આ રાશિઓનું એક બીજા સાથે નથી બનતું, વિપરીત સ્વભાવને કારણે થતી રહે છે તકરાર, લગ્ન કરતા પહેલા વિચારી લેજો.
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રાશિનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે એવું જણાવવામાં આવ્યું છે. દરેક ગ્રહની પોતાની અલગ પ્રકૃતિ અને સ્વભાવ હોય છે. જો બે ગ્રહોનો સ્વભાવ એકબીજા મળતો હોય અથવા અનુકૂળ સ્થિતિમાં હોય, તો તેમને મિત્ર ગ્રહો કહેવામાં આવે છે. એ જ રીતે, જ્યારે તે બંને અલગ પ્રકૃતિના હોય છે, ત્યારે તેમને શત્રુ ગ્રહો કહેવામાં આવે છે.
જો બે શત્રુ રાશિના લોકોના લગ્ન થઈ જાય, તો તેમના માટે શાંતિથી એક છત નીચે રહેવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તેમની વચ્ચે કોઈને કોઈ વાતને લઈને પરસ્પર ઝઘડા થતા રહે છે. આવા લોકો પોતાની સમજને આધારે જ પોતાના સંબંધોને સુધારી શકે છે. અહીં જાણો તે રાશિઓ વિશે જેમનું પરસ્પર બનતું નથી.
મેષ અને કર્ક રાશિ : મંગળ મેષ રાશિના સ્વામી છે. મંગળની પ્રકૃતિ ખૂબ જ ઉગ્ર હોય છે. તેઓ ખૂબ ગુસ્સે થાય છે. આ લોકો ખૂબ નીડર અને વાતોડિયા હોય છે અને સૌથી પહેલા પોતાના વિશે વિચારે છે. જ્યારે કર્ક રાશિના સ્વામી ચંદ્ર હોય છે. કર્ક રાશિના લોકો સ્વભાવે શાંત હોય છે, પરંતુ તેમનું મન ખૂબ ચંચળ હોય છે. તે બીજા વિષે એક માં ની જેમ વિચારે છે. આ કારણે તેઓ પોતાના સંબંધોમાં કેટલીક અપેક્ષાઓ રાખે છે. આ વિપરીત સ્વભાવને કારણે મેષ અને કર્ક રાશિના લોકોની વાત વાત પર તકરાર થાય છે. આ લોકો ક્યારેય શાંતિપૂર્ણ જીવન જીવી શકતા નથી.
કુંભ અને વૃષભ : વૃષભ રાશિના સ્વામી શુક્રદેવ છે અને કુંભ રાશિના સ્વામી શનિદેવ છે. કુંભ રાશિના લોકો સ્વતંત્ર વિચારધારા ધરાવતા હોય છે. જ્યારે વૃષભ રાશિના લોકો હઠીલા સ્વભાવના હોય છે. આ રીતે બંને રાશિઓ એકબીજા પર પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કરે છે. જો તેમને સાથે રહેવું પડે તો ઝઘડાની પરિસ્થિતિ ઉભી થાય છે. તેથી જ તેમના લગ્ન સંબંધોમાં ઉતાર – ચડાવ બની રહે છે. તેમને ક્યારેય આદર્શ કપલ ગણી શકાય નહીં.
મીન અને મિથુન રાશિ : મીન રાશિના સ્વામી ગુરુ છે, જ્યારે મિથુન રાશિના સ્વામી બુધ છે. આ બે ગ્રહો વચ્ચે દુશ્મની હોય છે. મિથુન રાશિના લોકોને સમજવા થોડા મુશ્કેલ હોય છે. તે લોકો મનમોજી હોય છે અને પોતાની મરજી મુજબ બધા કામ કરવા માંગે છે. જ્યારે મીન રાશિના લોકો શાંત અને સ્થિર મનના હોય છે. આવી સ્થિતિમાં બંને એકબીજાને બિલકુલ પસંદ નથી કરતા. તેમનું એકબીજા સાથે બનતું નથી. જો તેઓ લગ્ન કરે છે, તો કોઈને કોઈ પરેશાની થવાની સંભાવના છે.
(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. તેને સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)
આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.