29 વર્ષની ઉંમરમાં 7 કરોડ રૂપિયાની કરી બચત, મહિલાએ જણાવ્યું કેવી રીતે થયું શક્ય?
જો તમે પૈસા બચાવવાની રીતો એટલે કે બચત વિશે વિચારી રહ્યા છો, તો આ મહિલાની યુક્તિ તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આ મહિલાએ પોતાની ‘અનોખી’ રીતે કરોડો રૂપિયાની બચતનો દાવો કર્યો છે. તો ચાલો જાણીએ મહિલાની ‘બચત યોજના’ એટલે કે ‘સેવિંગ પ્લાન’ શું છે?
હકીકતમાં, યુએસએના લોસ એન્જલસમાં રહેતી કૈટી ટી (Caitie T) એ પોતાની નિવૃત્તિ યોજના જાહેર કરી છે. તે કહે છે કે તે 29 વર્ષની ઉંમરે 1 મિલિયન ડોલર (લગભગ 7 કરોડ 34 લાખ રૂપિયા) બચાવ્યા બાદ 35 વર્ષની વયે નિવૃત્ત થવા માટે તૈયાર છે. કેટીએ પોતાની બચત સંબંધિત રસપ્રદ ટિપ્સ આપી છે.
તેમણે જણાવ્યું કે, કેવી રીતે નાની નાની રીતો અપનાવીને તેમણે કરોડો રૂપિયા બચાવ્યા. કેટી તે રીતોનો ખુલાસો કરતા જણાવ્યું કે, તેના દ્વારા તેમને 1 મિલિયન ડોલર બચાવવામાં મદદ મળી છે.
ધ સન ન્યૂઝના અહેવાલ અનુસાર, 29 વર્ષીય કેટીનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર ‘મિલેનિયલ મની હની’ નામનું એકાઉન્ટ છે. જ્યાં તેમણે 35 વર્ષની ઉંમરે નિવૃત્ત થવાની પોતાની યોજના જાહેર કરી છે.
કેટી કહે છે કે, એક સંસ્થામાં જોડાયા પછી તેમણે પોતાના ખર્ચનો રેકોર્ડ તૈયાર કરવાનું શરૂ કર્યું. તે સંસ્થા લોકોને નકામા ખર્ચ રોકવા અને બચત તેમજ રોકાણ કરવા માટે પ્રેરિત કરે છે.
કેટીએ તે પોતે કેટલો ખર્ચ કરી રહી હતી તેનો માસિક આવકનો રેકોર્ડ બનાવ્યો. આ જાણ્યા પછી કેટીએ તેમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. તેના માટે તેમણે પાંચ ક્ષેત્રો પસંદ કર્યા, જેમાં તેમણે ખર્ચમાં ઘટાડો કરવાનું નક્કી કર્યું. તેમણે વધારે પગારવાળી જગ્યાએ કામ કર્યું, રોકાણ કરવાનું શરૂ કર્યું, ભાડું બચાવ્યું, નકામા ખર્ચ સંપૂર્ણપણે બંધ કરી દીધા.
29 વર્ષીય કેટીએ બિનજરૂરી ખર્ચ ઘટાડવાનો પ્રથમ તબક્કો રોજિંદા વસ્તુઓથી શરૂ કર્યો. તેણીએ જણાવ્યું કે, કેવી રીતે તેમણે શરૂઆતમાં હેર કલરિંગ, મેકઅપ, જિમ, કપડાં ખરીદવા, બજેટ સલુન્સ પસંદ કરવા અને પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકવાથી સેંકડો ડોલરની બચત કરી.
કેટીએ માત્ર એક વર્ષ માટે પોતાના દૈનિક ખર્ચ માટે ચૂકવણી કરી અને કંઈપણ નવું ખરીદ્યું નહીં. તેમણે ટિકટોક પર ખુલાસો કર્યો કે, ‘મેં આ વર્ષમાં કોઈ નવા કપડા કે ઘરવપરાશની વસ્તુઓ ખરીદી નથી. માત્ર જરૂરી વસ્તુઓ જ ખરીદી. કેટીના જણાવ્યા અનુસાર, તે પહેલા લગભગ 17 હજાર રૂપિયા જિમ મેમ્બરશિપ માટે આપતી હતી. મોંઘા સલુન્સમાં જવાને કારણે એક અઠવાડિયામાં હજારો રૂપિયા ખર્ચ્યા. પરંતુ જ્યારે તેમણે આ તમામ ખર્ચમાં કાપ મૂક્યો ત્યારે દર મહિને તેમના લાખો રૂપિયા બચવા માંડ્યા.
કેટી અગાઉ એક જાહેરાત એજન્સીમાં ગ્રાફિક ડિઝાઈનર તરીકે કામ કરતી હતી, પરંતુ તેમણે કયાંક બીજે આ જ કામ શોધીને પોતાની આવક વધારવાનું નક્કી કર્યું. તે એક ટેક કંપનીમાં જોડાઈ અને વધારાની આવક શરૂ કરી. એટલું જ નહીં, ઘણી વખત તેણીએ ‘નો સ્પેન્ડ યર’ ના નિયમનું પાલન કર્યું. આમાં, તે એક વર્ષમાં ફક્ત જરૂરી વસ્તુઓ માટે ખર્ચ કર્યા. તે કોઈ પણ લક્ઝરી વસ્તુ પર ખર્ચ કરતી નથી. આ રીતે તેમણે લાખો રૂપિયા બચાવ્યા.
તેમણે કમાયેલા પૈસાથી બચત કરવા માટે ત્રણ રીત અપનાવી. તે બચતના પૈસા નિવૃત્તિ ખાતા, આરોગ્ય બચત ખાતા અને વ્યક્તિગત બચત ખાતામાં મૂકતી હતી.
કેટીએ ભાડાનું ઘર છોડી દીધું. રોગચાળો હોવા છતાં, તે પોતાના માતાપિતા સાથે તેમના ઘરે આવી ગઈ. આ કારણે તે પોતાની આવકનો નોંધપાત્ર ભાગ બચાવવામાં સફળ રહી હતી, કારણ કે તેમનો ખર્ચ ઓછો થઇ ગયો હતો. જો કે, બચતનો અર્થ એ નથી કે તમે જીવનનો આનંદ માણી શકતા નથી.
જ્યારે કેટી પોતાની માસિક આવકના 80 ટકા ભાગ બચાવવા માટે ખર્ચ ઘટાડવાનું પસંદ કરે છે, ત્યારે તે પોતાના દૈનિક ખર્ચ માટે બજેટ તૈયાર કરતી નથી. તે હંમેશા નક્કી કરે છે કે, તે પોતાના માસિક ખર્ચને આવરી લે. તે બહાર જઈને મિત્રો સાથે ડિનરનો આનંદ લે છે અને સમયાંતરે વેકેશન માટે પણ જાય છે. કેટીના જણાવ્યા અનુસાર, મારા રોકાણ દ્વારા મેં મારી નેટવર્થ લગભગ 2 કરોડ 93 લાખ રૂપિયા સુધી વધારી છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.