બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeવિશેષઆ દિવસથી શરુ થઈ રહ્યો છે ગણેશોત્સવ, આ 4 રાશિઓ પર રહેશે...

આ દિવસથી શરુ થઈ રહ્યો છે ગણેશોત્સવ, આ 4 રાશિઓ પર રહેશે બાપ્પાની વિશેષ કૃપા…


ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચૌદશ સુધી આ રાશિઓવાળાને મળશે બાપ્પાનો વિશેષ આશીર્વાદ, થશે આર્થિક લાભ.

સનાતન ધર્મમાં ગણેશોત્સવનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ગણેશોત્સવની શરૂઆત ભાદરવા માસના શુક્લ પક્ષની ચોથ તિથીથી થાય છે અને અનંત ચૌદશના દિવસે આ તહેવારનું સમાપન થાય છે, જેને ગણેશ વિસર્જનના નામથી પણ ઓળખવામાં આવે છે. ભગવાન ગણેશના જન્મ દિવસના ઉત્સવને લોકો ધૂમધામથી ઊજવે છે. આ વર્ષે ગણેશોત્સવની શરૂઆત 10 સપ્ટેમ્બરથી થઈ રહી છે અને 19 સપ્ટેમ્બરે આ ઉત્સવનું સમાપન થાય છે. જાણો આ 10 દિવસ કઈ 4 રાશિઓ પર ભગવાન ગણેશની વિશેષ કૃપા રહેવાની છે.

વૃષભ રાશિ : આ રાશિના લોકો પર ભગવાન ગણેશની વિશેષ કૃપા રહેશે. જ્યોતિષીય ગણના અનુસાર ગ્રહોની સ્થિતિ તમારા માટે અનુકૂળ દેખાઈ રહી છે. તમને ભાગ્યનો સાથ મળશે. નવા કામની શરૂઆત કરી શકો છો. કરિયરમાં ગ્રોથ મળશે. આર્થિક સ્થિતિ પહેલાથી સારી રહેશે. રોકાણમાં લાભ થવાની સંભાવના છે.

મિથુન રાશિ : ગણેશોત્સવના 10 દિવસ તમારા માટે ખૂબ શાનદાર રહેશે. ગણપતિ બાપ્પાની વિશેષ કૃપા રહેશે. કરિયરમાં સફળતા મળશે. બિઝનેસમાં ધન લાભ થશે. ધન-સંપતિમાં વધારો થઈ શકે છે. આ દરમિયાન જે પણ કામમાં હાથ નાખશો તેમાં તમને સફળતા મળવાની સંભાવના છે.

સિંહ રાશિ : ગણેશોત્સવ તમારા માટે ખુશીઓ લઈને આવ્યો છે. લાંબા સમયથી ચાલતી આવેલી સમસ્યાઓનો અંત દેખાઈ આવી રહ્યો છે. ગણેશ ભગવાનની કૃપાથી તમારા અટકેલા કામ પુરા થશે. ધન-ધાન્યમાં વધારો થવાની ખૂબ મોટી સંભાવના છે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થઈ શકે છે. લાભ કમાવવા માટે ઘણી તકો પ્રાપ્ત થશે.

કન્યા રાશિ : આ સમય તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી. તમારા બગડેલા કામ સુધરશે. અચાનકથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. પ્રોફેશનલ અને પર્સનલ બંને લાઈફમાં તમને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે. તમારી આર્થિક સ્થિતિમાં જબરજસ્ત સુધારો જોવા મળશે. જીવનસાથીનો ભરપૂર સાથ મળશે. ભાગ્ય તમારી સાથે છે.

આ માહિતી ટીવી9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular