મંગળવાર, માર્ચ 28, 2023
Homeવિશેષઆ તારીખથી ગુજરાતમાં થશે વરસાદની દે ધનાધન બેટિંગ, થઈ આ મોટી આગાહી.

આ તારીખથી ગુજરાતમાં થશે વરસાદની દે ધનાધન બેટિંગ, થઈ આ મોટી આગાહી.


મિત્રો હાલ આપણે ત્યાં ચોમાસુ ચાલી રહ્યું છે, પણ જોઈએ એટલો વરસાદ પડી રહ્યો નથી. હાલના સમયમાં રાજ્યમાં છુટોછવાયો ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ઘણી જગ્યાઓ પર આકાશમાં અંધકાર કરી દેનારા કાળા ડિબાંગ વાદળો છવાય છે પણ થોડો વરસાદ પડીને પછી બંધ થઇ જાય છે.

આ પરિસ્થિતિને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ચોમાસામાં વરસાદ ન પડે તો ખેડૂતોને પણ ઘણું નુકશાન થાય છે જેની અસર બધા પર જોવા મળે છે. વરસાદ ન પડવાને કારણે ખેડૂતો પણ ચિંતિત છે. પણ હવે લોકોએ વધારે ચિંતા કરવાની જરૂર નથી. એવું એટલા માટે કારણ કે જલ્દી જ ગુજરાતમાં મેઘરાજા દે ધનાધન બેટિંગ કરવાના છે.

જણાવી દઈએ કે, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને લઈને ખુબ જ મોટી આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતમાં કઈ તારીખથી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલુ થશે? તેના વિષે આજે અમે તમને અહીંયા વિગતવાર માહિતી આપીશું.

વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર, તારીખ 6 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે. અને લો પ્રેશર સિસ્ટમ બન્યા બાદ અરબી સમુદ્રથી લઈને મહારાષ્ટ્રથી લઈને લો પ્રેશર સિસ્ટમ સુધી ઇસ્ટ-વેસ્ટ સીએ ઝોન બનવાનો છે. અને ત્યારબાદ આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે અને મધ્યપ્રદેશ ઉપર આવે ત્યારબાદ બહોળું સર્ક્યુલેશન છેક અરબી સુધી ગુજરાત સુધી છવાશે.

આ સિસ્ટમને કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જેથી કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 7 સપ્ટેમ્બરથી લઈને 13 સપ્ટેમ્બર સુધી ખુબ જ સારો વરસાદી રાઉન્ડ, સાર્વત્રિક વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે.

મંગળવારથી આખા અઠવાડિયા દરમિયાન સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેશે એવું અશોકભાઈ પટેલે જણાવ્યું છે. ખેડૂત મિત્રો માટે આ ખુબ જ મોટા અને સારા સમાચાર છે કે, સાર્વત્રિક વરસાદનો પ્રથમ રાઉન્ડ ગુજરાત માટે આવી રહ્યો છે અને તે પણ ખુબ જ લાંબો વરસાદી રાઉન્ડ આવવાનો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular