2021 ની જન્માષ્ટમી રહેશે વિશેષ, આ દુર્લભ સંયોગ બનવાને કારણે ભક્તોને વિશેષ ફળની થશે પ્રાપ્તિ.
હિંદુ ધર્મ મુજબ ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણએ આ ધરતી ઉપર શ્રાવણ માસની વદ આઠમની તિથી ઉપર રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશીમાં મધ્ય રાત્રીએ જન્મ લીધો હતો. આ દિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી ઉપર એક વિશેષ સંયોગ ઉભો થઇ રહ્યો છે, જેના લીધે જન્માષ્ટમીના દિવસે કરવામાં આવેલી પૂજાનો તમને બમણો લાભ મળશે.
આ વર્ષે આ તહેવાર 30 ઓગસ્ટ 2021 ના રોજ આવી રહ્યો છે. આ દિવસે શ્રાવણના વદ પખવાડિયે, આઠમ તિથી, રોહિણી નક્ષત્ર, વૃષભ રાશીમાં ચંદ્ર અને તેની સાથે સોમવારનો દિવસ છે. આ 6 તત્વો એક સાથે મળવા ઘણું જ દુર્લભ હોય છે. સોમવારના દિવસે આઠમ હોવાને કારણે જ સવારથી જ આઠમ તિથી શરુ થવાની છે. રાત્રે 12:14 વાગ્યા સુધી આઠમ તિથી રહેશે. આ રાત્રે નોમ તિથી પણ શરુ થઇ રહી છે. જયારે ચંદ્ર વૃષભ રાશીમાં રહેશે. આ બધા સંયોગને કારણે જ આ વખતે આઠમ ઘણી જ વિશેષ રહેવાની છે.
નિર્ણય સિંધુ નામના ગ્રંથ મુજબ આવા સંયોગ જ્યારે જન્માષ્ટમી ઉપર ઉભા થાય છે, તો તે ઘણું જ વિશેષ ફળ આપે છે. તે દરમિયાન વ્રત કરવાથી ત્રણ જન્મોમાં થયેલા પાપો માંથી મુક્તિ મળી જાય છે. જે લોકો આ સંયોગમાં વ્રત રાખે છે. તેમના પ્રેતયોનીમાં ભટકી રહેલા પૂર્વજોને મુક્તિ મળી જાય છે. તે ઉપરાંત દરેક મનોકામના પણ પૂરી થઇ જાય છે.
આ તહેવારને આખા દેશમાં ખુબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે મંદિરોને ખુબ સારી રીતે શણગારવામાં આવે છે. અને રાત્રે 12 વાગ્યે કૃષ્ણજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે.
જન્માષ્ટમી ઉજવવા સાથે જોડાયેલી કથા :
કંસની બહેન દેવકી હતી અને તેના લગ્ન વાસુદેવ સાથે થયા હતા. તે એક યદુવંશી સરદાર હતા. લગ્ન પછી કંસ પોતાની બહેન અને બનેવીને તેમના સાસરે લઇ જઈ રહ્યા હતા. ત્યારે એક ભવિષ્યવાણી થઇ જેમાં કહેવામાં આવ્યું કે, કંસ તારી ક્રુ રતાનો નાશ તારી બહેનનો પુત્ર કરશે. તારો કાળ તારી બહેન લઈને આવશે. તેનો આઠનો પુત્ર તારા અંતનું કારણ બનશે.
તે સાંભળતા જ કંસે તેની બહેન અને બનેવી વાસુદેવનો અંત લાવવાનું નક્કી કર્યું. પણ દેવકીએ કહ્યું કે, તે પોતે પોતાના સંતાન તેને સોપી દેશે. એ વાત સાંભળીને કંસે તેમને કાંઈ કર્યું નહિ અને બંને જણાને કારાગારમાં નાખી દીધા.
ત્યાર પછી કંસે એક પછી એક દેવકીના સાત સંતાનોનો અંત કર્યો. અને જયારે આઠમુ બાળક થવાનો વારો આવ્યો તો કંસે પહેરો વધુ કડક કરી દીધો. વાસુદેવના મિત્ર નંદની પત્ની યશોદાને પણ તે સમયે બાળક થવાનું હતું. દેવકીએ પુત્ર અને યશોદાને પુત્રીને જન્મ આપ્યો. પણ દેવકીએ જયારે પુત્રને જન્મ આપ્યો તો તે સમયે ભગવાન વિષ્ણુ તેમની સમક્ષ પ્રગટ થયા અને કહ્યું કે, તે તેમના પુત્રના રૂપમાં જન્મ લઇ રહ્યા છે અને તે નંદના ઘરે ઉછરશે.
પ્રભુની કૃપાથી બધા રક્ષકો ગાઢ નિંદ્રામાં સુઈ ગયા અને કારગારના દ્વાર ખુલી ગયા. વાસુદેવે કાન્હાને એક ટોપલીમાં રાખ્યા અને યમુના નદી પાર કરી નંદના ઘરે જતા રહ્યા. તેમના ઘરમાં તેમણે કાનાને મૂકી દીધો અને બદલામાં તેમની પુત્રીને કારાગાર લઇ આવ્યા. જયારે તે કારાગાર આવી ગયા ત્યારે બધાની ઊંઘ ખુલી. અને જયારે કાનો મોટો થયો તો તેમણે કંસનો અંત કરી દીધો.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.