મંગળવાર, માર્ચ 28, 2023
Homeવિશેષકૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત રાખવાથી મળે છે આ વિશેષ લાભ, જાણો પૂજાના શુભ...

કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત રાખવાથી મળે છે આ વિશેષ લાભ, જાણો પૂજાના શુભ મુહૂર્ત.


જાણો જન્માષ્ટમીના શુભ મુહુર્ત, બાળ ગોપાલની પૂજા વિધિ અને કથા વિષે વિસ્તારથી.

કૃષ્ણ જન્માષ્ટમી તમામ હિંદુઓ માટે સૌથી મહત્વપૂર્ણ અને શુભ તહેવારોમાંથી એક છે, કેમ કે આ એક એવો દિવસ છે જયારે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો.કૃષ્ણ જન્માષ્ટમીને કૃષ્ણષ્ટમી, ગોકુલાષ્ટમી, અષ્ટમી રોહિણી, શ્રીકૃષ્ણ જયંતી અને શ્રી જયંતી જેવા જુદા જુદા નામોથી ઉજવવામાં આવે છે.

હિંદુ કેલેન્ડર મુજબ, દર વર્ષે આ શુભ તહેવાર શ્રાવણ માસના વદ પખવાડિયાની આઠમની તિથીએ આવે છે. આ દિવસે ભક્ત એક દિવસનો ઉપવાસ રાખે છે અને ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ લેવા માટે તેમની પૂજા કરે છે. સાથે જ ભક્ત ભગવાન કૃષ્ણના જન્મદિવસને ઉજવવા માટે તેમના ઘરના મંદિરને શણગારે છે. આ વર્ષે આપણે 30 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવીશું. ગણતરી મુજબ, આ ભગવાન કૃષ્ણની 5248 મી જન્મ જયંતી હશે.

કૃષ્ણ જન્માષ્ટમી 2021 – તિથી અને શુભ મુહુર્ત :

તારીખ : 30 ઓગસ્ટ, સોમવાર

શુભ તિથી શરુ : 29 ઓગસ્ટ 2021 બપોરે 11:25 વાગ્યે

શુભ તિથી પુર્ણાહુતી : 31 ઓગસ્ટ 2021 સવારે 01:59 વાગ્યે

મધ્ય રાત્રી સમય : 31 ઓગસ્ટ 12:22 વાગ્યે

ચંદ્રોદય સમય : બપોરે 11:35 વાગ્યે

કૃષ્ણ દશમી રોહિણી નક્ષત્ર પ્રારંભ : 30 ઓગસ્ટ 2021 સવારે 06:39 વાગ્યે

રોહિણી નક્ષત્ર સમાપ્ત : 31 ઓગસ્ટ 2021 ના રોજ સવારે 09:44 વાગ્યે

દહીં હાંડી : મંગળવાર ઓગસ્ટ 31, 2021

કૃષ્ણ જન્માષ્ટમી 2021 – નિશિતા પૂજા મુહુર્ત : કૃષ્ણ પૂજા કરવાનો સમય નિશિતા કાળ દરમિયાન હોય છે જે વૈદિક સમય મુજબ મધ્યરાત્રી છે. શુભ મુહુર્ત 11:59 વાગ્યાથી શરુ થશે અને 31 ઓગસ્ટ 2021 ના રોજ સવારે 12:44 સુધી રહેશે.

કૃષ્ણ જન્માષ્ટમી 2021 – મહત્વ : ભગવાન કૃષ્ણ એ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર છે. તે સમગ્ર ખરાબ આત્માઓ, ખાસ કરીને મથુરાના શાસક રાજા કંસનો નાશ કરવા માટે ધરતી ઉપર આવ્યા હતા. તેમનો જન્મ દેવકી અને વાસુદેવ થકી થયો હતો. વૃંદાવનમાં યશોદા અને નંદ દ્વારા તેમનો ઉછેર કરવામાં આવ્યો હતો. જે ભક્ત તે દિવસે ઉપવાસ કરે છે, તેમને સમૃદ્ધ અને સ્વસ્થ જીવનના આશીર્વાદ મળે છે. સાથે જ તેમને સફળતાના રસ્તામાં આવતી તમામ અડચણો દુર કરવાની શક્તિ મળે છે.

કૃષ્ણ જન્માષ્ટમી કેમ ઉજવવામાં આવે છે? એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન કૃષ્ણ એટલે કે ભગવાન વિષ્ણુના આઠમા અવતાર, બ્રહ્માંડના રક્ષકનો જન્મ થયો હતો. ભગવાન કૃષ્ણનો જન્મ મથુરાના શાસક કંસનેનો અંત લાવવા અને તેમના દુષ્ટ રાજ્યનો નાશ કરવા માટે થયો હતો. ભગવાન કૃષ્ણનો જન્મ કંસની બહેન દેવકી થકી થયો હતો. દેવકીના લગ્ન કંસના મિત્ર વાસુદેવ સાથે થયા હતા અને તેમના લગ્ન પછી ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે, તેમનો આઠમો પુત્ર કંસનો અંત લાવશે.

ભવિષ્યવાણી પછી કંસે પોતાની બહેન દેવકી અને વાસુદેવને કેદ કરી લીધા હતા અને તેમના સાત પુત્રોને જીવતા રહેવા ન દીધા. કંસ ભગવાન કૃષ્ણનો અંત લાવવામાં સક્ષમ ન હતા. ભગવાન કૃષ્ણના જન્મ પછી વાસુદેવ તેમને ગોકુલ લઇ ગયા અને તેમને પોતાના પાલક માતા પિતા નંદ અને યશોદાને સોંપી દીધા. વર્ષો પછી, ભગવાન કૃષ્ણએ મથુરાનો પ્રવાસ કર્યો અને કંસનો અંત કર્યો. આ રીતે તેમના આ તકના શાસનને સમાપ્ત કરી દીધું.

આપણે કૃષ્ણ જન્માષ્ટમી કેવી રીતે ઉજવીએ છીએ? આ દિવસે ભગવાન કૃષ્ણના ભક્ત તેમના સન્માનમાં અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ રાખે છે. જન્માષ્ટમીની અડધી રાત પછી ભક્ત કૃષ્ણની મૂર્તિને ધોવે છે અને તેમને નવા કપડા અને ઘરેણાથી શણગારે છે અને પારણામાં તેમની પૂજા કરે છે. પૂજા પછી ભક્તોને કેટલીક મીઠાઈ અને ભોજન કરાવીને પોતાનો ઉપવાસ તોડવાની મંજુરી આપવામાં આવે છે.

આ દિવસે વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવે છે અને ઘણા મંદીરમાં ભાગવત પુરાણ અને ભગવત ગીતાના પાઠનું પણ આયોજન કરવામાં આવે છે. લોકો વિશેષ દહીં હાંડી કાર્યક્રમનું પણ આયોજન કરે છે, કેમ કે ભગવાન કૃષ્ણને માખણ, દહીં અને દૂધ વધુ પસંદ હતું. ભગવાન પોતાના પાડોશીઓને ત્યાંથી માખણ ચોરતા હતા અને આ રીતે તેમને માખણ ચોર કે નવનીત ચોરના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular