બુધવાર, સપ્ટેમ્બર 28, 2022
Homeવિશેષકાર ક્રેશમાં ખરાબ રીતે ડેમેજ થઈ ટાટાની આ કાર પણ માલિકે ફરીથી...

કાર ક્રેશમાં ખરાબ રીતે ડેમેજ થઈ ટાટાની આ કાર પણ માલિકે ફરીથી એજ કાર ખરીદી, કારણ ચોંકાવી દેશે.


એક્સિડન્ટમાં ટાટાની આ કારના ભુક્કા બોલી ગયા છતાં તેની આ ખાસિયત જાણીને તમે આજ કાર પસંદ કરશો.

ટાટા નેક્સન (Tata Nexon) ની દિવસે ને દિવસે વધતી સફળતા પાછળનું સૌથી મોટું કારણ તેની મજબૂતાઈ છે. ટાટા નેક્સનના સેફટી ફીચર્સે તેને ભારતમાં સૌથી વિશ્વસનીય અને સલામત કાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હાલના સમયમાં આવા ઘણા કિસ્સાઓ બન્યા છે જેમાં ટાટા નેક્સનના ડ્રાઈવરો કોઈ પણ સ્ક્રેચ વગર જીવ લેણ અકસ્માતોમાંથી બચી ગયા છે. આવી જ એક ઘટના અહીં શેર કરવામાં આવી છે, જેમાં એક વ્યક્તિ પોતાની નેક્સન કારના અકસ્માત પછી પણ નવી કાર તરીકે ટાટા નેક્સન જ પસંદ કરે છે.

યુટ્યુબર નિખિલ રાણાએ અપલોડ કરેલા યુટ્યુબ વીડિયોમાં આ ઘટનાની વિગતો આપવામાં આવી છે. તે વીડિયો ઓગસ્ટ 2021 માં ટાટા નેક્સન સાથે સંકળાયેલા જીવ લેણ અકસ્માત વિશે છે. વીડિયોમાં એક વ્યક્તિ (જેની ઓળખ છુપાવવામાં આવી છે) નો ટાટા નેક્સનમાં એક ખતરનાક અકસ્માત થયો. આ કેસમાં દાવો કરવામાં આવ્યો હતો કે નેક્સન કાર ખૂબ વધારે ઝડપે જઈ રહી હતી અને રસ્તામાં આવેલી એક નીલગાયને બચાવવા માટે ઝાડ સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં ટાટા નેક્સનના ભુકા બોલી ગયા અને વીમા એજન્સી દ્વારા તેની ઇન્શ્યોરન્સ પ્રાઈઝ (IDV) પણ ચુકવવામાં આવી હતી. તે મુજબ કારના માલિકને કુલ 6 લાખ રૂપિયા મળ્યા. કાર તેના માલિકને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં સફળ રહી હોવાથી, તેના માલિકે આ રકમમાંથી નવી સફેદ રંગની ટાટા નેક્સન ખરીદી. તે વ્યક્તિ દ્વારા ટાટા નેક્સનની ફરીથી પોતાની કારના રૂપમાં પસંદગી ગ્રાહકના આ બ્રાન્ડ પ્રત્યેના વિશ્વાસ અને સુરક્ષાના પાસાને દર્શાવે છે.

ટાટા નેક્સન દેશમાં સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ એસયુવી છે : 2017 માં લોન્ચ થયા પછી, ટાટા નેક્સન આજે દેશમાં સૌથી વધુ વેચાતી સબ-ફોર-મીટર કોમ્પેક્ટ એસયુવીમાંની એક બની ગઈ છે. અગાઉની પેઢીની ટાટા નેક્સન ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મેળવવામાં સફળ રહી હતી. તેને ન માત્ર ટાટા નેક્સનને ટાટા મોટર્સની એવી પ્રથમ કાર બનાવી પણ આ સિદ્ધિ પ્રાપ્ત કરનારી પ્રથમ ભારતીય કાર પણ બની ગઈ. આ સફળતા બાદ ટાટા મોટર્સે ભારત માટે સલામત કાર બનાવવા પર ધ્યાન વધાર્યું કર્યું.

આ પરાક્રમ પછી, ટિયાગો (Tiago) અને ટિગોર (Tigor) પણ સમાન પરીક્ષણમાં 4 સ્ટાર રેટિંગ પ્રાપ્ત કરવામાં સફળ રહી. ટાટા મોટર્સે પોતાના સત્તાવાર લોન્ચિંગના થોડા દિવસો પહેલા અલ્ટ્રોઝ હેચબેકે 5 સ્ટાર રેટિંગ મેળવીને ફરી એકવાર ‘બુલ્સ-આઈ’ ને હિટ કર્યું. તાજેતરમાં Tigor EV એ ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ પણ પ્રાપ્ત કર્યું છે.

વિડીયો :

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular