ફિલ્મના શુટિંગ પહેલા વિક્રમ બત્રાની ગર્લફ્રેન્ડને મળી હતી કીયારા આડવાણી, કુટુંબની વાતો સાંભળીને રડી પડી હતી.
હાલના દિવસોમાં શેરશાહ ફિલ્મ ઘણી સમાચારોમાં રહી છે. આ ફિલ્મ કારગીલ યુદ્ધના હીરો કેપ્ટન વિક્રમ બત્રાના જીવન ઉપર બની છે. આ ફિલ્મમાં વિક્રમની બહાદુરીને ખુબ જ સારી રીતે પ્રદર્શિત કરવામાં આવી છે. ફિલ્મમાં વિક્રમના એક્શનની સાથે સાથે તેમની લવ સ્ટોરી પણ દેખાડવામાં આવી છે. એક રીતે ફિલ્મમાં કેપ્ટન અને તેમની ગર્લફ્રેન્ડ ડીંપલ ચીમાની લવ સ્ટોરી સિલ્વર સ્ક્રીન ઉપર અમર થઇ ગઈ.
આ ફિલ્મમાં વિક્રમ બત્રાનું પાત્ર સિદ્ધાર્થ મલ્હોત્રાએ ભજવ્યું છે. તેમણે આ પાત્ર જે રીતે ભજવ્યું છે તેની દરેક જગ્યાએ પ્રશંસા થઇ રહી છે. તેની સાથે જ ફિલ્મમાં વિક્રમ બત્રાની ગર્લફ્રેન્ડ કીયારા આડવાણી બની છે. ફિલ્મમાં તેમનો અભિનય પણ લોકોને ખુબ પસંદ આવ્યો છે. કીયારાએ હાલમાં જ એક ઈન્ટરવ્યું આપ્યું છે, જેમાં તેમણે ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક વિશેષ વાતો અને પોતાનો અનુભવ શેર કર્યો છે.
ફિલ્મનું શુટિંગ કરતા પહેલા કીયારાની વિક્રમ બત્રાની ગર્લફ્રેન્ડ ડીંપલ ચીમા સાથે મુલાકાત પણ થઇ હતી. કીયારા જણાવે છે કે, ફિલ્મનું શુટિંગ પૂરું થયા પછી મેં ડીંપલજીને પણ એક મેસેજ કર્યો હતો. આ ફિલ્મ તેમના માટે પણ ઘણી ભાવુક કરી દે તેવી રહી હશે. મેં ડીંપલજીની પ્રાઈવેસીનું સન્માન કરીને તેમની સાથે વધુ વાતચીત કરી ન હતી. કીયારા જણાવે છે કે, કેપ્ટનના કુટુંબે જયારે તેની સાથે વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે, ફિલ્મમાં તે એકદમ ડીંપલ જેવી દેખાઈ રહી હતી. કીયારાએ જયારે તેમની એ વાતો સાંભળી તો તે રડી પડી હતી.
કીયારાએ પોતાના ઈન્ટરવ્યુંમાં આગળ જણાવ્યું કે, ડીંપલજીને ગર્વનો અનુભવ થવો જોઈએ કે લોકોને શેરશાહની સ્ટોરી ખુબ જ પસંદ આવી રહી છે. કીયારાએ જણાવ્યું કે, જયારે પહેલી વખત તેની ડીંપલજી સાથે મુલાકાત થઇ હતી ત્યારે ફિલ્મનું શુટિંગ શરુ થયું ન હતું. એટલા માટે જયારે તેમની સાથે વાતચીત કરવાનું શરુ કર્યું, તો તે કીયારા માટે ખુબ મહત્વની અને ઈમોશનલ ક્ષણ હતી. ડીંપલજીએ કીયારાને ઘણી એવી વાતો જણાવી જેના કારણે જ અભિનેત્રીને ફિલ્મમાં તેમનું પાત્ર ભજવવામાં ઘણી મદદ મળી. તે બંનેની મુલાકાત વિક્રમના જોડિયા ભાઈ વિશાલ બત્રા દ્વારા થઈ હતી.
કીયારા જણાવે છે કે, હું તેમને (ડીંપલજીને) નજીકથી ઓળખવા અને સમજવા માંગતી હતી. ડીંપલજી પંજાબના હતા એટલા માટે અમે ફિલ્મમાં પંજાબી ડાયલોગ્સ પણ શામેલ કર્યા. મારું શરુઆતથી જ એવું માનવું હતું કે ડીંપલજીનું પાત્ર મારા માટે એક સારો અને ઈમોશનલ અનુભવ હતો.
ફિલ્મમાં દેખાડવામાં આવેલી વિક્રમ બત્રાની લવ સ્ટોરી એકદમ સાચી છે. તે સ્ટોરી અનુસાર બંનેની મુલાકાત પંજાબ યુનિવર્સીટીમાં અભ્યાસ દરમિયાન થઇ હતી. શરુઆતમાં બંનેની દોસ્તી થઇ અને પછી તે પ્રેમમાં પરિવર્તિત થઇ ગઈ. જયારે વિક્રમ શહીદ થયા તો ડીંપલે એકલા જ જીવન જીવવાનો નિર્ણય લીધો. વિક્રમના પિતા જણાવે છે કે, વર્તમાનમાં ડીંપલ 40 વર્ષની ઉપરની થઇ ગઈ છે, પણ તે હજુ પણ લગ્ન કરવા રાજી નથી. તે આજે પણ વિક્રમની યાદોના સહારે પોતાનું જીવન પસાર કરી રહી છે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.