રિલાયન્સ, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી દિગ્ગજ કંપનીઓ સાથે સ્પર્ધા કરવા તૈયાર છે ટાટા ગ્રુપ, જાણો શું છે પ્લાનિંગ.
ટાટા જૂથ ઈ-કોમર્સ સેક્ટરમાં રિલાયન્સ, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી દિગ્ગજ કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે પોતાને તૈયાર કરી રહી છે. ટાટા સન્સે તેની ઈ-કોમર્સ કંપની ટાટા ડિજિટલમાં રૂ. 5,882 કરોડનું રોકાણ કર્યું છે. ટાટા ગ્રૂપ દ્વારા ઈ-કોમર્સ સેગમેન્ટમાં એક જ નાણાકીય વર્ષમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે.
વધારાનું ભંડોળ ઉમેરવાની સાથે 2020-22 માં ટાટા ગ્રૂપનું ટાટા ડિજિટલમાં રોકાણ રૂ. 11,872 કરોડનું છે. ઇકોનોમિક ટાઇમ્સે ટાટા જૂથની નિયમનકારી ફાઇલિંગને ટાંકીને અહેવાલ આપ્યો છે.
કંપનીની યોજના શું છે?
રિપોર્ટ પ્રમાણે, રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ (ROC) ની ફાઇલિંગમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ટાટા ડિજિટલના બોર્ડે 30 માર્ચના રોજ અધિકારોના આધારે રૂ. 10 થી 5.88 બિલિયન સંપૂર્ણ પેઇડ ઇક્વિટી શેરની ફાળવણીને મંજૂરી આપી હતી. આ શેર્સની કિંમત 5,882 કરોડ રૂપિયા હશે, જે ટાટા ડિજિટલની હોલ્ડિંગ કંપની ટાટા સન્સને આપવામાં આવશે. અહેવાલ પ્રમાણે, ટાટા ડિજિટલ (જે જૂથની ઇલેક્ટ્રોનિક્સ રિટેલ ચેઇન ક્રોમાની હોલ્ડિંગ કંપની પણ છે) એ ડિસેમ્બર 2021-22 સુધીના નવ મહિનામાં ટાટા સન્સ પાસેથી ઘણા તબક્કામાં રૂ. 5,990 કરોડ મેળવ્યા છે.
ટાટાની નવી એપ થઈ લોન્ચ :
તાજેતરમાં જ ટાટા ગ્રુપે તેની સુપર એપ Tata Neu 7 મી એપ્રિલે લોન્ચ કરી છે. આ એપ પર યુઝર્સને એક જ પ્લેટફોર્મ પર એરલાઈન્સ બુકિંગ સહિતની ઘણી સુવિધાઓ મળશે. તે એશિયા, બિગબાસ્કેટ, ક્રોમા, આઈએચસીએલ, જીયુમિન, સ્ટારબક્સ, ટાટા 1 એમજી, ટાટા ક્લીક, ટાટા પ્લે અને વેસ્ટસાઈડ જેવા ટાટા જૂથના તમામ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સરળ ઍક્સેસ અને સેવા આપે છે.
આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.