જો તમે પણ કોઈ નાનો વેપાર કરો છો અને તમારે પૈસાની જરૂર છે, તો તમે આ યોજના દ્વારા 10 હજાર રૂપિયાની સહાયતા પ્રાપ્ત કરી શકો છો.
કોરોના વાયરસને કારણે ઘણા નાના વેપારીઓને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો છે. ઘણા વેપારીઓના કામકાજ ઘણા પ્રભાવિત થયા છે, જેમાં રોડ ઉપર રોડ ઉપર દુકાન લગાવવાઅને લારી ઉપર વસ્તુ વેચવા વાળા જેવા ઘણા વેપારીઓ સામેલ છે. કેન્દ્ર સરકારે આ વર્ગના વેપારીઓ માટે એક યોજના શરુ કરી છે, જેના દ્વારા આ વેપારીઓને 10-10 હજાર રૂપિયાની લોન આપવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે આ યોજનાથી પૈસા લેવા વાળા વેપારીઓને વધુ કાગળ ઉપરની કાર્યવાહી નહિ કરવી પડે અને પૈસા રીટર્ન કરવાના પણ ઘણા સરળ નિયમ છે.
તો જાણીએ આ સ્કીમના ફાયદા કેવી રીતે મેળવી શકાય છે અને સ્કીમ સાથે જોડાયેલી ખાસ બાબતો શું છે, જેનું ધ્યાન રાખવાની જરૂર છે. સાથે જ જાણીશું કે હજુ સુધી આ સ્કીમનો કેટલા લોકો લાભ ઉઠાવી ચુક્યા છે.
કેટલા લોકોને ફાયદો મળ્યો છે?
માનવામાં આવે છે કે લારી ગલ્લા વાળા માટે પીએમ સ્વનિધિ યોજના વરદાન રૂપ સાબિત થઇ રહી છે. આ યોજના હેઠળ 50 લાખથી વધુ લારી ગલ્લા વાળાને 10,000 રૂપિયા સુધી સસ્તી લોન પૂરી પાડવામાં આવશે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધી 2,698.29 કરોડ રૂપિયાની 27 લાખથી વધુ સસ્તી લોન સ્વીકૃત થઇ ચુકી છે. આ યોજના માટે 45.15 લાખથી વધુ અરજી પણ આવી છે, જેમાં 27લાખ લોકોને લોન મળી ચુકી છે.
ઘણા ફાયદા બીજા પણ છે
જો કોઈ લાભ મેળવનાર નિયમિત રીતે યોગ્ય સમયે લોન ચુકવે છે તો તેને દરવર્ષે સાત ટકાના હિસાબે વ્યાજમાં સબસીડી મળે છે. જો કોઈ લાભ મેળવનાર લોન ચુકવણી માટે ડીઝીટલ લેવડ દેવડ કરે છે તો તેને વર્ષમાં 1200 રૂપિયા કેશબેક આપવામાં આવે છે. સાથે જ યોગ્ય સમયે ચુકવણી કરવા ઉપર લાભ મેળવનાર ફરી વખત લોન માટે અરજી કરી શકે છે. આ યોજનાની યોગ્ય રીતે વ્યવસ્થા કરવા માટે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ (SIDBI) બેંકને યોજનાના કાર્યાન્વયનના ભાગીદાર બનાવવામાં આવી છે.
કેવી રીતે કરવી અરજી?
પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન લેવા માટે સ્ટ્રીટ વેંડર્સ સીધા પીએમ સ્વનિધિ યોજનાની વેબસાઈટ ઉપર જઈને અરજી કરી શકે છે. યોજનાની વેબસાઈટ છે https://pmsvanidhiડોટmohua.gov.in તે ઉપરાંત સ્ટ્રીટ વેંડર્સ પોતાના નજીકની સીએસસી ઉપર જઈને અરજી કરી શકે છે.
આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયે 1 જુન, 2020 ના રોજ પીએમ સ્વનિધિ યોજનાની શરુઆત કરી હતી. યોજનાનો ઉદેશ્ય દેશભરના લગભગ 50 લાખ સ્ટ્રીટ વેપારીઓને એક વર્ષના સમયગાળા માટે કોઈ ગેરંટી વગરના 10 હજાર રૂપિયા સુધીની લોન પૂરી પાડવાનો છે. લોનની નિયમિત રીતે ચુકવણી કરવા ઉપર દર વર્ષે સાત ટકાના દરથી વ્યાજ સહાયતા અને નિર્ધારિત ડીઝીટલ લેવડ દેવડ કરવા ઉપર દર મહીને 100 રૂપિયા સુધીનું કેશબેક પ્રોત્સાહનના રૂપમાં આપવામાં આવે છે.
આ માહિતી ટીવી9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.