જો તમે ઈચ્છો છો કે સરકારી યોજનાનો ફાયદો સીધો તમારા બેંક એકાઉન્ટમાં આવે તો જરૂર બનાવો ઈ-શ્રમ કાર્ડ, જાણો પ્રોસેસ.
કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલા વર્કસ માટે એક પહેલ કરી છે, જેનું નામ છે ઈ-શ્રમ કાર્ડ. ઈ-શ્રમ એક સરકારી પોર્ટલ છે, જ્યાં સંગઠિત ક્ષેત્રોમાં કામ કરી રહેલા લોકોને પોતાના વિષે રજીસ્ટર કરવાનું હોય છે. તેનાથી સરકાર પાસે તે વર્કર્સનો એક ડેટા તૈયાર થશે અને તેમના માટે ઘણી યોજનાઓ શરુ થશે અને યોજનાઓનો લાભ સીધો તેમના સુધી પહોંચી જશે. તેનાથી કો-વી-ડ-19 જેવા કોઈ પણ રાષ્ટ્રીય સંકટ વખતે ડીબીટીના માધ્યમથી આર્થીક મદદ સીધા તે કામદારોના બેંક ખાતામાં પહોંચશે.
તો આવો જાણી લઈએ કે આ પોર્ટલ ઉપર કયા કયા લોકો કેવી રીતે રજીસ્ટર કરી શકે છે અને તેનો શું ફાયદો થવાનો છે? આવો જાણીએ આ ઈ-શ્રમ કાર્ડ સાથે જોડાયેલી ખાસ વાતો, જે તમારા માટે જાણવી જરૂરી છે.
બેંક ખાતામાં આવશે પૈસા : ખાસ કરીને સરકાર કો-વી-ડ-19 જેવા કોઈ પણ રાષ્ટ્રીય સંકટ વખતે લોકોના ખાતામાં સીધા પૈસા મોકલે છે. હવે સરકાર આ પોર્ટલ ઉપર રજીસ્ટર લોકો માટે ઘણી યોજનાઓ લાવશે, જેનાથી તેનો ફાયદો અહીં રજીસ્ટર્ડ લોકોને મળશે.
એવામાં જો તમે પણ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો અને તમે આ પોર્ટલ પર પોતાને રજીસ્ટર નથી કર્યા, તો સરકાર કોઈ યોજના લાવે છે તો તમને તેનો ફાયદો નહિ મળી શકે. ઇપીએફઓની અને ઈ-શ્રમ પોર્ટલની શેર કરવામાં આવેલી જાણકારીને લઈને જણાવવામાં આવ્યું છે, તેનાથી આર્થિક મદદ સીધી ખાતામાં પહોંચી જશે.
થશે ઘણા બીજા ફાયદા : આ કાર્ડ બનાવરાવ્યા પછી તે લોકોને સોશિયલ સિક્યોરિટી યોજનાઓનો ફાયદો મળશે. સરકાર અસંગઠિત ક્ષેત્ર માટે જે પણ યોજનાઓ લઈને આવશે, તેનો સીધો ફાયદો આ કાર્ડ ધારકોને આપવામાં આવશે, તેમજ જે પણ યોજનાઓ ચાલી રહી છે તેનો ફાયદો પણ મળી રહેશે. સાથે જ જયારે તમે કાર્ડ બનાવરાવશો ત્યારે તમને પૂછવામાં આવશે કે તમે ક્યાંથી કામ શીખ્યા? જો તમે કોઈ તાલીમ નથી લીધી તો સરકાર તમારા માટે તાલીમની વ્યવસ્થા કરશે, જેનાથી તમે સરળતાથી કામ શીખી શકશો અને તમને રોજગારમાં મદદ મળશે.
ઈ-શ્રમનો કોને ફાયદો મળશે? સરકારની આ ખાસ પહેલ અનઓર્ગેનાઈઝડ સેક્ટરના લોકો માટે છે અને તેમને જ તેનો ફાયદો મળશે. જે લોકો સંગઠિત ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે, જેમ કે મોટી કંપનીઓમાં કામ કરી રહ્યા છે તેમને આનો ફાયદો નહિ મળે. પણ તે સિવાયના લોકો જે મોટી કંપનીઓમાં કામ નથી કરતા કે પછી પોતાનો નાનો મોટો વેપાર કરી રહ્યા છે જેમ કે, મજુરી કરવા વાળા લોકો, ઈ-રીક્ષા ચલાવવા વાળા લોકો કે લારી, ગલ્લા, ફૂટપાથ ઉપર દુકાન ચલાવવા વાળા, સફાઈ કરવા વાળા, નળ રીપેર કરવા વાળા, વીજળીનું કામ કરવા વાળા લોકોને તેનો ફાયદો મળશે.
કેવી રીતે બનશે આ કાર્ડ? સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ https://eshram.gov. in/ ઉપર જવાનું રહેશે. ત્યાર પછી તમારે સેલ્ફ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારા આધાર કાર્ડ સાથે લીંક કરવામાં આવેલા નંબર સાથે ઓટીપી દ્વારા લોગ ઈન કરવાનું રહેશે. ત્યાર પછી તમારો આધાર નંબર ભરવાનો રહેશે અને ઓટીપી દ્વારા પ્રોસેસમાં આગળ વધવાનું રહેશે અને તમારી જાણકારી સ્ક્રીન ઉપર આવી જશે અને તમારે તેને એક્સેપટ કરવાનું રહેશે. તેના ઘણા ફોર્મ આવશે, જે ભરવાના રહેશે અને તમારી જાણકારી આપવાની રહેશે. ત્યાર પછી તમારું કાર્ડ બની જશે. સાથે જ લોકો સીએસસી ઉપર જઈને પણ આ કાર્ડ બનાવરાવી શકે છે.
આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.