જોક્સ :
છોકરી : તું શું કરે છે?
છોકરો : હું લેખક છું.
છોકરી : શું લખે છે?
છોકરો : તારી નંબર આપને,
એક ફોટો તો દેખાડ,
બ્યુટીફૂલ ડીયર, જેવા લેખ લખું છું.
જોક્સ :
પતિ : મુન્નો ક્યારનો રડી રહ્યો છે.
તેને હાલરડું સંભળાવીએ સુવાડાવી કેમ નથી દેતી.
પત્ની : હાલરડું સંભળાવું તો પડોશીઓ કહે છે કે,
ભાભી આના કરતા તો તમે મુન્નનાને જ રડવા દો.
જોક્સ :
મિત્ર : ભાઈ તું કાલે ઘણો દુ:ખી હતો, એવું શું થયું હતું?
બીટ્ટુ : કારણ કે કાલે મારી પત્ની ૨૫,૦૦૦ ની સાડી લઇ આવી.
મિત્ર : તો આજે ખુશ કેમ છે?
બીટ્ટુ : આજે તે સાડી તારી પત્નીને દેખાડવા માટે ગઈ છે.
જોક્સ :
બબલુ અને તેની પત્ની રેલવે સ્ટેશન પર ઉભા રહીને ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા.
ત્યારે એક ગાડી આવી જેના પર લખ્યું હતું બોમ્બે મેલ.
બબલુ ભાગીને તે ગાડીમાં ચડી ગયો અને પત્નીને કહ્યું,
જયારે બોમ્બે ફિમેલ આવે ત્યારે તું તે ટ્રેનમાં ચડી જજે.
જોક્સ :
સ્કૂલમાં માસ્ટરજીએ પૂછ્યું,
“દુઃખ તો આપણો સાથી છે, સુખ તો આવતું જતું રહે છે.”
આ વાક્યનો અર્થ સ્પષ્ટ કરો.
પપ્પુ : પત્ની હંમેશા ઘરે રહે છે,
સાળી આવતી જતી રહે છે.
માસ્ટરજીએ તેને ભારત રત્ન અપાવવા માટે ઉપર વાત કરી છે.
જોક્સ :
સોનુ : ભારત એકલો એવો દેશ છે, જ્યાં વાતાવરણ માટે પણ માણસને જવાબદાર ગણવામાં આવે છે.
મોનુ : એ કઈ રીતે?
સોનુ : અરે લોકો વાત કરતા કરતા કહે છે કે, ફલાણાભાઈ આ વખતે તો તમે ઘણો વરસાદ કરાવ્યો.
જોક્સ :
નોકરાણી : શેઠાણી મને 10 દિવસની રજા જોઈએ છે.
શેઠાણી : જો તું રજા પર જતી રહી,
તો પછી શેઠનો નાસ્તો કોણ બનાવશે?
ટિફિન કોણ પેક કરશે? કપડાં કોણ ધોશે?
તેમને ટાઈમ પર દવા કોણ આપશે?
નોકરાણી (શરમાઈને) : જો તમે કહો તો હું શેઠને પણ સાથે લઈ જાઉં?
જોક્સ :
ચિન્ટુ સ્કૂલેથી ઘરે આવ્યો અને કહેવા લાગ્યો,
આજે તો આખો દિવસ ખરાબ ગયો.
મમ્મી : કેમ શું થયું?
ચિન્ટુ : પહેલા ગણિતની પરીક્ષા,
પછી અંગ્રેજીમાં નિબંધ અને પછી ટિફિનમાં તુરીયાનું શાક.
શાક વાળું વાક્ય સાંભળ્યા પછી ચિન્ટુને જે મેથીપાક મળ્યો તેની અસર 3 દિવસ સુધી તેના મોઢા પર રહી.
જોક્સ :
પત્ની : અરે! તમે જફર ભાઈની પત્નીના બેસણામાં ન ગયા?
પતિ : મને શરમ આવે છે.
પત્ની : વિચિત્ર માણસ છો, તેમાં કઈ વાતની શરમ.
પતિ : હવે કયા મોઢે જાઉં? પહેલા પણ જફર ભાઈની બે પત્નીઓના બેસણામાં જઈ આવ્યો છું.
પણ તેમને એકવાર પણ પોતાને ત્યાં બોલાવવાનો અવસર નહિ મળ્યો.
જોક્સ :
પાડોશમાં આવેલી નવી ભાભી પોતાના ઘરમાંથી હાથ હલાવી રહી હતી,
એને જોઈને બીટ્ટુએ પણ હાથ હલાવ્યો અને હાય કર્યું.
ત્યારે પાછળથી તેની પત્ની આવી અને તેની બોચી પકડીને બોલી,
સામે વાળી તને હાય નથી કરી રહી,
તે બારીનો કાચ સાફ કરી રહી છે, વધારે ખુશ થવાની જરૂર નથી.