ગુરુવાર, જૂન 8, 2023
Homeવિશેષએક જ પ્રેમી સાથે લગ્ન કરવા આવી 2 છોકરીઓ, વિવાદ થવા પર...

એક જ પ્રેમી સાથે લગ્ન કરવા આવી 2 છોકરીઓ, વિવાદ થવા પર પંચાયતે કાઢ્યો આવો વિચિત્ર રસ્તો.


2 છોકરીઓ કરવા માંગતી હતી એક જ છોકરા સાથે લગ્ન, પછી જે રસ્તો કાઢતો તે જાણીને તમે કહેશો ‘અરે તમારી ભલી થાય…’

જ્યારે પ્રેમમાં લવ ટ્રાયેંગલ હોય છે ત્યારે ઘણી મુશ્કેલીઓ આવે છે. આવા સંબંધમાં કોણ કોની સાથે ખુશ છે અને કોણ નથી તે જાણવું ખૂબ જ મુશ્કેલ હોય છે. પંચાયતોમાં તમે પંચોને ઘણા કેસોની સુનાવણી કરતા સાંભળ્યા કે જોયા હશે. પરંતુ પહેલી વખત કોઈ પંચાયતે લવ ટ્રાયેંગલનો ચુકાદો આપ્યો છે, તે પણ ખૂબ જ અનોખી રીતે. હકીકતમાં, કર્ણાટકના હસન જિલ્લાના સકલેશપુરમાં એક લવ ટ્રાયેંગલનો કેસ પંચાયત દ્વારા સિક્કો ઉછાળીને ઉકેલવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે કેવી રીતે ત્રણ લોકોના ભાગ્યનો નિર્ણય ટોસ ઉછાળીને કરવામાં આવ્યો.

એક અહેવાલ મુજબ, સકલેશપુર તાલુકાનો 27 વર્ષનો છોકરો પડોશી ગામની 20 વર્ષની છોકરીના પ્રેમમાં પડયો હતો. બંને વચ્ચે મેળ મિલાપ શરૂ થયો. 6 મહિના પછી વાર્તામાં નવો વળાંક આવ્યો. આ છોકરો અન્ય એક ગામની બીજી છોકરી સાથે પ્રેમ થઈ ગયો. બંનેનું મળવાનું પણ શરૂ થઈ ગયું. પણ બંને છોકરીઓને એકબીજા વિશે ખબર ન હતી. બંને છોકરીઓ જાણતી ન હતી કે તેનો પ્રેમી અન્ય છોકરીને પણ પ્રેમ કરે છે.

તે છોકરો ભૂતપૂર્વ જિલ્લા પરિષદ સભ્યનો એકમાત્ર પુત્ર છે. એક દિવસ તેના સંબંધીએ તેને એક છોકરી સાથે જોયો અને તેના પિતાને જણાવી દીધું. તે પછી છોકરાએ કહ્યું કે, તે છોકરીને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. ત્યાર બાદ છોકરાના પિતાએ જલ્દીથી જલ્દી દીકરાના લગ્ન કરાવવાનું નક્કી કર્યું. જ્યારે તેમાંથી એક છોકરી પોતાના પરિવારને આ અફેર વિશે બધું જણાવે છે, ત્યારે છોકરીના માતા-પિતા છોકરાના ઘરે પહોંચે છે અને તેના માતા-પિતાને આ કથિત અફેર વિશે જણાવે છે.

આ દરમિયાન બીજી છોકરી પણ પોતાના પરિવાર સાથે છોકરાના ઘરે પહોંચે છે. ત્યાર બાદ છોકરાના માતા-પિતા મૂંઝવણમાં મૂકાઈ જાય છે. તેમને સમજાતું નથી કે, આવી સ્થિતિમાં શું કરવું? ત્યાં સુધીમાં તો આ લવ ટ્રાયેંગલ આખા ગામમાં ચર્ચાનો વિષય બની જાય છે. આ બનાવમાં એક મહિના પહેલા પંચાયત બોલાવવામાં આવી અને છોકરાને પૂછવામાં આવ્યું કે, તે કોની સાથે લગ્ન કરવા માંગે છે?

તે છોકરો મૂંઝાયો કે બંને છોકરીઓમાંથી કોની સાથે લગ્ન કરવા તે કઈ રીતે કહેવું? આથી તે પંચાયતમાં એક પણ શબ્દ બોલી શક્યો નહીં. આ છેતરપિંડી બાદ પ્રથમ યુવતીએ ઝે ર પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને બચાવી લેવામાં આવી.

શુક્રવારે (4 સપ્ટેમ્બર 2021) ના રોજ બીજી વખત પંચાયત બોલાવવામાં આવી. છોકરા અને છોકરીઓ બધાના પરિવાર હાજર હતા. ત્રણેય પક્ષો માટે સ્ટેમ્પ પેપર પર એક સમાધાન કરવા માટે એક વકીલને પણ બોલાવવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું કે પંચાયતનો નિર્ણય અંતિમ રહેશે. વળી, જે લોકોનો પક્ષમાં નિર્ણય નહિ આવે તે પોલીસ, કોર્ટ કે મીડિયામાં નહીં જાય. ત્રણેય પક્ષોએ આ બાબતમાં સંમતિ આપી અને કરાર પર હસ્તાક્ષર કર્યા.

પછી નક્કી થયું છે કે પંચાયત ટોસ ઉછાળશે અને નક્કી કરશે કે લગ્ન કોની સાથે થશે? જ્યારે ટોસ ઉછાળવામાં આવ્યો ત્યારે સિક્કો જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરનાર છોકરીની તરફેણમાં આવ્યો. પાછળથી ખબર પડી કે તે છોકરો પણ તે છોકરી સાથે જ લગ્ન કરવા માંગતો હતો જે જીવન ટૂંકાવવા માટે તૈયાર હતી. પછી બંનેના લગ્ન પણ થઈ ગયા. પંચાયતના નિર્ણય મુજબ, બીજી છોકરીએ તેને ભાગ્યનો નિર્ણય માન્યો.

(ફોટા પ્રતિકાત્મક છે.)

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular