ગુરુવાર, ઓગસ્ટ 18, 2022
Homeવિશેષઆ નવા વિડીયોમાં દેખાઈ તારક મેહતા શો ની અંજલિ ભાભી, શેર કર્યા...

આ નવા વિડીયોમાં દેખાઈ તારક મેહતા શો ની અંજલિ ભાભી, શેર કર્યા પોતાના બાળપણના કિસ્સા.


તારક મેહતાની જૂની પત્ની બની આ નવા વિડીયોનો ભાગ, કહ્યું – એ જોઈને સારું લાગે છે કે આજની પેઢી…..

તાજેતરમાં જ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ નેહા મેહતા એક આધ્યાત્મિક પ્રોજેક્ટનો ભાગ બની છે. અભિનેત્રીએ નવકાર મંત્રની ધૂન માટે એક મ્યુઝિક વીડિયો શૂટ કર્યો છે, જે લોકપ્રિય ગાયિકા નીતી મોહન દ્વારા ગાવામાં આવ્યો છે. ન્યુઝ એજન્સી સાથેની ખાસ વાતચીત દરમિયાન નેહાએ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો શેર કરી હતી. જણાવી દઈએ કે, નેહા ગુજરાતી બેકગ્રાઉન્ડ ધરાવે છે અને વાતચીત દરમિયાન તેમણે ખાસ યાદો પણ શેર કરી છે. આવો જાણીએ તેમણે શું કહ્યું?

નેહાએ કહ્યું કે, “હું બાળપણથી જૈન ધર્મ સાથે જોડાયેલી છું. જ્યારે નિર્માતાઓએ મને આ ધૂનનો ભાગ બનવાનું કહ્યું, ત્યારે હું તરત જ તેના માટે સંમત થઈ ગઈ. હું પોતે ઘણી ધાર્મિક વ્યક્તિ છું. અને ત્યારે ઘણું સારું લાગે છે જ્યારે હું જોઉં છું કે આજની નવી પેઢી પણ આધ્યાત્મિકતાને સમજે છે. હું આ તક કેવી રીતે ચૂકી શકું? હું નાનપણથી નવકાર મંત્રના ગીત ગાઉં છું.

આ મ્યુઝિક વીડિયોનું શુટિંગ કરવું એક અદ્ભુત અનુભવ હતો. આ ગીત દ્વારા અમે અમારા પ્રેક્ષકોને એ દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, કેવી રીતે એક પેઢી પોતાના મૂલ્યો બીજી પેઢીને આપી રહી છે. મેં મારી માતા પાસેથી, મારા ધર્મ વિશે, જૈન ધર્મ વિશે, અધ્યાત્મ વિશે ઘણું શીખ્યું છે. આ ધૂન દ્વારા મને મારા ચાહકો સુધી આ બાબતો પહોંચાડવાની તક મળી, હું તેને મારો લહાવો માનું છું.”

નેહા, જે છેલ્લે ‘તારક મેહતા’ માં અંજલી મેહતા તરીકે જોવા મળી હતી, તેમનું માનવું છે કે આ તેનો કમબેક પ્રોજેક્ટ ન હોઈ શકે. આ અંગે તે કહે છે, “જુઓ, મારા મતે તમે કમબેક ત્યારે કહો જ્યારે કોઈ અભિનેત્રી વેકેશન પર ગઈ હોય અથવા પોતાના કામમાંથી બ્રેક લીધો હોય. મારી સાથે આવું બિલકુલ નહોતું. છેલ્લા દોઢ વર્ષોમાં મેં કામમાંથી બ્રેક લીધો નથી.

પહેલા લોકડાઉનમાં મેં મારી એક ગુજરાતી ફિલ્મ પૂરી કરી હતી અને બીજા લોકડાઉનમાં મેં આ મ્યુઝિક વીડિયો કર્યો. અત્યારે હું એક ગુજરાતી પ્રોજેક્ટના સંબંધમાં ગુજરાત આવી છું. હા, તે નક્કી છે કે મારા ચાહકો મને એક અલગ જ અવતારમાં જોશે અને આગામી દિવસોમાં પણ તેઓ મને ઘણી પડકારરૂપ ભૂમિકાઓમાં જોઈ શકશે.”

મ્યુઝિક ડિરેક્ટર ચિરંતન ભટ્ટ પણ મ્યુઝિક વીડિયો સાથે જોડાયેલા છે. તેમની સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં નેહા કહે છે, “હું ચિરંતન અને તેમના કામની ખૂબ મોટી ચાહક છું. જ્યારે મને ખબર પડી કે તેમણે ધૂન કંપોઝ કરી છે, ત્યારે મને ખૂબ આનંદ થયો. મને તેમની સાથે કામ કરવાની તક મળી. આ ખરેખર એક મોટી વાત છે. તેમની ધૂન અન્યની ધૂનથી ઘણી અલગ છે. ભવિષ્યમાં તેમની સાથે વધુ કામ કરવાની તક મળે તેવી આશા છે. ”

તમને જણાવી દઈએ કે, નેહા મૂળ ગુજરાતના પાટણની છે પરંતુ તેમનો ઉછેર વડોદરા અને અમદાવાદમાં થયો હતો. તે એવા પરિવારમાંથી આવે છે જે ગુજરાતી સાહિત્યમાં ઊંડા મૂળ ધરાવે છે અને પોતે એક ગુજરાતી વક્તા છે. તેમના પિતા એક લોકપ્રિય લેખક છે જેમણે નેહાને અભિનેત્રી બનવા માટે પ્રેરણા આપી હતી. તેણીએ ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં માસ્ટર ઈન પર્ફોર્મિંગ આર્ટ્સ (એમપીએ) અને વોકલ અને ડ્રામામાં ડિપ્લોમાં કર્યું છે.

ગુજરાત સાથે જોડાયેલી યાદોને શેર કરતા નેહા કહે છે, “બાળપણમાં હું ખૂબ તોફાની હતી, લોકો મને ‘ગડબડ’ કહીને બોલાવતા હતા. મને યાદ છે, અમદાવાદમાં અમારો આધ્યાત્મિક પ્રોગ્રામ હતો અને મારી મમ્મીએ અમારા અને અમારા પાડોશીના કપડાંનું ધ્યાન રાખવાનું કહ્યું હતું. તે સમયે હું ઘણી નાની હતી, કદાચ ત્રીજા ધોરણમાં હતી. આંટીએ પોતાની મોંઘી સાડી ધોઈને બહાર સૂકવી હતી અને મને તેની સંભાળ રાખવા બેસાડી હતી.

તે સમયે મેં જોયું કે એક મહિલા ત્યાંથી પસાર થઈ રહી હતી જેને કપડાંની ખૂબ જરૂર હતી. મેં કાંઈ પણ વિચાર્યા વગર મારી આંટીની સાડી તે સ્ત્રીને આપી દીધી. તે પછી મને ખૂબ ઠપકો આપવામાં આવ્યો હતો. પણ હું બીજું શું કરતે? મને શીખવવામાં આવ્યું હતું કે, કોઈ પણ જરૂરિયાતમંદની મદદ કરવી જોઈએ, તેથી મેં તે કર્યું. આજે પણ જ્યારે મને તે દિવસ યાદ આવે છે ત્યારે મારા ચહેરા પર સ્મિત આવે છે.

‘ઈશ્ક ઈન્ડિયા’ દ્વારા નિર્મિત ‘નવકાર મંત્ર’ ને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળ્યો છે, જેનો કોન્સેપ્ટ પરીણ મેહતાએ તૈયાર કર્યો છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular