આ છોકરીએ ઘણી નાની ઉંમરમાં મોડલિંગ અને ફેશનની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, ચલાવે છે પોતાની ક્લોથીંગ બ્રાન્ડ.
ઘણી નાની ઉંમરમાં જ પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહેવાવાળી ફ્રેન્ચ મોડલ થાયલેન બ્લોન્ડેઉ (Thylane Blondeau) એક વાર ફરી ચર્ચામાં છે. તે હાલમાં જ પોતાના બોયફ્રેન્ડ સાથે રિલેક્સ કરતા દેખાઈ હતી. થાઈલેન સૌથી પહેલા 6 વર્ષની ઉંમરમાં ત્યારે ન્યુઝ હેડલાઈનમાં આવી હતી, જયારે તેણીએ દુનિયાની સૌથી સુંદર છોકરીના રૂપમાં મીડિયામાં ઓળખાણ મેળવી હતી.
વર્ષ 2007 માં થાઈલેનને TC Candler ના 100 સૌથી સુંદર ચહેરાની યાદીમાં શામેલ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, આ લિસ્ટમાં પ્રિયંકા ચોપડા અને ઘણી હોલીવુડ એક્ટ્રેસ પણ એન્ટ્રી લઇ ચુકી છે. જયારે થાયલેનને આ લિસ્ટમાં શામેલ કરવામાં આવી હતી, તેના 2 વર્ષ પહેલા જ તેણીએ પોતાના મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.
થાઈલેને ફક્ત 4 વર્ષની ઉંમરમાં મોડલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું અને તે ઘણી નાની ઉંમરમાં જ રેમ્પવોક કરવા લાગી હતી. તેમની મમ્મી ફેશન ડિઝાઈનર હતી એવામાં થાઈલેનને ફેશન ઇન્ડસ્ટ્રીનો એક્સપોઝર હતો. 6 વર્ષની ઉંમરમાં તેણીનો એક ફોટો વા યરલ થયો હતો, ત્યાર બાદ તેણીને દુનિયાની સૌથી સુંદર છોકરીના રૂપમાં ઓળખવા લાગ્યા.
ત્યારબાદ 10 વર્ષની ઉંમરમાં તે વિવાદોમાં આવી ગઈ હતી. હકીકતમાં તે વોગના એક ફોટોશૂટ દરમિયાન ગોલ્ડ ડ્રેસ, હાઈ હિલ્સ અને મેકઅપમાં દેખાઈ હતી. ત્યારબાદ આલોચકોએ તે ફોટોશૂટને લઈને ઘણી આલોચના કરી હતી. તે ફોટોશૂટમાં ન કરવાનું કામ કરાવવામાં આવ્યું હતું.
તેના જવાબમાં તેમની મમ્મીએ કહ્યું હતું કે, હું સમજી શકું છું કે લોકો માટે આ ચોંકાવનારું છે. હું પોતે આ ફોટોશૂટ દરમિયાન ચોંકી ગઈ હતી. પણ સત્ય તો એ છે કે, હું એ વાતને લઈને વધારે ચકિત હતી કે મારી દીકરીએ આ ફોટોશૂટમાં જે નેકલેસ પહેર્યું હતું તેની કિંમત 3 મિલિયન પાઉન્ડ હતી.
ચાઈલ્ડ મોડલિંગમાં સફળ કરિયર પછી તે ફેશન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવવામાં સફળ રહી. વર્ષ 2017 માં તેણીએ મિલાન ફેશન વીકમાં યુવા મોડલના રૂપમાં શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણીને L’oreal ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી. હવે તેણીએ પોતાની ક્લોથીંગ બ્રાન્ડ પણ શરૂ કરી દીધી છે.
થાઈલેન પૂર્વ ફૂટબોલ ખેલાડી પેટ્રિક બ્લોન્ડેઉ અને ફ્રેન્ચ મોડલ વેરોનિકાની દીકરી છે. થાઈલેન હવે 20 વર્ષની થઈ ગઈ છે અને ઘણી ટોપ બ્રાન્ડ્સનો ચહેરો છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 40 લાખથી વધારે ફોલોઅર્સ છે અને તે પોતાની ક્લોથીંગ બ્રાન્ડને સોશિયલ મીડિયા પર પણ પ્રમોટ કરે છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.