ્યું કે, અજય સાથે ફરીથી કામ કરવું એક એવી બાબત છે, જેની હું આતુરતા પૂર્વક રાહ જોઈ રહી છું. તે વેબ સીરીઝ રુદ્રમાં પોતાનો જોરદાર અભિનય દેખાડશે. રુદ્ર ધ એજ ઓફ ડાર્કનેસ બ્રિટીશ વેબ સીરીઝ લૂથરની રીમેક છે. તે વેબ સીરીઝ ટૂંક સમયમાં જ ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી ઉપર લોન્ચ થશે. તેની કહાની એક પોલીસ અધિકારની આસપાસ ફરે છે અને તે પાત્ર ગ્રેડ શેડમાં છે.

ઈશાની ફિલ્મો : વર્ષ 2002 માં ઈશાએ ‘કોઈ મેરે દિલ સે પૂછે’ ફિલ્મથી કારકિર્દીની શરુઆત કરી હતી. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ ફીમેલ ડેબ્યુનો ફિલ્મફેયર એવોર્ડ પણ મળ્યો. અને ઈશા છેલ્લી વખત 2011 માં આવેલી ફિલ્મ ‘ટેલ મી ઓ ખુદા’ માં જોવા મળી હતી. 2012 માં લગ્ન પછી તેમણે ફિલ્મો માંથી રજા લઇ લીધી. ઈશાને બે દીકરીઓ છે. ઈશાએ બોલીવુડને ‘ના તુમ જાનો ના હમ’, ‘ક્યા દિલ ને કહા’, ‘યુવા’, ‘ધૂમ’, ‘દસ’, ‘નો એન્ટ્રી’ અને ‘હાઈ જેક’ જેવી ફિલ્મો આપી છે. પણ ઈશાની કારકિર્દી ખાસ વધુ ન ચમકી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular