જાણો રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ સમય કેટલાથી કેટલા વાગ્યાનો છે અને કઈ ભૂલ કરવાથી બચવાની જરૂર છે.
રક્ષાબંધનનો પવિત્ર તહેવાર શ્રાવણ માસની પુનમની તિથીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો ભાઈની લાંબી ઉંમર અને સુખ સમૃદ્ધીની કામના માટે કાંડા ઉપર રાખડી બાંધે છે. જ્યોતિષ શાસ્ત્રી જણાવે છે કે, રક્ષાબંધન ઉપર ઘણા લોકો જાણે અજાણે મોટી ભૂલો કરી જાય છે જે ઘણી જ અશુભ હોય છે. આવો તમને જણાવીએ કે રક્ષાબંધન ઉપર કઈ ભૂલોથી સાવચેત રહેવું જોઈએ.
રક્ષાબંધન ઉપર ભદ્રા કાળ અને રાહુ કાળમાં રાખડી નથી બાંધવામાં આવતી. આ વખતે રાખડી ઉપર ભદ્રાનો પડછાયો નહિ રહે, પણ સાંજે 5 વાગીને 16 મિનીટથી લઈને 6 વાગીને 54 મિનીટ સુધી રાહુ કાળ વચ્ચે ભાઈના કાંડા ઉપર ભૂલથી પણ રાખડી ન બાંધો.
22 ઓગસ્ટના રોજ સવારે 06 વાગીને 14 મિનીટ સુધી ભદ્રા રહેશે. ત્યાર પછી દિવસ આખો રક્ષાબંધન પર્વ ઉજવી શકાય છે. જ્યારે પુનમની તિથી સાંજે 05 વાગીને 31 મિનીટ સુધી જ રહેશે. એટલા માટે 05:31 પહેલા જ ભાઈના કાંડા ઉપર રાખડી બાંધી દો.
હંમેશા બજાર માંથી રાખડીઓ ખરીદીને ઘરે લાવતી વખતે તે તૂટી જાય છે અને આપણે તેને પાછી જોડીને સારી કરી લઈએ છીએ. જ્યોતિષ મુજબ જો કોઈ રાખડી તૂટી જાય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ. એવી રાખડીને ભાઈના કાંડા ઉપર ક્યારે પણ ન બાંધવી જોઈએ.
બજારમાં તમને પ્લાસ્ટિકના ઉપયોગથી બનેલી ઘણી રંગબેરંગી રાખડીઓ જોવા મળી જશે. પણ શું તમે જાણો છો પ્લાસ્ટિકને કેતુ પદાર્થ માનવામાં આવ્યો છે અને તે અપયશ વધારે છે. એટલા માટે આ તહેવાર ઉપર તમારે પ્લાસ્ટિકની રાખડીઓ ન ખરીદવી જોઈએ.
બજારમાં રાખડીઓ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તે કોઈ ધારદાર કે અણીદાર વસ્તુના ઉપયોગથી ન બની હોય. શુભ પ્રસંગ ઉપર આવી વસ્તુ અશુભ માનવામાં આવે છે. એટલા માટે આવી રાખડી ખરીદવી નહિ.
રક્ષાબંધન ઉપર ભાઈ રાખડી બંધાનારી બહેનને ભેટ પણ આપે છે. તે બાબતમાં પણ તે ઘણી વખત ભૂલ કરી બેસે છે. જ્યોતિષ મુજબ આ દિવસે બહેનને ધારદાર કે અણીદાર વસ્તુ ન આપવી જોએઈ. જેમ કે છરી કાંટાનો સેટ, મિક્સી, અરીસો કે ફોટો ફ્રેમ જેવી વસ્તુ ન આપવી જોઈએ.
તે ઉપરાંત બહેનને રૂમાલ, બુટ-ચપ્પલ કે સેન્ડલ જેવી વસ્તુ પણ ભેટમાં ન આપવી જોઈએ. જ્યોતિષ મુજબ બુધને બહેનોનો કારક માનવામાં આવે છે, એટલા માટે તમે આ ગ્રહ સાથે જોડાયેલી વસ્તુ આપી શકો છો. તમે તેને ગેજેટ કે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ ભેંટ આપી શકો છો.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.