બુધવાર, માર્ચ 29, 2023
Homeવિશેષઇન્ટરનેટ પર આવ્યું જેઠાલાલના ફની મીમ્સનું પુર, મીમ્સ જોઈને તમે હસી હસીને...

ઇન્ટરનેટ પર આવ્યું જેઠાલાલના ફની મીમ્સનું પુર, મીમ્સ જોઈને તમે હસી હસીને લોટપોટ થઈ જશો.


ચારેય તરફ ટપ્પુ અને બબીતાના અફેયરની થઈ રહી છે ચર્ચા, લોકોને યાદ આવ્યા જેઠાલાલ તો બનાવ્યા આવા મજેદાર મીમ્સ.

ટીવી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં ટપ્પુ અને બબીતા ​​જીની ભૂમિકા ભજવનાર અભિનેતા રાજ અનડકટ અને મુનમુન દત્તાના અફેરના સમાચાર આવ્યા બાદ દરેકના હોશ ઉડી ગયા છે. બધા ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, અને બધાએ જેઠાલાલને યાદ કર્યા છે. આ કારણે સોશિયલ મીડિયા પર મેમ્સનું પૂર આવ્યું છે, જેમાં યુઝર્સ જેઠાલાલની પ્રતિક્રિયા વિશે વિચારી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર મેમ્સનું પૂર : જણાવી દઈએ કે, આ તમામ મેમ્સ ખૂબ રમુજી અને મજેદાર છે. સોશિયલ મીડિયા યુઝર્સ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માંથી જેઠાલાલની પ્રતિક્રિયા વાળા ફોટા અને વિડીયો લઈ રહ્યા છે, તો ઘણા લોકો બોલીવુડના પ્રખ્યાત મેમ્સનો ઉપયોગ કરીને તેમની મજાક ઉડાવી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે, ટપ્પુ જેઠાલાલના નાક નીચેથી બબીતા ​​જીને લઇ ગયો. જુઓ તેમના પર બનેલા મજેદાર મેમ્સ.

રાજ અનડકટ 9 વર્ષ મોટી મુનમુન દત્તાને ડેટ કરી રહ્યો છે : તમને જણાવી દઈએ કે ઈ ટાઈમ્સના સમાચારો અનુસાર મુનમુન દત્તા અને રાજ અનડકટ એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેનો સંબંધ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને શો સાથે સંકળાયેલ દરેક વ્યક્તિ તેના વિશે જાણે છે. રાજ અનડકટ અને મુનમુન દત્તાની ઉંમરમાં 9 વર્ષનો તફાવત છે. રાજ અનડકટ 24 વર્ષનો છે, જ્યારે મુનમુન દત્તા 33 વર્ષની છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બંનેનો પરિવાર તેમના સંબંધો વિષે બધું જાણે છે. બંને એકબીજા માટે સમય કાઢે છે. અને શો ના સેટ પર દરેક સભ્ય સમજી ગયા છે કે બંને વચ્ચે મિત્રતા કરતાં આગળનો સંબંધ છે. તારક મેહતા શો સાથે જોડાયેલા લોકો દ્વારા પણ બંને વચ્ચેના સંબંધોનું સન્માન કરવામાં આવે છે. જો કે, મુનમુન દત્તા અને રાજ અનડકટમાંથી કોઈએ હજી સુધી તેમના સંબંધોના સમાચારોની પુષ્ટિ કરી નથી.

આ પહેલા પણ બબીતા એટલે કે મુનમુન દત્તાના અસલ જીવનમાં લવ અફેયર રહ્યા છે. પણ પોતાનાથી ઘણા નાના એક્ટર સાથેના અફેયરને કારણે તે હાલ ઘણી ચર્ચામાં છે.

મિત્રો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો માં એવું દેખાડવામાં આવે છે કે જેઠાલાલ બબીતાનો દીવાનો છે. અને બબીતા પણ બધા પુરુષ સભ્યોને ભાઈ કહીને બોલાવે છે, પણ ફક્ત જેઠાલાલને જ જેઠાભાઈની જગ્યાએ જેઠાજી કહીને બોલાવે છે. એવામાં અસલ જીવનમાં બબીતા જેઠાલાલના ઓનસ્ક્રીન પુત્રના પ્રેમમાં પડી હોવાથી લોકો તેની ખૂબ મજા લઈ રહ્યા છે.

તેમના પર બનેલા મીમ્સ ખરેખર ઘણા ફની છે અને લોકોને ખુબ પસંદ આવી રહ્યા છે. લોકો તેને ખુબ શેર કરી રહ્યા છે અને તેના પર ઘણી બધી લાઇક પણ આવી રહી છે. તમે પણ આ ફની મીમ્સનો આનંદ લો.

જેઠાલાલના ફની મીમ્સ :

જેઠાલાલના ફની મીમ્સ :

જેઠાલાલના ફની મીમ્સ :

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular