આકાશમાંથી પડ્યા અને ખજૂરમાં અટક્યા જેવો ઘાટ થયો, નહેરમાં ખાબકેલી કારને કાઢવા આવ્યું જેસીબી પણ….
તમે હંમેશા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે, જો નસીબ સારું હોય તો વ્યકિતનું કામ કેટલું પણ બગડેલુ હોય તો પણ તે સુધરી જાય છે. પણ જો તમારું નસીબ ખરાબ હોય તો સુધરેલા કામ પણ બગડી જાય છે. હાલના દિવસોમાં એક એવો જ વિડીયો સામે આવ્યો છે. જે જોયા પછી તમે પણ પોતાને હસતા અટકાવી શકશો નહિ.
વિડીયોમાં જોવા મળે છે કે, એક કાર રોડની બાજુમાં આવેલી નાની નહેરમાં પડી ગઈ હોય છે. તે કારના માલિકે તેને બહાર કાઢવા માટે જેસીબી બોલાવ્યું હોય છે. પણ પછી કાંઈક એવું બને છે કે તે જોઈને તમે પણ કહેશો કે – ભાઈ ભાગ્યની આગળ બધા મજબુર છે.
વિડીયોમાં તમે જોઈ શકો છો કે કાર નાની નહેરમાં પડી છે અને તેને બહાર કાઢવા માટે કારના માલિકે જેસીબી બોલાવ્યું હોય છે. જેવું જેસીબી આવે છે કે કારનો માલિક પોતાની કાર કાઢવા માટે તેને દોરડા વડે જેસીબી સાથે બાંધી દે છે. ત્યાર પછી જેસીબી કારને બહાર ખેંચવા માટે જોર લગાવે છે અને કાર થોડી બહાર નીકળે છે, પણ પછી તે પલટી મારી જાય છે. તેનાથી જેસીબીનું બેલેન્સ બગડી જાય છે અને તે પણ નહેરમાં જતું રહે છે.
જુઓ વિડીયો :
Alright…what’s option 2? 🥴🍺 pic.twitter.com/cF3JnrlzLL
— 🍺 Hold My Beer 🍺 (@HldMyBeer) August 27, 2021
સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો જોઈ લોકો ઘણા હસી રહ્યા છે. એક યુઝરે લખ્યું, આ બધો ભાગ્યનો ખેલ છે, અને બીજા એક યુઝરે લખ્યું કે હવે આ જેસીબીને ઉપાડવા કોઈ બીજી ક્રેન બોલાવો. તો અન્ય એક યુઝરે લખ્યું આકાશ માંથી પડ્યા અને ખજુરમાં અટક્યા. તે ઉપરાંત પણ ઘણા યુઝર્સે જોરદાર કમેન્ટસ કરી છે.
આ મજેદાર વિડીયો ટ્વીટર ઉપર @ HldMyBeer નામના એકાઉન્ટ ઉપરથી શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ઠીક છે… હવે બીજો વિકલ્પ કયો છે? આ વિડીયોને આર્ટિકલ લખાયા સુધીમાં 3 લાખથી વધુ વ્યુ મળી ચુક્યા છે.
આમ તો આપણા માટે ભલે આ ફની કિસ્સો હોય, પણ કારના માલિક માટે અને જેસીબીવાળા બંને માટે આ દુઃખદ ઘટના છે. તેની ભગવાનને પ્રાર્થના કરીએ કે બીજા કોઈની સાથે પણ આવું ક્યારેય ન થાય.
આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.