બુધવાર, જુલાઇ 6, 2022
Homeવિશેષઆ રક્ષાબંધન ઉપર ઈ.સ. 1547 પછી ઉભા થઇ રહ્યા છે મહાસંયોગ, 5...

આ રક્ષાબંધન ઉપર ઈ.સ. 1547 પછી ઉભા થઇ રહ્યા છે મહાસંયોગ, 5 રાશિઓને થશે લાભ જ લાભ.


ગ્રહોના સંયોગને કારણે રક્ષાબંધન ઉપર આ રાશિવાળાની આવકમાં થશે વધારો, જાણો તમારી રાશિ શું કહે છે?

રક્ષાબંધનનો તહેવાર શ્રવણ નક્ષત્રમાં ઉજવવામાં આવે છે, પણ આ વખતે તે ઘનિષ્ઠા નક્ષત્રમાં ઉજવવામાં આવશે. ગુરુ અને ચંદ્ર એક રાશિમાં હોવાથી ગજ કેસરી યોગ ઉભા થઇ રહ્યા છે. સૂર્ય, મંગળ અને બુધ સાથે સિંહ રાશિમાં બિરાજમાન રહેશે. આ દિવસે શુક્ર ગ્રહ કન્યા રાશિમાં હશે. ગ્રહોનો આવો યોગ શુભ ફળદાયી માનવામાં આવી રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રીઓનું કહેવું છે કે ગ્રહોની આવી સ્થિતિ 474 વર્ષ પછી ઉભી થઇ રહી છે.

તે પહેલા 11 ઓગસ્ટ 1547 ના રોજ આવો સમય આવ્યો હતો જયારે ઘનિષ્ઠા નક્ષત્રમાં રક્ષાબંધન ઉજવવામાં આવી હતી અને સૂર્ય, મંગળ અને બુધ એક જ રાશિમાં હતા. તે સમયે શુક્ર બુધના સ્વામિત્વ વાળી રાશિ મિથુનમાં હતા. જયારે આ વર્ષે શુક્ર બુધના સ્વામિત્વની કન્યા રાશિમાં હશે. તેથી મેષ, કર્ક, તુલા, મકર અને કુંભ રાશિના લોકોને વધુ લાભ થવાની સંભાવના ઉભી થશે. આવો જાણીએ રક્ષાબંધન ઉપર ગ્રહોનું આવું મિલન તમામ રાશિઓ માટે કેવું રહેશે.

મેષ – ગ્રહોનો આ સંયોગ મેષ રાશિ વાળાની આવક વધારશે. દરેક કાર્યમાં સફળતાની સંભાવના વધુ રહેશે. મિત્રો અને સંબંધીઓનો પુરતો સહકાર મળશે.

વૃષભ – વૃષભ રાશિના લોકો કાર્યોમાં વ્યસ્ત રહેશે. નવા કામનું દબાણ રહી શકે છે. આ રાશિના લોકોને માતા પિતાનો પુરતો સહકાર મળશે.

મિથુન – મિથુન રાશિના લોકો માટે રક્ષાબંધનથી લઈને બીજા ત્રણ દિવસ સુધી ભાગ્યનો સાથ મળશે. જીવનમાં ચાલી રહેલી તમામ અડચણો દુર થશે. પ્રવાસ સુખદ રહેશે અને લાભ થશે.

કર્ક – કર્ક રાશિના લોકોને આવકમાં વૃદ્ધી અને ધનનો લાભ થવાની સંભાવના ઘણી ઓછી છે. કાર્યોમાં વ્યસ્તતા વધુ રહેશે.

સિંહ – સિંહ રાશિના લોકો વિરોધીઓ ઉપર ભારે પડશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે અને વિવાદોથી દુર રહેશો.

કન્યા – કન્યા રાશિના લોકો માટે રક્ષાબંધનનો દિવસ ઘણો શુભ રહેશે. આવક વધશે અને સન્માનમાં પણ વધારો થશે. તમારા વિરોધીઓ શાંત રહેશે.

તુલા – તુલા રાશિ વાળાને ભાગ્યનો સાથ મળશે. સંતાન તરફથી લાભ થશે. આવકમાં વધારો થઇ શકે છે. કામનું દબાણ વધી શકે છે.

વૃશ્ચિક – વૃશ્ચિક રાશિ વાળા માટે પણ આ દિવસ વ્યસ્ત રહેશે. ઉતાવળમાં નુકશાનની સંભાવના છે. વિવાદોથી દુર રહેવાનો પ્રયત્ન કરો.

ધનુ – ધનુ રાશિ વાળા ઉપર જવાબદારી વધશે, પણ તમે આશા કરતા વધુ સારું કાર્ય કરી શકશો. ભાઈઓ કે ભાઈ સમાન લોકોની મદદ મળી શકે છે. ભાગ્યનો સાથ મળશે.

મકર – લાંબા સમયથી ચાલતી આર્થિક સમસ્યાઓ ઉકેલાશે. ધન, સંપત્તિનો યોગ ઉભો થઇ રહ્યો છે. કોઈ મોટા કાર્યમાં સફળતા મળવાની શક્યતા વધશે.

કુંભ – બૃહસ્પતીની કૃપાથી આવક સારી રહેશે. કાર્યમાં સફળતા મળશે. સરકારી કાર્યોમાં સફળતા મળશે. ધન લાભના યોગ ઉભા થશે.

મીન – મીન રાશિ વાળા માટે પણ લાભની શુભ ઘડી આવશે યોજનાઓ અને રણનીતિઓ સફળ થશે. ધન સંબંધી અડચણો ઓછી થશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular