સોમવાર, જૂન 5, 2023
Homeબોલીવુડકોણ છે અનીલ કપૂરનો બીજો જમાઈ કરણ બુલાની જેણે રિયા કપૂર સાથે...

કોણ છે અનીલ કપૂરનો બીજો જમાઈ કરણ બુલાની જેણે રિયા કપૂર સાથે કર્યા લગ્ન?

અનીલ કપૂરના નવા જમાઈના કામની ગુગલ, નાઈકી અને પેપ્સી જેવી કંપનીઓ કરે છે પ્રશંસા, જાણો તે કોણ છે?

અનીલ કપૂરની નાની દીકરી રિયા કપૂરે 14 ઓગસ્ટ 2021 ના રોજ પોતાના બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે લગ્ન કર્યા. આ લગ્નમાં બંનેના કુટુંબ ઉપરાંત નજીકના મિત્ર હાજર રહ્યા હતા. કરણ બુલાની અને રિયા કપૂર છેલ્લા 13 વર્ષથી રિલેશનશિપમાં હતા. અને બંનેએ ક્યારેય પણ પોતાના સંબંધો છુપાવ્યા નથી. સોશિયલ મીડિયા ઉપર કરણ અને રિયા એક સાથે પોતાના ઘણા ફોટા શેર કરી ચુક્યા છે. સાથે જ બંને જણા જાહેરમાં પોતાના પ્રેમનો સ્વીકાર પણ કરતા આવ્યા છે.

પણ છેવટે કરણ બુલાની છે કોણ?

કરણ બુલાનીનો જન્મ 1982 માં થયો હતો, તે એક ડાયરેક્ટર અને પ્રોડ્યુસર છે. કરણે પોતાની કારકિર્દીની શરુઆત એડવરટાઈઝીંગથી કરી હતી. 22 વર્ષની ઉંમર સુધી કરણે 500 થી વધુ જાહેરાતો બનાવી લીધી હતી. તેનું શુટિંગ તેમણે 38 દેશોમાં કર્યું હતું. ત્યાર પછી તે ઓસ્ટ્રેલીયાની બોન્ડ યુનિવર્સીટીમાં અભ્યાસ કરવા માટે જતા રહ્યા હતા.

ઓસ્ટ્રેલીયાની બોન્ડ યુનિવર્સીટી માંથી કરણે ફિલ્મ અને ટેલીવિઝનમાં પોસ્ટ ગ્રેજયુએશનનો અભ્યાસ પૂરો કર્યો. તેમણે La fourchette નામની એક શોર્ટ ફિલ્મ બનાવી હતી, જેને ઘણા ઈંટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ્સમાં દેખાડવામાં આવી. આ ફિલ્મને ન્યુયોર્ક શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલમાં બેસ્ટ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો.

ભારત પાછા આવ્યા પછી કરણ બુલાનીએ જાહેરાતોનું નિર્દેશન શરુ કર્યું. તે ઉપરાંત તેમણે ડોક્યુમેંટ્રી પણ બનાવી. કરણ બુલાની, ગુગલ, માસ્ટરકાર્ડ, નાઈકી, પેપ્સી, લોરીઅલ જેવી મોટી બ્રાન્ડ્સ સાથે કામ કરી ચુક્યા છે અને 60 થી વધુ જાહેરાત બનાવી ચુક્યા છે.

તે ઉપરાંત તેમણે 2 ફીચર લેંથ ડોક્યુમેંટ્રી પણ બનાવી છે. તેમની ડેબ્યુ ફીચર Healing That Feeling એ ફિલ્મ ફેસ્ટીવલમાં ટુર કરી અને ભારતીય ડોક્યુમેંટ્રી ફ્રેટર્નીટીમાં કરણને ઓળખાણ અપાવી. એટલું જ નહિ 27 વર્ષની ઉંમર સુધી તે Indian Documentary Producers Association ના એક્ઝિક્યુટીવ બોર્ડના સૌથી યંગ મેમ્બર બની ગયા હતા.

વર્ષ 2016 માં કરણ બુલાનીએ અનીલ કપૂરની ટીવી સીરીઝ 24 નું નિર્દેશન કર્યું હતું. આ સીરીઝના 12 એપોસોડ્સને તેમણે બનાવ્યા હતા. તે આગળ જતા ભારતના સૌથી મોટો ટીવી શો બન્યો હતો, જેની ચર્ચા દુર દુર સુધી થઇ.

2018 માં કરણે લેખક અરવિન્દ અડીગાના પુસ્તકના સિલેકશન ડે ઉપર સીરીઝ બનાવી હતી. નેટફ્લીક્સ ઉપર રીલીઝ થયેલી આ સિરીઝની પહેલી આખી સીઝન કરણે ડાયરેક્ટ અને પ્રોડ્યુસ કરી હતી.

કરણ બુલાની ગર્લફ્રેન્ડ રિયા કપૂર સાથે પણ કામ કરી ચુક્યા છે. તેમણે ફિલ્મ આયશામાં આસીસ્ટેંટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મની પ્રોડ્યુસર રિયા કપૂર હતી. તે ઉપરાંત કરણ ફિલ્મ વેક અપ સીડમાં પણ અસીસ્ટેન્ડ ડાયરેક્ટર તરીકે કામ કરી ચુક્યા છે.

રિયા કપૂરના કુટુંબ સાથે કરણ બુલાનીની સારી મિત્રતા છે. તે ન ફક્ત અનીલ કપૂર અને તેમના કુટુંબનું સન્માન કરે છે પણ બધા સાથે સારી મિત્રતા પણ ધરાવે છે. કપૂર કુટુંબની ફેમીલી આઉટીંગ્સમાં કરણ બુલાની હંમેશા જોવા મળતા હતા. અને હવે તે આ કુટુંબના જમાઈ બની ગયા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular