શુક્રવાર, ઓગસ્ટ 12, 2022
Homeવિશેષઆ જન્માષ્ટમી ઉપર મનની ઈચ્છા પૂરી કરવા રાશી મુજબ ચડાવો કાનાને ભોગ.

આ જન્માષ્ટમી ઉપર મનની ઈચ્છા પૂરી કરવા રાશી મુજબ ચડાવો કાનાને ભોગ.


શ્રીકૃષ્ણના જન્મોત્સવ પર પોતાની રાશી અનુસાર તેમને આ રંગના કપડાથી શણગારો અને આ વિશિષ્ટ ભોગ ધરાવો.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ છે જેને દર વર્ષે શ્રાવણ માસમાં વદ પખવાડિયાની આઠમની તિથીના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી 30 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ આ તિથીના રોજ રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશીમાં થયો હતો. આ પર્વ આખા દેશમાં ઉજવવામાં આવે છે. અને મથુરા – વૃંદાવનમાં આ તહેવારની અલગ જ ધૂમ હોય છે.

આ અવસર પર મંદિરો અને ઘરમાં લોકો બાળ ગોપાલના જન્મોત્સવનું આયોજન કરે છે. બાળ ગોપાલ માટે પાલખી શણગારવામાં આવે છે. તેમનો શૃંગાર કરવામાં આવે છે. અને આ દિવસે નિઃસંતાન દંપત્તિ જન્માષ્ટમીનું વ્રત રાખે છે. તે બાળ ગોપાલ શ્રીકૃષ્ણ જેવા સંતાનની કામનાથી આ વ્રત રાખે છે અને મોરલીવાળાને પોતાની પ્રિય વસ્તુનો ભોગ ચડાવે છે. જ્યોતિષીય માન્યતા છે કે, આ દિવસે રાશી મુજબ ભગવાન શ્રીકૃષ્ણને શૃંગાર અને ભોગ ચડાવવાથી લોકોની મનોકામનાઓ પુરી થાય છે અને તેમને ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જન્માષ્ટમી ઉપર રાશી મુજબ ઉપાય આ કરવા જોઈએ.

મેષ રાશી : આ રાશીના લોકોએ ભગવાન શ્રીકૃષ્ણનો શૃંગાર લાલ રંગના કપડાથી કર્યા પછી તેમને માખણ, સાકરનો ભોગ ચડાવવો જોઈએ.

વૃષભ રાશી : જન્માષ્ટમીના દિવસે વૃષભ રાશીના લોકોએ મોરલીવાળાને માખણનો ભોગ ચડાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે તે બધું કરવાથી ભગવાન તેમની બધી તકલીફો દુર કરી દેશે.

મિથુન રાશી : મિથુન રાશીના લોકોએ જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણ ભગવાનને ચંદનથી તિલક કરવું અને ત્યાર પછી તેમને ભોગમાં દહીં અર્પણ કરવું જોઈએ. પછી ભગવાન સામે હાથ જોડીને તમારી અરજી કરો.

કર્ક રાશી : આ રાશીના લોકોએ ભગવાન શ્રીકૃષ્ણનો સફેદ વસ્ત્રથી શૃંગાર કરવો જોઈએ અને પછી તેમને દૂધ અને કેસરનો ભોગ ચડાવવો જોઈએ.

સિંહ રાશી : જન્માષ્ટમીના દિવસે સિંહ રાશીના લોકોએ કાનાનો શૃંગાર ગુલાબી રંગના કપડાથી કરવો જોઈએ. ત્યાર પછી અષ્ટગંધનું તિલક લગાવવું જોઈએ. પ્રસાદમાં તેમને માખણ અને સાકર ચડાવો.

કન્યા રાશી : કન્યા રાશીના લોકો જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને લીલા રંગના કપડાથી શણગારો. ત્યાર પછી માવાનો ભોગ જરૂર ચડાવો.

તુલા રાશી : તુલા રાશીના લોકો જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને ગુલાબી રંગના વસ્ત્રો પહેરાવો અને ત્યાર પછી તેમને ઘી નો ભોગ ચડાવો.

વૃશ્ચિક રાશી : વૃશ્ચિક રાશીના લોકો જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને લાલ વસ્ત્ર પહેરાવો અને સાથે જ તેમને માખણ અથવા દહીં જરૂર ચડાવો.

ધનુ રાશી : ધનુ રાશીના લોકોએ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને પીળા વસ્ત્ર પહેરાવવા જોઈએ. ત્યાર પછી ભગવાનને પ્રસાદમાં પીળા રંગની બનેલી મીઠાઈ જરૂર ચડાવો.

મકર રાશી : મકર રાશીના લોકોએ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો વાદળી વસ્ત્રોથી શૃંગાર કરવો જોઈએ અને પૂજામાં તેમને સાકરનો ભોગ ચડાવવો જોઈએ.

કુંભ રાશી : કુંભ રાશીના લોકો જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને વાદળી રંગના વસ્ત્ર પહેરાવો. પછી કાનાને બાલુશાહી (એક મીઠાઈ) નો ભોગ ચડાવો.

મીન રાશી : જન્માષ્ટમી ઉપર મીન રાશીના લોકોએ ભગવાન શ્રીકૃષ્ણને પીતાંબરી વસ્ત્ર અને પીળા જ રંગના કુંડળ પહેરાવો. પછી ભોગમાં કેસર અને બરફી ચડાવો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular